મુંબઈ કોવિડ હોસ્પિટલમાં લાગી આગ, આટલા લોકોના થયા મોત, ઘટના વિશે જાણીને કંપારી છુટી જશે

કોરોના આવ્યો એ પહેલાં અને એ પછી પણ દવાખાનામાં આગ લાગવાના કિસ્સા અનેક વખત સામે આવી ચૂક્યા છે. એ પછી ગુજરાતમાં અમદાવાદ હોય કે રાજકોટ હોય. એ જ રીતે બીજા રાજ્યમાં પણ કિસ્સા સામે આવે છે. ત્યારે હવે ફરી એકવાર કોવિડ હોસ્પિટલમાં આગનો કેસ સામે આવ્યો છે અને દર્દીઓનો ભોગ લેવાયો છે. આ વાત છે મુંબઇની કે જ્યાં ભાંડુપ વિસ્તારમાં આવેલા એક મોલના ત્રીજા માળે આવેલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે લોકોનાં મોત થયા હોવાના પણ સમાચાર મળ્યા છે. જો કે, હોસ્પિટલમાં દાખલ 76 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા એ એક સારી વાત છે.

image soucre

હાલની પરિસ્થિતિની વાત કરીએ તો સુરક્ષિત દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 22 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આગને કાબૂમાં લેવા પહોંચી હતી. હજુ હાલમાં પણ આગને કાબૂ લેવામાં અને લોકોને બચાવવાનું કામ ચાલુ જ છે. આ ઘટના અંગે વાત કરતાં મુંબઇના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું કે આગના કારણો હજુ સુધી જાણી શકાયું નથી. મેં પહેલીવાર મોલમાં હોસ્પિટલ જોઈ છે. આ કેસમાં કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ કહ્યું કે હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ સહિત 76 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કે જે હવે સુરક્ષિત છે.

જો કે આ કોઈ પહેલીવાર નથી કે આગ લાગી હોય આ પહેલા ગત વર્ષે 27 નવેમ્બરના રોજ ગુજરાતનાં રાજકોટ જિલ્લામાં એક કોવિડ હોસ્પીટલમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પાંચ કોરોનાના દર્દીઓના મૃત્યુ થયા હતા. હોસ્પિટલમાં 33 કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી હતી. કારણમાં મશીનરીમાં શોર્ટ સર્કિટનું કહેવામાં આવ્યું હતું.

image socure

આ સિવાય વાત કરવામાં આવે તો ગયા વર્ષે 21 નવેમ્બરના રોજ ગ્વાલિયરની સૌથી મોટી હોસ્પિટલ જયારોગ્યના કોવિડ સેન્ટરના ICUમાં આગ લાગી હતી. ત્યાં દાખલ 9 દર્દીઓમાંથી 2 દર્દીઓને સામાન્ય ઇજા થઈ હતી. આગ લાગવાના કારણે અફરા તફરીમાં 2 દર્દીઓના મૃત્યુ થયા હતા. એક વેન્ટિલેટર પણ આગમાં સળગી ગયું હતુ.

એ જ રીતે ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક હોટલમાં લાગેલી આગમાં 10 લોકોનાં મૃત્યુ થયા હતા. હોટેલનો ઉપયોગ કોવિડ-19 સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યો હતો. ઘટનાસમયે અહીં 40 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. તેના ત્રણ દિવસ પહેલાં જ 6 ઓગસ્ટ 2020ના રોજ ગુજરાતના અમદાવાદની શ્રેય કોવિડ હોસ્પિટલમાં પણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 8 દર્દીઓનાં મૃત્યુ થયા હતા. ભારતમાં આ રીતે આગના બનાવો બનતા રહે છે અને લોકો જીવતા ભૂંજાતા રહ્યા છે, પરંતુ નમાલી સરકાર ક્યારેય જાગી નથી અને હજુ જાગશે કે કેમ એમાં પણ સવાલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *