મુકેશ ખન્નાના મોટા ભાઇનું નિધન, 8 દિવસ પહેલા કોરોનાને હરાવીને ઘરે આવ્યા હતા અને આવ્યો હાર્ટ એટેક

બીઆર ચોપડાની ‘મહાભારત’ અને સિરિયલ ‘શક્તિમાન’માં મુખ્ય ભૂમિકા ભજવીને અત્યંત લોકપ્રિય બનેલા અભિનેતા મુકેશ ખન્નાના મોટા ભાઈ સતીષ ખન્નાનું નિધન થયું છે. તે 84 વર્ષના હતા. 8 એપ્રિલે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. કોરોના ચેપને લગતી ગૂંચવણોને પગલે હાર્ટ એટેકથી મુંબઇ સ્થિત તેમના ઘરે તેમનું નિધન થયું હતું.

image source

મુકેશ ખન્નાના મોટા ભાઈનું શનિવારે અવસાન છે. એક ટીવી ચેનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે તેઓ શનિવારે બપોરે ખૂબ જ નબળાઈ અનુભવતા હતા. પછી થોડા સમય પછી ભાઈને અચાનક હાર્ટ એટેક આવ્યો. મુંબઇના બાંદ્રાના પાલી હિલ વિસ્તારમાં રહેતા સતીષ ખન્નાને હુમલો આવતા જ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેને હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

image source

મુકેશ ખન્નાએ વાત કરી કે તેના ભાઈ પણ કોરોનાની બીજી લહેરની ઝપેટમાં આવી ગયા છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી, તે ક્વોરેન્ટાઇન હતા અને ડોકટરોએ આપેલી તમામ સાવચેતી રાખતા હતા .8 એપ્રિલે તેનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. પરંતુ કોરોનાને હરાવીને 8 દિવસ પછી તેનું મોત નીપજ્યું. ભાઈને યાદ કરતાં તેમણે કહ્યું કે ભાઈ સાહેબને નાનપણથી જ ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ જેવી ઘણી રમતો રમવાનો શોખ હતો. તે ટેનિસનો ખૂબ શોખીન હતો. જ્યાં સુધી તેને કોરોના નહોતો થયો ત્યાં સુધી તે શારીરિક રીતે તંદુરસ્ત હતા અને દરરોજ ટેનિસ રમતા હતા.

તમને જણાવી દઈએ કે મુકેશ ખન્ના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તાજેતરમાં, કોરોના દર્દીઓ, હોસ્પિટલો, ઓક્સિજન સિલિન્ડર, રીમડિસિવિરના ઇન્જેક્શનની અભાવ વિશે સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયા આવી હતી. ઉલ્લેખનીય છે કે 2020માં દેશમાં લોકડાઉન શરૂ થયું ત્યારથી જ ધાર્મિક સીરિયલ્સ ધૂમ મચાવી રહી હતી.

રામાનંદ સાગરની રામાયણે વિશ્વ રેકોર્ડ પણ બનાવી દીધો હતો અને આ શોને એક જ દિવસમાં કરોડો લોકોએ જોયો હતો. રામાયણ બાદ મહાભારત પણ દર્શકોનો ફેવરિટ શો હતો. આ શોમાં ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવી ચૂકેલા મુકેશ ખન્ના અને દુર્યોધનની ભૂમિકા કરી ચૂકેલા પુનીત ઈસ્સરે થોડાં સમય પહેલાં જ ટેલિવિઝન જગતની ક્વીર એકતા કપૂર સાથે જોડાયેલા મુદ્દા પર પોતાના અભિપ્રાય આપ્યા હતા.

image source

મુકેશ ખન્નાએ થોડાં સમય પહેલાં જ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ એકતા કપૂર પર એ વાતને લઈને ભડકી ગયા હતા કે, એકતાએ મહાભારતને ગ્લેમરસ અંદાજમાં રજૂ કરવાની કોશિશ કરી હતી. તેણે મહાભારતની સ્ટોરી લાઈન બદલવા અને અમુક વસ્તુઓને હદથી વધારે મોર્ડન બનાવવા માટે એકતા કપૂરની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, સિક્સ પેકવાળા એક્ટર્સ ક્યારેય મહાભારતના પાત્રો સાથે ન્યાય નહીં કરી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!