Site icon News Gujarat

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આવકના નવા રિપોર્ટ વિશે જાણીને આંખો ફાટી જશે, દર મિનિટે કમાઈ છે અધધ..

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આવકના નવા રિપોર્ટ વિશે જાણીને આંખો ફાટી જશે, દર મિનિટે કમાઈ છે અધધ..

અંબાણી ગૃપ દિવસે દિવસે નવા નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વિશ્વના અબજોપતીની યાદીમાં મુકેશ અંબાણીએ હરણફાળ ભરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી વિશ્વના 5માં અને દેશના પ્રથમ સૌથી ધનિક વ્યક્તિ છે. મુકેશ અંબાણી ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ કરતા 4 ગણાથી વધુ શ્રીમંત છે. ભારતના બીજા ધનિક વ્યક્તિનું નામ રાધા કિશન દામાની છે. રાધા કિશન દામાનીની અંદાજિત સંપત્તિ આશરે .8 17.8 અબજ હોવાનું કહેવાય છે. છેલ્લા 10 વર્ષમાં તેણે પોતાની સંપત્તિમાં લગભગ 3 ગણો વધારો કર્યો છે. જ્યાં 2010માં તેમની અંદાજિત સંપત્તિ 27 બિલિયન ડોલરની નજીક હતી ત્યાં 2020માં તે લગભગ 80 બિલિયન ડોલર થઈ ગઈ છે.

image source

ધીરુભાઈ દર મિનિટે 23 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે

હાલમાં તેઓ મુંબઇના 27 માળના મકાન એન્ટિલિયામાં રહે છે. ઉલ્લેખનીય છે કે એન્ટિલિયા બનાવવા માટે 7 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. આ ઘર વિશ્વના સૌથી મોંઘા અને વૈભવી ઘરોમાંથી એક છે. મુકેશ અંબાણીની સંપત્તિનું વિશ્લેષણ દર્શાવે છે કે, તે દર મિનિટે 23 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે. વર્ષ 2019માં, મુકેશ અંબાણીની સંપત્તિમાં દૈનિક 33 કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો હતો. અફઘાનિસ્તાન, બોત્સ્વાના અને બોસ્નિયા જેવા દેશોનો કુલ જીડીપી પણ ઉમેરવામાં આવે તો પણ તે અંબાણીની સંપત્તિથી ઓછો હશે. મુકેશ અંબાણી એશિયામાં એકમાત્ર એવા વ્યક્તિ છે કે જેઓ વિશ્વના 10 ધનિક લોકોની યાદીમાં શામેલ છે.

image source

દેશના 9 નાના રાજ્યોની GDP જેટલી સંપત્તિ છે

વિશ્વના 10 ધનિક લોકોની યાદીમાં મુકેશ અંબાણી એકમાત્ર ભારતીય જ નહીં પરંતુ તેઓ એશિયાના એકમાત્ર વ્યક્તિ પણ છે. મુકેશ અંબાણી પાસે ગોવા, ત્રિપુરા અને હિમાચલ પ્રદેશ જેવા દેશના 9 નાના રાજ્યોની GDP જેટલી સંપત્તિ છે. આ 9 રાજ્યોનો કુલ જીડીપી 5.31 લાખ કરોડ રૂપિયા છે. આ અગાઉ એપ્રિલ 2020 માં અંબાણી ફોર્બ્સની સૂચિમાં 21માં ક્રમે હતા.

image source

રાજ્યોની GDP

image source

jioના કારણે અંબાણીની સંપત્તિમાં થયો અઢળક વધારો

આ વર્ષે માર્ચમાં રિલાયન્સના શેર્સમાં લગભગ 50%નો ઘટાડો થયો હતો અને ત્યાર બાદ કંપનીએ તેના ડિજીટલ આર્મ જિઓ પ્લેટફોર્મ્સની હિસ્સેદારી વેચીને લગભગ 15 અબજ ડોલર જેટલું ઇન્વેસ્ટમેન્ટ મેળવ્યું છે. જેના પગલે કંપનીના શેર્સ પણ ઘણા વધ્ય હતા જેનો ફાયદો મુકેશ અંબાણીને થયો હતો. જિઓ પ્લેટફોર્મ્સમાં ફેસબુક, સિલ્વરલેક, KKR સહિત 10 પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓએ રોકાણ કરેલું છે. એક જ વર્ષમાં અંબાણીની સંપત્તિ 9.64 અબજ ડોલર વધી છે.

image source

આવું છે મુકેશ અંબાણીનું ઘર

મુકેશ અંબાણીનું ઘર ‘એન્ટીલિયા’ દુનિયાના સૌથી મોંઘા ઘરોની યાદીમાં સામેલ છે. મુંબઈમા 27 માળનો બંગલો છે. બંગલાની કિંમત 63૩ કરોડ પાઉન્ડ એટલે કે લગભગ એક અરબ ડોલર છે. આ બંગલો મુંબઈના ‘ઓફ પેડર રોડ’ પર ‘અલ્ટામાઉન્ટ રોડ’ પર સ્થિત છે. ગગનચુંબી ઈમારતમાં રહેવા માટે 4 લાખ વર્ગ ફૂટની જગ્યા છે અને આ બધું અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ઘરની માર્કેટ વેલ્યુ આશરે 60000 કરોડ રૂપિયા છે ત્યારે ડોલરમાં આ ઘરની કીમત 2 બિલિયન ડોલર છે. ત્યારે આ ઘરને બનાવવામાં આશરે 11,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેમાં આશરે 600 લોકોનો સ્ટાફ રાખવામાં આવ્યો છે જે દિવસ-રાત આ ઘરની સાફ સફાઈમાં રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version