ચકલું પણ ફરકી ન શકે મુકેશ અને નીતા અંબાણી પાસે એવો કડક હોય છે સુરક્ષા

દેશના જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત એવા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના વૈભવી ઘર ‘એન્ટિલિયા’ ની બહાર થોડા દિવસો પહેલા એક કારમાં વિસ્ફોટક મળી આવ્યા બાદ ખળભળાટ મચી ચુક્યો છે.

image source

આ ઘટના બાદ તેમના ઘરની અને પરિવારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ફોર્બ્સના અહેવાલ મુજબ મુકેશ અંબાણી 81.3 અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે અને તે વિશ્વભરના ટોચના 10 અબજોપતિઓમાં શામેલ છે. ત્યારે સ્વાભાવિક છે કે તેમની સુરક્ષા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોય

image source

તો ચાલો તમને જણાવીએ કે મુકેશ અંબાણી દેશના એકમાત્ર ઉદ્યોગપતિ છે જેને ઝેડ પ્લસ કેટેગરીમાં સુરક્ષા મળી છે. ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી જેવા નેતાઓને આ કેટેદરીમાં સુરક્ષા મળી છે. મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.

image source

ઝેડ પ્લસ સુરક્ષાની વાત કરીએ તો આ કેટેગરીમાં મુકેશ અંબાણીની સુરક્ષા માટે 55 સુરક્ષાકર્મીઓ તૈનાત રહે છે. આ સુરક્ષા જવાનોમાં એનએસજી અને એસપીજીના કમાન્ડો પણ સમાવેશ થાય છે. આ બંને જૂથોના કમાન્ડો ખાસ રીતે પ્રશિક્ષિત હોય છે અને સુરક્ષા કરવામાં ખૂબ નિષ્ણાંત હોય છે. સુરક્ષા સિસ્ટમમાં પહેલા એનએસજી કમાન્ડો હોય છે અને બીજા સ્તરમાં એસપીજીના સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. આ સિવાય આઇટીબીપી અને સીઆરપીએફના જવાનો પણ તેમાં સામેલ હોય છે.

image source

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પાસે સંપૂર્ણ બુલેટપ્રૂફ કાર પણ છે જેમાંથી એક છે બીએમડબલ્યુ 760 એલઆઈ અને બીજી મર્સિડીઝ બેન્ઝ એસ 660 છે. મુકેશ અંબાણી આ બેમાંથી એક કારનો જ ઉપયોગ કરે છે. તેમના કાફલામાં બે રોયલ એનફિલ્ડ બાઈક પણ છે જે કારના કાફલામાં સૌથી આગળ ચાલે છે.

image source

મુકેશ અંબાણીની સુરક્ષા માટે દર મહિને 20 લાખનો ખર્ચ થાય છે. આ વાતને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. પરંતુ આ અરજીને ફગાવી દેવામાં આવી હતી કારણ કે આ તમામ ખર્ચ મુકેશ અંબાણી ખુદ ભોગવે છે. સામાન્ય રીતે દેશના વીવીઆઈપી લોકોને સુરક્ષા આપવામાં આવે તો તેનો ખર્ચ સરકાર ભોગવે છે. પરંતુ મુકેશ અંબાણી પોતાની અને પોતાના પરિવારની સુરક્ષામાં થતો ખર્ચ ખુદ ભોગવે છે.

image source

નીતા અંબાણીને પણ વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. તેમની સુરક્ષામાં 10 સીઆરપીએફ કમાન્ડો હથિયારોથી સજ્જ થઈ તૈનાત રહે છે. નીતા અંબાણી જ્યાં પણ જાય છે ત્યાં આ કમાન્ડો સાથે રહે છે. તેવામાં જ્યારે તેમના ઘર પાસેથી વિસ્ફોટક ભરેલી કાર અને ધમકીભર્યો પત્ર મળ્યો છે ત્યારે ફરી એકવાર તેમની સુરક્ષા વ્યવસ્થાની વિગતો ચર્ચામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!