Video: મુંબઈમાં વરસતા વરસાદમાં આ મહિલાએ જે કર્યું તે જાણીને તમને નહીં આવે વિશ્વાસ

દેશભરમાં કોરોનાનો કહેર સતત ફેલાયેલો છે ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં વરસાદે માઝા મૂકી છે. જેમાં મુંબઈગરાઓ પાણીમાં ફસાયા છે. અહીને દ્ર્શ્યો જોઈને તમને કંપારી છૂટી જશે અથવા સિસકારો નીકળી જશે. કોઈના ઘર પાણીમાં ડૂબી ગયા છે.

image source

કોઈને ખાવા કે રહેવા જગ્યા નથી.વાહનો તો જાણે કે બોટની જેમ તરી રહ્યા છે. તો સાથે જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં બતાવાયું હતું કે પાણી જવા માટે જે ગટર ખોલવામાં આવી હતી તેમાં 22 છોકરાઓ પડી ગયા હતા અને સ્થાનિકોએ તેમને મુશ્કેલીથી બહાર કાઢ્યા હતા.

image source

હા 2 દિવસથી વાયરસ થઈ રહેલા આ બાળકોના ગટરમાં ફસાઈ જવાના વીડિયોથી પ્રેરિત થઈને મુંબઈના માટુંગા વેસ્ટમાં એક મહિલા વરસતા વરસાદમાં ગટરનું ઢાંકણું ખોલીને ત્યાં જ ઊભી રહી.

image source

એ એટલા માટે ઊભી રહી કે અહીં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને સાથે જ પાણી પણ વહી જાય તો લોકોને મુશ્કેલી ન પડે. વરસતા વરસાદમાં આ મહિલાએ અન્ય લોકો માટે જે કર્યું તે ખરેખર બિરદાવવા લાયક છે.

વીડિયોમાં તમે જોઈ શકશો કે કઈ રીતે એક લાકડીના સહારે આ મહિલા 5 કલાક સુધી વરસતા વરસાદમાં ઊભી રહી છે અને ફરજ બજાવી રહી છે. મહિલાનો આ વીડિયો લગભગ 8000થી વધારે વખત શેર થઈ ચૂક્યો છે. વીડિયોને 4 લાખથી વધારે વ્યૂઝ મળ્યા છે અને તે 3000થી વધારે રિએક્શન મેળવી ચૂક્યો છે.

અત્યારે મુંબઈની જે સ્થિતિ છે તેણે મુંબઈ વાસીઓને 2005ના જળ પ્રલયની યાદ અપાવી દીધી છે. એક તરફ કોરોનાનો માર અને અન્ય તરફ આ આકાશી આફત.મુંબઈવાસીઓ ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. સતત ધમધમતી મુંબઈ જાણે કે શાંત થઈ ચૂકી છે. લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,