મુંકેશ અંબાણીના ઘર બહાર મળેલી કારમાંથી મળી ચિઠ્ઠી, ધમકી આપતાં લખ્યું- નીતા ભાભી, મુકેશ ભૈયા, આ તો માત્ર એક ઝલક છે

હાલમાં મુકેશ અંબાણીના ઘરે બધુ સામાન્ય નથી. કારણ કે ‘એન્ટિલિયા’ની બહાર ગત દિવસે એક શંકાસ્પદ ગાડી મળી હતી અને ત્યારથી જ હોબાળો મચી ગયો હતો. દેશની સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરે આ રીતે થવાથી હાલમાં ચારેકોર માહોલ તંગ છે અને હાહાકાર મચી ગયો છે.

માત્ર કાર જ નહીં પણ આ કારમાંથી જિલેટિનની 20 સ્ટિક્સ મળી આવી હતી, સાથે જ અમુક અન્ય દસ્તાવેજ પણ મળી આવ્યા છે, ત્યાર પછી મામલાની તપાસ માટે મોટી મોટી એજન્સીઓને લગાવવામાં આવી છે.

image source

આ મામલે મહારાષ્ટ્ર સરકારે પણ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે, સાથે જ અત્યારસુધી આ મામલામાં કેસ પણ નોંધી લેવાયો છે. સીસીટીવીથી પુરાવા શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે જ આ કારમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે. આ ચિઠ્ઠીએ બધાને થથરાવી મૂક્યા છે, કારણ કે એમાં લખવામાં આવ્યું છે-‘મુકેશ ભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે.

image source

જો વિગતે વાત કરીએ તો મળી આવેલી ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છે કે- ‘મુકેશ ભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે. નીતા ભાભી, મુકેશ ભૈયા, આ તો માત્ર એક ઝલક છે. બીજી વખત પુરો સામાન થઈને તમારી પાસે આવશે અને બધી વ્યવસ્થા થઈ ગઈ છે.

જો સમગ્ર કેસની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીના એન્ટિલિયા ઘરની બહાર મળી આવેલી એક શંકાસ્પદ ગાડીના મામલામાં મુંબઈ ગામદેવી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં 286, 465, 473, 506(2),120(B) IPC and u/s 4 of Explosive Substances Act 1908 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

કાર મળવાના મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ સાથે સાથે એન્ટી ટેરરિઝ્મ સ્ક્વોડ પણ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આસપાસના સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે, જેથી ગાડી ક્યાંથી ક્યાં આવી અને કેવી રીતે ઊભી કરવામાં આવી એની માહિતી મળી શકે

પણ આ બધા વચ્ચે જિલેટિન મળવાનો મામલો ખુબ ગંભીર માનવામાં આવે છે કારણ કે આતંકી એન્ગલની પણ શોધ કરવામાં આવી રહી છે અને પોલીસે તો ત્યાં સુધી જણાવ્યું છે કે એન્ટિલિયાની બહાર જે ગાડી મળી એ સ્કોર્પિયો કાર હતી. આ ગાડીને મોડી રાતે લગભગ એક વાગ્યે ઊભી કરવામાં આવી છે અને જેમાં 20 જિલેટિનની સ્ટિક્સ હતી.

image source

આ ગાડીની અંદર એક લેટર પણ મળી આવ્યો છે અને જેની હાલમાં ગંભીર રીતે તપાસ કરવામાં આવી રહી છે. ગાડીનો જે રજિસ્ટ્રેશન નંબર છે એ મુકેશ અંબાણીના સુરક્ષાકાફલામાં એક વાહન સાથે પણ મેચ થયો છે અને જેના કારણે ચિંતા વધી છે. એવામાં ક્રાઈમ બ્રાન્ચ આ એન્ગલથી પણ તપાસ કરી રહી છે. વેહિકલને સીલ કરી દેવાયું છે. ત્યારે હવે ચારેકોર એ જ ચિંતા છે કે આખરે આ કેસ કોનો હોઈ શકે અને શું થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!