માત્ર એક ભૂલે પરિવારના 18 લોકોને કોરોનાથી કર્યા સંક્રમીત, જાણો કેવી રીતે મેળવ્યો છૂટકારો?
માત્ર એક ભૂલે પરિવારના 18 લેકોને કોરોનાથી કર્યા સંક્રમીત – જાણો કેવી રીતે મેળવ્યો છૂટકારો ?

મુંબઈનું આ સંયુક્ત કુટુંબ છે જેમાંના 18 સભ્યોને કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું હતું. એક પછી એક ઘરના લોકો બિમાર પડતા ગયા, કોઈ ઉધરસ ખાતું તો કોઈ છીંક ખાતું. આખાએ ઘરમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. પરિવારની સભ્ય નેહાલી પવાર જણાવે છે કે કેવી રીતે કોરોના વાયરસ સંક્રમણ કેર બનીને તેમના પરિવાર પર ટૂટ્યું. 18 સભ્યોનું તેમનું સંયુક્ત કુટુંબ મુંબઈના વડાલા નજીક રહે છે.
જો કે આ વિસ્તાર ઝુપડપટ્ટી તેમજ ગીચ વસ્તીથી ઘેરાયેલો છે પણ નેહાલીના ઘરમાં નવ ઓરડા છે. કોરોનાના કારણે લગાવવામાં આવેલા લોકડાઉન દરમિયાન દેશમાં બીજા કુટુંબની જેમ જ તેમનું કુટુંબ પણ ઘરમાં જ પુરાઈ રહ્યું. કુટુંબના સભ્યો અલગ-અલગ ભોજન બનાવીને, સાથે જમતા, સાથે રમતા, ક્યારેક ગીતો ગાતા તો ક્યારેક પત્તા રમતા કેટલીક વાર તો આખી આખી રાત જાગીને તેઓ રમતા.

પણ મહિનામાં તેમનો આ બધો જ આનંદ ક્યાંક ઓંસરી ગયો કારણ કે કોરોના વયારસે તેમના દરવાજે ટકોરા દીધા હતા. અને ધીમે ધીમે કરતાં આખો પરિવાર કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયો પણ તેમણે કોરોના સામેની આ લડાઈ જીતી લીધી.
માત્ર એક ભૂલે પરિવારને સંક્રમિત કર્યું
નેહાલી જણાવે છે કે બધા જ સભ્યો ઘરની અંદર જ રહેતા હતા અને બધી જ જરૂરી સાવચેતીઓ તેઓ રાખી રહ્યા હતા. તેણી જણાવે છે, ‘કોરોનાને લઈને સરકાર અને WHO દ્વારા જે નિયમ જણાવામાં આવ્યા હતા તે બધા જ નિયમોનું અમે પાલન કરી રહ્યા હતા. અમે વારંવાર હાથ ધોતા રહેતા, બહારથી ઘરની અંદર આવતા દરેક સામાનને વ્યવસ્થિત ધોઈ લેતા, શાકભાજીને પણ ધોઈ લેતા, ઘરમાં સંપૂર્ણ સ્વચ્છતા પણ રાખતા, સેનેટાઇઝરનો પણ ઉપયોગ કરતા, ગાડી પણ ચોખ્ખી રાખતા.’

‘કુટુંબનું કોઈ સભ્ય ઘરની બહાર જાય તો તેમના વસ્ત્રો પણ ગરમ પાણીથી ધોતા. માત્ર તેટલું જ નહીં પણં ચામાં પણ લવીંગ અને તજ નાખીને પીતા, પાણી પણ ગરમ જ પીતા. ટુંકમાં અમે દરેક સાવચેતી રાખતા’
નેહાલી એક કંપનીમાં કામ કરે છે અને લોકડાઉન બાદ તે ઘરેથી જ કામ કરી રહી હતી. પણ કુટુંબના કેટલાક સભ્યોને કામ માટે બહાર જવું પડતું હતું અને નેહાલીને આ બાબતથી ચિંતા થયા કરતી હતી. નેહાલીના પતિ અમિત વિજય પવાર એક ખાનગી હોસ્પિટલમા કામ કરતા હતા જે આવશ્યક શેવાઓ હેઠળ આવતી હતી.
આવામાં તેઓ ઘણીવાર બે-ત્રણ દિવસ કામ માટે ઘરની બહાર રહ્યા. તેમના દિયર સિક્યોરિટિ એજન્સીમાં કામ કરે છે અને તે અમિત સાથે જ કામ પર જતા હતા. નેહાલીના સસરા તે વિસ્તારના જાણિતા સોશિયલ વર્કર છે.

નેહાલી પોતાની ભૂલ વિષે જણાવે છે કે તેમના કુટુંબે માત્ર એક જ ભૂલ કરી અને તે એ હતી કે પરિવારનો જે સભ્ય ઘરની બહાર જાય તેનાથી અંતર નહીં રાખવાની તે ભૂલ હતી. જો તેનાથી અંતર રાખવામાં આવ્યું હોત અને તે સંક્રમિત થયો હોત તો પણ કુટુંબના સભ્યો તેનાથી બચી શક્યા હોત. પણ તેમણે તેવું ન કર્યું. તેણી જણાવે છે કે અમે ઇમોશ્નલ લોકો છીએ બધા જ સાથે રહીએ છીએ. અને તેવામા કોઈ એક વ્યક્તિને દૂર રાખવી યોગ્ય નથી. પણ વાસ્તવમાં મારા પતિએ પરિવારના સભ્યોથી દૂર રહેવું જોઈતું હતું. કદાચ તેમણે થોડા દિવસ ઘરથી જ દૂર રહેવું જોઈતું હતું. પણ જ્યારે પણ તેઓ કામ પરથી પાછા આવતા અમે સામાન્ય દિવસોની જેમ જ તેમની સાથે હળતા મળતા.
કેવી રીતે જાણ થઈ કે અમિતને કોરોનાનું સંક્રમણ છે ?

21 એપ્રિલે જ્યારે અમિત પવાર કામ પરથી પાછા આવ્યા ત્યારે તેમને તાવ આવી ગયો. બે દિવસમાં તેમનો તાવ ઉતરી ગયો. નેહાલી જણાવે છે, ‘અમે એવું વિચારતા હતા કે જે વ્યક્તિને કોરોના સંક્રમણ હશે તો તે ઉધરસ ખાય, છીંકે. પણ અમિતમાં આવા કોઈ જ લક્ષણ નહોતા. માટે અમે તેમના તાવને ગંભીરતાથી ન લીધો. અમે વિચારી રહ્યા હતા કે કદાચ ઠંડા પાણીમાં નાહવાથી અથવા કુલરમાં વધારે સમય બેસવાથી તેમને તાવ આવ્યો હશે.’
25 એપ્રિલના રોજ આ વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ માટે શિવિર રાખવામા આવી.
પવાર કુટુંબે નક્કી કર્યું કે તેમના ઘરમાંથી જે પાંચ સભ્યો નિયમિત રીતે ઘરની બહાર જાય છે તેમનો ટેસ્ટ કરાવવો જોઈએ.શિવિરમાં જ્યારે ડોક્ટરને ખબર પડી કે અમિતને તાવ હતો તો તેમણે તેનો સ્વેબ ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો.

4 દિવસ બાદ 28 એપ્રિલે અમિત કામ પર પાછા ફર્યા. આ દરમિયાન પીપીઈ કિટ પહેરીને કેટલાક લોકો તેમના ઘરની બહાર ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રે કરવા લાગ્યા. પૂછવા પર તેમને કહેવામાં આવ્યું કે અમિત વિજય પવાર કોરોના પોઝિટિવ છે, હવે તેમના ઘરના કોઈ સભ્યએ બહાર ન નીકળવું, બીએમસીના કર્મચારી તેમનો સંપર્ક કરશે. બીજા દિવસે એક એમ્બ્યુલન્સ આવી અને અમિતને વડાલામાં સ્થિત હોસ્પિટલમાં લઈ ગઈ.
નિહાલી જણાવે છે, ‘મને નહોતી ખબર કે શું કરવું. હું ટૂટી ગઈ હતી. મારા મનમાં પ્રશ્ન ઉભા થતા હતા કે શું હું મારા પતિને ફરીથી જોઈ શકીશ, મારા કુટુંબના બીજા કેટલા સભ્યો સંક્રમિત હશે ? જે પરિવારના સભ્યો સાથે મળીને રાતના ત્રણ-ત્રણ વાગ્યા સુધી પત્તા રમતા હતા તે શું નવી સવાર જોઈ શકશે ?’

ટેસ્ટિંગ બાદના પડકારો
પવાર કુટુંબનું ઘર મોટું હતું તેમાં ઘણા બધા બાથરૂમ હતા. તેવામાં તેમને ઘરે જ ક્વોરેન્ટીન કરવાની મંજૂરી આપવામા આવી. પણ કુટુંબને નહોતી ખબર કે બધા જ સભ્યોનો ટેસ્ટ ક્યારે અને કેવી રીતે થશે આ દરમિયાન જો કોઈ બીમાર પડી ગયું તો શું થશે, તે વિષે તેમને કોઈ જ જાણકારી નોહતી. ત્યાર બાદ બીજા કેટલાક દિવસ બાદ એક પછી એક ઘણા સભ્યો બીમાર પડવા લાગ્યા.

નેહાલી જણાવે છે, ‘અમે રોજ બીએમસીને ફોન કરતા અને અમને જણાવવામાં આવતું કે તેમની પાસે ટેસ્ટિંગ કીટ નથી. આ જ રીતે ત્રણ દિવસ પસાર થઈ ગયા. તે સમયે ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો ટેસ્ટ નહોતો થતો. અમારા હાથમાં ક્વોરેન્ટિનનનો સ્ટેમ્પ લગાવવામાં આવ્યો હતો અને અમે ક્યાંય બહાર પણ નહોતા જઈ શકતા. કે ન તો કોઈ અમારા ઘરે આવી શકતું.’
નેહાલીના એક દિયર આર્ટિસ્ટ છે. તેમણે ફેસબુક લાઈવ દ્વારા પોતાની વાત દુનિયા સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ સોશિયલ મિડિયા અને એક સ્થાનીક ટીવી ચેનલ પર તેમની વાત પ્રદર્શિત કરવમાં આવી. ત્યાર બાદ 2 મેના રોજ બીએમસીની એક ટીમે તેમના પરિવારના સાત સભ્યોનો ટેસ્ટ કર્યો જેમનામાં બિમારીના લક્ષણ દેખાઈ રહ્યા હતા. સાતે સાતના પરિણામ પોઝિટિવ આવ્યા અને તેમને કુટુંબથી દૂર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

ક્વોરેન્ટીનનો સમય
18 લોકોના આ પરિવારના આઠ સભ્યો હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં હતા જ્યારે દસ લોકો ક્વોરેન્ટીનમાં પોતાના ઘરે હતા. તેમાં નાના બાળકોનો પણ સમાવેશ થતો હતો. તેમાંથી ચાર અને 15 વર્ષના બે છોકરાઓ હતા અને 12 વર્ષની એક છોકરી હતી. ચાર વર્ષના બાળકને તેના માતાપિતાથી દૂર કરી દેવામાં આવ્યો. જે તેમના માટે મોટો આઘાત હતો.
પરિવારના દરેક સભ્ય માટે સમય કાઢવો મુશ્કેલ થઈ ગયો હતો

તેણી જણાવે છે, ‘મારા સસરા સેવેન હિલ્સ હોસ્પિટલમા હતા. તેઓ 62 વર્ષના છે અને તેમને ઓક્સીજન પર રાખવામાં આવ્યા હતા. પરિવારના બીજા સભ્ય જે 60 વર્ષના છે તેમને હૃદયમાં ચાર જગ્યાએ બ્લોકેજ છે, તેમને પણ આઈસીયુ વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. બન્ને ડાયાબિટીક પણ છે.’
નેહાલીની પોતાની વાત કરીએ તો તેનામાં કોરોનાના કોઈ જ લક્ષણ નહોતા. શરૂઆતમાં બે દિવસ તેણીને ક્વોરેન્ટીનમાં રાખવામા આવી ત્યાર બાદ તેણીને આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરી દેવામા આવી. તેણી જણાવે છે, ‘ડોક્ટર માત્ર રાત્રે જ ક્વોરેન્ટીન સેન્ટરમાં આવતા હતા. દિવસમાં જે કંઈ પણ અમારી સાથે થતું તે અમારે રાત્રે એકવાર બતાવી દેવાનું. આઇસોલેશન વોર્ડમાં ચોવીસ કલાક નર્સો રહેતી હતી.’

કોવિડ – 19 માટે કોઈ જ ખાસ દવા નથી
નેહાલી પોતાના અનુભવો જણાવતા કહે છે, ‘કોવિડ 19ની સારવાર માટે કોઈ ખાસ દવા તો નથી તેવામાં અમને વિટામિન અને એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવતી હતી. જ્યાં સુધી ખાવાની વાત છે, ત્યાં સારી એવી સ્વચ્છતા હતી, પણ ખાવાનો સ્વાદ, તે વિષે કશું જ કહી શકાય તેમ નથી. અમને એ જ નહોતી ખબર કે અમે શું ખાઈ રહ્યા છીએ.’
જોકે આખી લડાઈમાં અમને લોકોનો સારો અનુભવ થયો છે

તેણી પોતાની પ્રત્યેના લોકોના વર્તન વિષે જણાવે છે કે તેને લોકોનો ખૂબ સારો અનુભવ થયો. સેવેન હિલ્સ હોસ્પિટલમાં દર્દીઓને ઘરેથી ખાવાનું લાવવાની રજા મળતી હતી. માટે તેમના સસરાને તેમની માસી ટીફીન આપતી તો દાદરમાં તેની માતાની એક પાડોશણે પણ તેમની ખૂબ મદદ કરી હતી. તેણી જણાવે છે કે તેને એ વાતનો આનંદ છે કે આ લડાઈમાં અમારો ડગલેને પગલે સારા લોકોનો સામનો થયો.
કોવિડમાંથી કુટુંબીજનોને શું શીખવા મળ્યું

7મે એટલે કે બુદ્ધ પુર્ણિમાના દિવસે અમને ખબર મળી કે અમિતનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો. ત્યાર બાદ દસ-બાર દિવસ બાદ પરિવારના બીજા સભ્યો પણ ઘરે પાછા આવી ગયા. અમે તાલીઓથી તેમનું ઘરમાં સ્વાગત કર્યું. અને હવે એવું લાગી રહ્યું હતુ કે જીવન પહેલા જેવું નથી રહ્યું.
નેહાલી જણાવે છે કે ઘરની બહાર જ નહીં પણ ઘરની અંદર પણ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું જોઈએ. ઘરની બહાર જતા સભ્યોએ ઘરની અંદર રહેતા સભ્યોથી અંતર રાખવું જોઈએ. તેમણે પોતાનો સામાન પણ એકબીજાથી અલગ રાખવો જોઈએ. દરેકે પોતાનું કામ પણ જાતે જ કરવું જોઈએ.
Source: BBC
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત