મુંબઇમાં મુશળધાર વરસાદ: આ તારીખ સુધીમાં ગુજરાત સહિત 14 રાજ્યમાં ભારે વરસાદનાં એંધાણ, જાણો તમામ માહિતી

હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ વરસાદને લઈ જે અનુમાન લગાવ્યું હતું તેના કરતાં પહેલા ચોમાસું મુંબઈ પહોંચી ચુક્યું છે. ભારતના હવામાન વિભાગ અનુસાર ચોમાસું મુંબઈ પહોંચી ચુક્યું છે અને આ વર્ષે મુંબઈ અને મહારાષ્ટ્રમાં સારો વરસાદ થશે તેવી સંભાવના છે.

image source

મુંબઈમાં ભારે વરસાદ શરુ થઈ ચુક્યો છે અને બુધવારે બપોર સુધીમાં હાઈટાઈડ માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન દરિયામાં 4થી 5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. વરસાદ થવાથી મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જ્યારે રેલ્વે ટ્રેક પર પણ પાણી ફરી વળતાં લોકોની સમસ્યા વધી હતી.

image source

હવામાન વિભાગ અનુસાર મુંબઈ ક્ષેત્ર અને કોંકણમાં આજથી 13 જૂન વચ્ચે વરસાદ થઈ શકે છે. જો કે પહેલા વરસાદમાં જ મુંબઈ પાણી પાણી થઈ ગઈ અને રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. કેટલાક વિસ્તારોમાં રોડ પર ઘુંટણ સુધી પાણી ભરાયા હોવાથી વાહન ચાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

image source

ભારે વરસાદના કારણે રેલ્વે ટ્રેક પર પણ પાણી ભરાયા છે. મધ્ય રેલ્વેના સાયન સ્ટેશનના ટ્રેક પર પાણી ભરાઈ જતા અને આગામી સમયમાં વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી રેલ્વેએ તમામ ટ્રેનોને અને કર્મચારીઓને એલર્ટ રહેવા કહ્યું છે. ભારે વરસાદના કારણે ટ્રેક પર પાણી ભરાયા હોવાની સ્થિતિને પહોંચી વળવા અને લોકલ ટ્રેન સારી રીતે ચાલે તે માટે રેલ્વે તરફથી એલર્ટ આપવામાં આવ્યું છે.

image source

ભારે વરસાદની આગાહીના પગલે સમુદ્રમાં આજે 4.15 મીટર હાઈ ટાઈડ આવવાની જાણકારી મળી છે. તેથી દરિયાની નજીક કોઈ ન જાય તે માટે ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચોમાસુ મુંબઈમાં 10 જૂન પછી શરુ થાય છે પરંતુ આ વર્ષે ચોમાસું સમય કરતાં પહેલા શરુ થયું છે જેને સારું માનવામાં આવી રહ્યું છે.

image source

આ સાથે જ હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં તેલંગણા, આંધ્ર પ્રદેશમાં પણ ચોમાસું સક્રીય થવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી 11 જૂન ના રોજ બંગાળની ખાડીમાં નોર્થ દિશામાં લો પ્રેસર સર્જાવાનું છે અને તેના કારણે પશ્ચિમ બંગાળ, વિદર્ભ છત્તીસગઢ, ઓડિશા સહિતના રાજ્યોમાં નૈઋત્યના ચોમાસા નું આગમન થશે અને ભારે વરસાદ પડશે.

image source

10 જૂન પછી પૂર્વી ભારત અને મધ્ય ભારતમાં ઓરિસ્સા, પશ્ચિમ બંગાળમાં 11 જૂન, બંગાળ અને બિહારમાં 12 જૂન સુધીમાં ચોમાસું શરુ થશે જ્યારે ગુજરાત સહિત 14 જેટલા રાજ્યોમાં 14 જૂન સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે. 11થી 13 જૂન દરમિયાન વરસાદ થવાની સંભાવના છે આ સમયે દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન પણ ફુંકાઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!