મુંબઈના ભૂકંપના આંચકાની જોરદાર અસર થઇ ગુજરાતના આ શહેરમાં, અને પડી એવી તિરાડો કે લોકોમાં છવાયો ભયનો માહોલ

મહારાષ્ટ્ર્રમાં બે દિવસમાં ફરી એકવાર ધરા ધ્રુજી છે. બે દિવસ પહેલા નાસિકમાં બે વખત ભૂકંપના ઝટકા નોંધાયા બાદ આજે પણ ફરી એક વખત મુંબઈમાં ભૂકંપ આવ્યો હતો. આ વખતે મહારાષ્ટ્ર આવેલા ભૂકંપની તીવ્રતાનો અનુભવ ગુજરાત સુધી થયો છે. છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા હતા પરંતુ હવે ભૂકંપની અસર વલસાડ જિલ્લાના કપરાડાના જંગલ વિસ્તારમાં પણ જોવા મળતાં લોકોમાં ભય વ્યાપી ગયો છે. મહારાષ્ટ્રમાં આવેલા ભૂકંપના કારણે વલસાડના આ જંગલમાં જમીનમાં તિરાડો જોવા મળતાં સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.

image source

મુંબઈમાં આજે 3.5. ની તીવ્રતાનો ભુકંપ અનુભવાયો હતો. સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર આ આંચકાનું કેન્દ્રબિંદુ મુંબઈથી લગભગ 102 કિ.મી.ના અંતરે નોંધાયું હતું. જો કે તેમાં કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર મળ્યા નથી પરંતુ વલસાડના કપરાડાના જંગલ વિસ્તારમાં જમીનમાં તિરાડ પડી હોવાનું સામે આવ્યું છે.

image source

આ અંગે જાણવા મળ્યાનુસાર કપરાડાના જંગલ વિસ્તારમાં એક કિલોમીટર સુધીની તિરાડ જમીનમાં પડી છે. જણાવી દઈએ કે બે દિવસ પહેલા મહારાષ્ટ્રના પાલઘર નજીર ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. આજે પણ નાસિકમાં ભૂકંપ અનુભવાયો છે, જેની અસરથી આ તિરાડ પડી હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. હાલ તો આ અંગે તપાસ શરુ કરવામાં આવી છે.

image source

આ તિરાડ ભૂકંપ બાદ ધ્યાનમાં આવતા તપાસ શરુ કરવામાં આવી છે કે તેનું કારણ ભૂકંપ છે કે કેમ. આ તિરાડના કારણે જમીનને નુકસાન થયું છે. જો કે આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે જમીન ધસી જવાની ઘટનાઓ પણ બનતી રહે છે. ત્યારે આ વખતે થયેલી નુકસાનીનું કારણ ભૂકંપ છે કે શું તે તપાસ શરુ કરવામાં આવી છે.

image source

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં પણ આવા જ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ અગાઉ નાસિકમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.0. અને 3.6 નોંધાઈ હતી. આજે મુંબઈમાં ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ છે. નોંધપાત્ર વાત એ પણ છે કે છેલ્લા 6 મહિનામાં દેશના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા અનેક વખત અનુભવાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત