મુંબઈની હોસ્પિટલમાં 4 મહિનાના ધૈર્યરાજને 16 કરોડનું ઈન્જેક્શન અપાયું, જાણો શું કહી રહ્યા છે ડૉક્ટર

4 મહિનાના ધૈર્યરાજને 16 કરોડનું ઇન્જેક્શન અપાયું છે, ધૈર્યરાજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ્યો છે. ધૈર્યરાજને ઇન્જેક્શન આપવામાં આવ્યું એ પછી ધૈર્યરાજનો જીવ બચાવવામાં દાન આપનાર તમામ લોકોનો આભાર માન્યો હતો.

મહીસાગર જિલ્લાના કાનસેર ગામનો ધૈર્યરાજ સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ફેક્ટ શીટ-1(એસએમએ-1) નામની દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યો છે, જોકે હવે તેનો ઇન્જેક્શન મળતા તેનો નવજીવન મળ્યું છે - Divya Bhaskar
image source

તમને જણાવી દઈએ કે 4 મહિનાનો નાનકડો ધૈર્યરાજ (એસએમએ-1) નામની દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યો છે. અને આ બીમારીથી એને બચાવવા માટે16 કરોડ રૂપિયાની કિંમતનું ઇન્જેક્શન લગાવવુ ખૂબ જ જરૂરી હતું. એ તો સ્વાભાવિક જ છે કે એક મધ્યવર્ગીય પરિવાર પાસે આટલા બધા પૈસા ન હોય, તેથી ધૈર્યરાજના પિતા રાજદીપસિંહ રાઠોડે ધૈર્યરાજના નામે ‘ઈમ્પેક્ટ ગુરુ’ નામની એનજીઓમાં ખાતું ખોલાવીને દાન માટે અપીલ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં ધૈર્યરાજ માટે 16 કરોડથી પણ વધુ દાન મળ્યું હતું.

ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી ધૈર્યરાજ માટે દાનની સરવાણી વહી હતી, ધૈર્યરાજ સ્વસ્થ થઇને ઘરે આવશે
image source

ધૈર્યરાજના પિતાની અપીલ પછી ધૈર્યરાજના ખાતામાં ફક્ત રૂ. 16 લાખ જમા થઈ શક્યા હતા, પરંતુ, એ પછી મીડિયા ધૈર્યરાજની મદદે આવ્યું હતું અને એમના થકી ધૈર્યરાજની બીમારીના સમાચારો ખૂણેખૂણા સુધી પહોંચી ગયા હતા અને એ બાદ ધૈર્યરાજના ખાતામાં 16 કરોડથી વધુ રકમનું દાન જમા થઇ ગયું હતું અને દાનનો આ પ્રવાહ હજુ પણ ચાલુ છે.

રૂ. 16 કરોડનું એક ઈન્જેક્શન અમેરિકા મંગાવ્યું હતું
image source

ધૈર્યરાજને ઇન્જેક્શન અપાયું એ પછી ધૈર્યરાજનાં માતા-પિતાએ તેમના પુત્રને સાજો કરવા દાન આપનારા તમામ દાનવીરોનો ખરા હૃદયથી આભાર માન્યો હતો. ધૈર્યરાજ માટે ગુજરાત અને દેશ જ નહિ પણ વિદેશમાંથી પણ દાન મળ્યું હતું, આ રોગની સારવાર માટે રૂ. 16 કરોડનું એક ઈન્જેક્શન અમેરિકાથી આવતા આજે મુંબઈની હોસ્પિટલમાં ધૈર્યરાજને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.

સ્પાઇનલ મસ્ક્યુલર અટ્રોફી ફેક્ટ શીટ 1 બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાઈકલમાં પ્રોટીન ઉત્પન્ન કરે છે, જે માનવ શરીરમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે. પરંતુ તેમાં ખામી હોય ત્યારે ન્યુરોન્સનું સ્તર જળવાતું નથી. તેથી કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે જેને પરિણામે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી સર્જાય છે.

ગુજરાત સહિત દેશ અને વિદેશમાંથી પણ દાન મળ્યું
image source

તમને જણાવી દઈએ કે આ રોગ બાળકને માતા-પિતા તરફથી વારસામાં મળતો રોગ છે, જે જનીનિક ખામીના કારણે થાય છે. અને આ રોગનો ઈલાજ પણ ખૂબ મોંઘો છે. આ માટે અમેરિકાથી રૂ. 22 કરોડ જેટલી કિંમતનું ઈન્જેક્શન મંગાવવું પડે છે, જેને ડિસેમ્બર-2016માં યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનની માન્યતા પણ મળેલી છે. આ ઈન્જેક્શનની મદદથી પ્રોટીનનું પ્રમાણ વધારી શકાય છે, જે માંસપેશીઓની હિલચાલ અને કામ કરવાની શક્તિ પણ વધારે છે.

જ્યારે ધૈર્યરાજનો જન્મ થયો ત્યારે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામમાં રહેતા તેના પિતા રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ સહિત સમગ્ર પરિવાર ખૂબ જ ખુશ હતો પણ જ્યારે તેઓને ધૈર્યરાજની બીમારી અંગે જાણ થઈ થઈ ત્યારે તો કુદરત સામે લાચાર થઈ ગયા હતા.

આ નાનકડા ધૈર્યરાજને પરિવારજનો હોસ્પિટલમાં લઇ જતાં ચકાસણી દરમિયાન નિષ્ણાત ર્ડોક્ટરે જણાવ્યું હતું કે ધૈર્યરાજે જન્મજાત ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે, જેને એસએમએ-1(Spinal Muscular Atrophy Fact Sheet)તરીકે ઓળખવામાં આવે છે, જેને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશિટ કહેવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્ય ભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!