મુંબઇમાં મુશળધાર, દરિયો ગાંડોતૂર, હજુ આટલા કલાક છે ભારે, વધુ વિગતો જાણી લો તમે પણ

કોરોનાના કહેરમાં જ્યારે મુંબઈ દેશમાં પ્રથમ ક્રમે છે, એવા સમયે વધુ એક મુસીબત હવે આકાશ માર્ગેથી આવી પડી છે. કોરોનાના આ કહેર વચ્ચે મુંબઈ વાસીઓની મુશ્કેલી એક પછી એક જાણે રાહ જોઇને બેઠી હોય એમ વધી રહી છે. છેલ્લા 24 કલાકથી મુંબઈમાં એકધારો વરસાદ વરસી રહ્યો છે. ચોવીસ કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ ચુકી છે.

Image Source

આ સ્થિતિ હજુ વધારે બગડવાની સંભાવના છે, હવામાન ખાતાએ પણ આવનારા 24 કલાક ભારે વરસાદની આગાહી સાથે મુંબઈમાં રેડ અલર્ટ આપ્યું છે. જો કે આ સાથે જ થાણે, નાસિક અને પાલઘરમાં પણ ભારેથી અતિભારે વરસાદના પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Image Source

રાયગઢ, ઠાણે, નાસિક અને પાલઘરમાં રેડ એલર્ટ

મળતી માહિતી મુજબ મુંબઈના અનેક વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકથી વરસી રહેલા વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તેમજ હવામાન ખાતે પણ આવનારા 24 કલાકમાં ભારે વરસાદની આગાહી સાથેના હાઈટાઇડ એલર્ટની જાહેરાત કરી છે. આ વરસાદના કારણે હિંદમાતા, સાયન, કુર્લા, દાદરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન થઈ રહ્યા છે. વરસાદના પગલે નદી અને નાળાઓમાં પણ પાણીની ભારે આવક થતા પાણી ભરાઈ રહ્યા છે. વિલે પાર્લેમાં તો કેટલાક વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન થઇ રહ્યા છે. જો કે આવનારા ૨૪ કલાકમાં હજુ ભારે વરસાદની આગાહી હોવાના કારણે હવામાન વિભાગે રાયગઢ, ઠાણે, નાસિક અને પાલઘરમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે.

Image Source

નાલાસોપારામાં ઘૂંટણ સમા પાણી ભરાયા

હાલમાં મુંબઈમાં છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે મુંબઈનું જનજીવન જાણે થંભી ગયું છે. નદી અને નાળાઓ સંપૂર્ણ પણે ભરાઈ ચુક્યા છે. માછીમારોને હાલમાં દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ દરમિયાન નાલાસોપારા વિસ્તારની સ્થિતિ સૌથી વધારે ખરાબ છે. અહીની શેરીઓમાં પણ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે.

Image Source

વિલે પાર્લેમાં પાણી લોકોના બારણે

નાલાસોપારા પછી વિલેપાર્લેમાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જો કે પાણી હવે રસ્તાઓ પર વધવાથી લોકોના ઘર સુધી આવી ગયું છે. કેટલાક લોકોના તો ઘરમાં પણ પાણી ભરાયા છે.

Image Source

શહેરમાં જૂની ઇમારતોને જોખમ

આ મુશ્કેલીના સમયે જ્યારે કોરોના સહીત વરસાદ પણ કેર વર્ષાવી રહ્યો છે, ત્યારે ભારતીય હવામાન ખાતા એટલે કે આઈએમડીએ પણ ભારે વરસાદની ચેતવણી આપતા જણાવ્યું હતું કે શહેરમાં રહેલી જૂની ઈમારતોને આ વરસાદના કારણે જોખમ ઉભું થઇ શકે છે. વધુમાં એમણે લોકોને પોતાના ઘરોમાંથી બહાર ન નીકળવાની સલાહ પણ આપી હતી, અને જણાવ્યું હતું કે આ પગલે આગામી એક-બે દિવસ દરમિયાન વરસાદથી ટ્રાફિકને પણ અસર થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત