ઉર્વશી રૌતેલાને મડબાથ લેતા જોઈને લોકોએ અનુભવ્યું આશ્ચર્ય, જાણીને તમને પણ લાગે નવાઈ

ઉર્વશી રૌતેલા પોતાની સુંદરતાને કાયમ રાખવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરતી રહે છે. હાલમાં તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો અપલોડ કર્યો છે. જેમાં તે ખુલ્લા આસમાન નીચે શરીર પર માટી લગાવતી જોવા મળે છે. ઉર્વશી રૌતેલા મડ બાથ લઈ રહી છે અને તેણે તેના અનેક ફાયદા પણ ગણાવ્યા છે. તેઓની પોસ્ટ પર ફેન્સે મજેદાર કમેન્ટ્સ પણ કરી છે.

image source

મડ બાથનું મહત્વ જણાવ્યું

ઉર્વશી રૌતેલાએ ફોટોની સાથે લખ્યું કે મેરા ફેવરિટ મડ બાથ સ્પા/ મડ થેરાપી. ક્લિયોપેટ્રા જૂની હતી અને તેને પણ મડ બાથ પસંદ હતું. મોર્ડન ફેન્સમાં હું પણ સામેલ છું. બલેરિક બીચની લાલ માટીની મજા લઈ રહી છું. કહેવાય છે કે રોમન પ્રેમની દેવી તેને કાચની જેમ ઉપયોગમાં લેતી હતી. આ મિનરલ રિચ માટી હોય છે જેને સ્કીનને માટે થેરાપ્યુટિક અને સારી માનવામાં આવે છે.

બતાવ્યા અનેક ફાયદા

ઉર્વશી રૌતેલાએ મડબાથના અનેક ફાયદા બતાવ્યા અને લખ્યા છે. તેણે કહ્યું છે કે તે ડિટોક્સિફાઈ કરે છે, અશુદ્ધિઓને બહાર કાઢે છે, સ્કીનને સોફ્ટ બનાવે છે અને સર્કયુલેશનને વધારે છે અને આ સિવાય દર્દમાં પણ રાહત આપે છે. ઉર્વશી રૌતેલાએ ફેન્સને હાર્ટ અને લિટ ઈમોજી બનાવ્યા છે અને સાથે એક ફેને તો એમ પણ લખ્યું છે કે યુવકો વરસાદની રાહ જોઈ રહ્યા છે.

ફિટનેસનું પણ ખાસ ધ્યાન રાખે છે ઉર્વશી રૌતેલા

ઉર્વશી રૌતેલા પોતાની બ્યુટીની સાથે સાથે ફિટનેસનું પણ ધ્યાન રાખે છે. તેઓએ પોતાના વર્કઆઉટના અનેક વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. એક વીડિયોમાં તે પેટ પર મુક્કા ખાતી જોવા મળે છે. તે પંચિંગ બેગથી ઉલ્ટી લટકીને મહેનત કરતી જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા બોલિવૂડની સૌથી ફિટ એક્ટ્રેસમાંની એક છે. માત્ર 15 વર્ષની ઉંમરે તેણે બ્યૂટી શોમાં ભાગ લીધો હતો.

તે કહે છે કે દરેક લોકોએ સ્વસ્થ રહેવું જોઈએ. જીવનમાં સ્વાસ્થ્ય અને કરુણા આ 2 વસ્તુઓને સામેલ કરી લેવાથી જીવન સુંદર બની જાય છે. કરુણાથી સાચી ખુશી મળે છે. આપણા વિચારો જ આપણને આપણું વ્યક્તિત્વ બનાવવામાં મદદ કરે છે. માટે તમે શું વિચારો છો તે પણ મહત્વનું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!