મુંબઈના આ મહિલા ડોકટરની કરુણ કહાની.. ફેસબુક પર લખ્યું, ‘કદાચ આ મારું છેલ્લું ગુડ મોર્નિંગ હશે’… અને પછી બીજા જ દિવસે કોરોનામાં થયુ મૃત્યુ

કદાચ આ મારા જીવનનું છેલ્લું ગુડ મોર્નિંગ હોઈ શકે, કદાચ આ પ્લેટફોર્મ પર હું તમને ફરી ક્યારેય નહીં મળી શકું, તમે સૌ તમારું ધ્યાન રાખજો, શરીર મૃત્યુ પામે છે પરંતુ આત્મા નહીં. આત્મા અમર હોય છે. આ અંતિમ શબ્દો સેવરી ટીબી હોસ્પિટલના 51 વર્ષીય વરિષ્ઠ મહિલા તબીબી અધિકારી ડોકટર મનીષા જાધવના હતા. મીડિયા અહેવાલો અનુસાર સોમવારે કોરોનાને કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

image source

નોંધનીય છે કે આખી હોસ્પિટલમાં ડોકટર મનીષા જાધવ તેમની વિશેષ ક્લિનિકલ અને પ્રશાસનિક ભૂમિકાઓને સારી રીતે નિભાવવા માટે જાણીતા હતા. અહેવાલ મુજબ ડોકટર જાધવ, સિવિક હેલ્થ સેટઅપમાંથી કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પામનાર પ્રથમ ડોકટર છે.

અમે તો અસહાય છીએ, તમે સાવધાન રહો : ડો. તૃપ્તિ

image source

કોરોના મહામારીના આ સંકટમાં બધાની નજર રસી તૈયાર કરી રહેલા વૈજ્ઞાનિકો અને ડોકટરો પર છે. પડકાર જનક આ માહોલમાં હવે આ કોરોના વોરિયર્સની ધીરજ પણ ધીમે ધીમે જવાબ દેવા લાગી છે. તેમ છતાં તેઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને લોકોને સાવધાન રહેવા અપીલ કરે છે.

મુંબઈના સંક્રમણથી ફેલાતા રોગના નિષ્ણાંત ડોકટર તૃપ્તિનો એક આવો જ ભાવુક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે આંસુઓ રોકવાનો પ્રયાસ કરતા જણાવે છે કે આવો સમય અમે પહેલા ક્યારેય નથી જોયો જ્યારે એક સાથે મોટી સંખ્યામાં દર્દીઓને સંભાળવા પડ્યા હોય. અમે લોકોને ઘરમાં જ ઓક્સિજન લગાવી સંભાળી રહ્યા છીએ.

હાલની સ્થિતિમાં ઇમોશનલ બ્રેકડાઉન ડોકટરોમાં પણ ક્યાંકને ક્યાંક થઈ રહ્યું છે. એટલા માટે તમારું ધ્યાન રાખો અને પોતાને સુરક્ષિત રાખવા પ્રયત્ન કરો. કોરોનાને હળવાશથી ન લો અને હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ માટે દુઆ / પ્રાર્થના કરો.

image source

વીડિયોમાં આટલું બોલતા ડોકટર તૃપ્તિની આંખો ભીની થવા લાગે છે. ધીમે ધીમે ઘણા શહેરોની હાલત ખરાબ થતી જાય છે, દર્દીઓ માટે બેડ નથી, આવી પરિસ્થિતિ અમે પહેલા ક્યારેય નથી જોઈ, અમે અસહાય છીએ, જો તમને એમ લાગતું હોય કે તમને ગયા વર્ષે કોરોના ન થયો એટલે તમે સુપર હીરો છો અને તમારી ઇમ્યુનિટી સારી છે તો તમે ખોટા વહેમમાં ન રહેતા.

અમે લોકો 35 વર્ષના યુવાનોને જોઈ રહ્યા છીએ જેઓ વેન્ટિલેટર પર છે અને તેની સ્થિતિ નાજુક છે. અમે તમને એ સ્થિતિમાં નથી જોવા માંગતા. કોરોના વાયરસ હજુ બધા સ્થળોએ છે અને એટલા માટે જ્યારે પણ ઘરની બહાર જાવ ત્યારે માસ્ક અચૂક પહેરીને જાવ. તાવ આવે તો ગભરાવ નહીં અને જરૂર પડે તો હોસ્પિટલમાં દાખલ થઈ જાવ કારણ કે તમારી જરૂરિયાત તમારા કરતા વધુ છે. ડોકટરના સંપર્કમાં રહો અને કોરોનાની રસી લગાવો.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 168 ડોક્ટરોના મૃત્યુ

image source

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) મુજબ મહારાષ્ટ્રમાં કુલ 18,000 ડોકટર, કોરોનાથી સંક્રમિત થયા છે. જે પૈકી કોરોના સંક્રમણને કારણે 168 ડોકટરોના મોત નિપજ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *