Site icon News Gujarat

એન્ટિલિયા કેસનું ગુજરાત કનેક્શન: મુંબઈ ATSના અ’વાદમાં ધામા, આ મામલે તપાસ

એન્ટીલિયાની બહાર કારમાં જિલેટીન પ્લાન્ટ કરવાનું કનેક્શન અમદાવાદ સાથે થયું, 5 આરોપીનાં સિમકાર્ડ એક્ટિવ થયાં હતાં

એટીએસ અને એનઆઈએ દ્વારા આપણા દેશના સૌથી ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાની બહાર જિલેટીન ભરેલી સ્કોર્પિયો કારના કેસમાં હવે માઈક્રો તપાસ આરંભી દેવામાં આવી છે, જેમાં મનસુખ હિરેનના મોત પછી આ તપાસમાં હવે નવો વળાંક આવ્યો છે.

image source

એમાં પણ એવું જાણવા મળ્યું છે કે સચિન વજે સહિત 5 લોકોએ જે સિમકાર્ડનો ઉપયોગ કર્યો હતો એ અમદાવાદથી ખરીદીને એક્ટિવ થયાં છે. હવે આ વાતના મૂળ સુધી પહોંચવા માટે મુંબઈ એટીએસની ટીમ અમદાવાદ આવી પહોંચી છે. અને તે સીમકાર્ડ વેચનાર વ્યક્તિને શોધી ચુકી છે એવું જાણવા મળ્યું છે.

તમને જણાવી દઈએ જે મુંબઈ પોલીસે આ હત્યાકેસમાં જે બે આરોપીને એરેસ્ટ કર્યા છે તેમાંના બુકી નરેશ ઘોરે પોલીસને જણાવ્યું હતું કે મનસુખની હત્યા પહેલાં તેણે પાંચ સિમકાર્ડ અમદાવાદથી જુદા જુદા નામે ખરીદ્યા હતા. અને આ સિમકાર્ડ ખરીદવાની સૂચના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વઝે આપી હતી. પાંચમાંથી એક સીમકાર્ડનો ઉપયોગ ખુદ સચિન વાઝે પણ કરી રહ્યા હતા.

image source

હવે મુંબઈ એટીએસએ વધુ પુરાવા મેળવવા માટે અમદાવાદમાં આવીને આગળની તપાસ હાથ ધરી છે. જે પાંચ વ્યક્તિનાં નામે સિમકાર્ડ ખરીદવામાં આવ્યાં તેઓ કોણ છે અને તેમને નરેશ ઘોર સાથે શું સંબંધ છે?, સિમકાર્ડ વેચનાર દુકાનદારે સિમકાર્ડ એક્ટિવ કરતાં પહેલાં જરૂરી દસ્તાવેજી પુરાવા લીધા હતા કે નહીં, એ મામલે તપાસ કરવા એટીએસ અમદાવાદ પહોંચી છે.

વાત જાણે એમ હતી કે એન્ટિલિયાની બહાર શંકાસ્પદ કારમાં વિસ્ફોટક મળ્યા પછી આશંકા વ્યક્ત કરાઈ રહી હતી કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી નિશાના પર છે.

image source

આ અંગે CCTV ફૂટેજની તપાસમાં સામે આવ્યું છે કે એન્ટિલિયાની બહાર 24 ફેબ્રુઆરીની રાતે લગભગ એક વાગ્યે એક કાર પાર્ક કરાઈ હતી. આ પહેલાં આ કાર 12.30 વાગ્યે રાતે હાજી અલી જંક્શન પહોંચી હતી અને અહીં લગભગ 10 મિનિટ સુધી ઊભી હતી.તમને જણાવી દઈએ કે એન્ટીલિયાની બહાર ઉભેલી આ ગાડીમાંથી જિલેટિનની 20 સ્ટિક્સ મળી આવી હતી, સાથે જ અમુક દસ્તાવેજ પણ મળ્યા હતા, ત્યાર પછી આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્ર સરકારે આ અંગેની સમગ્ર તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે. સીસીટીવીના માધ્યમથી આગળની શોધખોળ કરવામાં આવી રહી છે, સાથે જ આ કારમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે, જેમાં લખ્યું છે-‘મુકેશભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે’

image source

બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાથી લગભગ 200 મીટર એક શંકાસ્પદ SUV કારમાંથી ગુરુવાર સાંજે જિલેટીનની 20 સ્ટિક્સ મળી આવી હતી. જ્યારે આ અંગે તપાસ થઈ તો ખબર પડી કે કારનો નંબર પણ ખોટો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, એન્ટિલિયામાં બુધવારની રાતે લગભગ 1 વાગ્યે SUV ઊભી કરવામાં આવી હતી. એ દરમિયાન ત્યાં 2 ગાડી જોવા મળી હતી, જેમાં એક ઈનોવા પણ હતી. આ ગાડીનો ડ્રાઈવર SUVને અહીં પાર્ક કરીને જતો રહ્યો હતો.

એન્ટિલિયાની બહાર જે ગાડી મળી એ સ્કોર્પિયો કાર હતી. આ ગાડીને મોડી રાતે લગભગ એક વાગ્યે ઊભી કરાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેમાં જિલેટીનની 20 સ્ટિક્સ હતી. આ ગાડીની અંદરથી એક પત્ર પણ મળ્યો હતો, જેની તપાસ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ગાડીનો જે રજિસ્ટ્રેશન નંબર છે એ મુકેશ અંબાણીના સુરક્ષા કાફલામાંના એક વાહન સાથે મેચ થાય છે. એવામાં ક્રાઈમ બ્રાન્ચ આ એન્ગલથી પણ તપાસ કરી રહી છે. હાલ તો આ વેહિકલને સીલ કરી દેવાયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version