મુંબઇમાં 12 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયું

મુંબઈમાં જળબંબાકાર – લોકલ ટ્રેનમાં ફસાયા સેંકડો લોકો – રેડએલર્ટ કરવામાં આવ્યું જાહેર

મુંબઈમાં વરસાદના રાઉન્ટ સતત ચાલુ છે સતત બે દિવસથી મુંબઇમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. આખીએ મુંબઈ મહાનગરીનું જીવન સાવ જ વેરવિખેર થઈ ગયું છે. ગઈ કાલે અહીં 106 કિ.મીની ઝડપે પવન ફુંકાયો હતો અને શહેરમાં અનેક જગ્યાઓએ વૃક્ષો ધરાશાયી થયા હતા. તો વળી લગભગ બધા જ વિસ્તારોમા પાણી પણ ભરાયા હતા.

image source

મુંબઈ ઉપરાંત મુંબઈ નજીકના પાલઘર, પૂણે, કોલ્હાપુર, સતારા, રત્નાગિરી, થાણે, રાયગઢમાં પણ ભારે વરસાદ પડ્યો છે. મુશ્કેલીમાં ફસાયેલા લોકોને રાહત તેમજ બચાવ પહોંચાડવા માટે એનડીઆરએફની 15 ટીમો ખડેપગે તૈયાર રાખવામાં આવી છે.

image source

આ જળબંબાકારમાં સેંકડો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રાયગઢમાં વરસાદમાં ફસાયેલા 63 લોકોને બચાવવામાં આવ્યા હતા. ગઈકાલ રાત્રે એટલે કે બુધવારની રાત્રે 8.30 વાગ્યાથી આજ સવારના 8.30 વાગ્યા સુધીમાં એટલે કે બાર કલાકમાં 12 ઇંચ વરસાદ પડ્યો છે.

image source

આ દરમિયાન મુંબઈના મસ્જિદબંદર અને ભાયખલા વચ્ચે ટ્રેક પર પાણી ભરાઈ ગયું હતું અને 2 લોકલ ટ્રેન અહીં ફસાઈ ગઈ હતી જેમાં 250 મુસાફરો સવાર હતા. જેમને એનડીઆરએફની ટીમે બચાવી લીધા છે. આ બાર કલાક દરમિયાન સૌથી વધારે વરસાદ દક્ષિણ તેજ મધ્ય મુંબઈમાં પડ્યો છે.

image source

મંગળવારથી જ આમ તો ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. મંગળવાર સવારથી બુધવારની સવાર સુધીમાં એટલે કે 24 કલાકના સમયગાળામાં કોબાલમાં બે ઇંચ અને સાંતાક્રુઝમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આમ અત્યાર સુધીમાં ચોમાસાની સીઝનનો 83 થી 90 ઇંચ વરસાદ પડી ગયો છે.

image source

એક બાજું મુંબઈ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે આ અતિવૃષ્ટિ મુંબઈની કમર ભાંગી રહ્યું છે. મુંબઈની ગલીઓ ગલીઓ જાણે નદીઓમાં ફેરવાઈ ગઈ છે. ઉપર જણાવ્યું તેમ વરસાદથી સૌથી વધારે પ્રભાવિત દક્ષિણ મુંબઈ રહ્યું છે અહીં ચોપાટીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે, તો વળી સેંકડો દુકાનો તેમજ ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે.

અહીંની કેટલીએ જગ્યાઓ પર હોર્ડિંગ્સ ટૂટીને રસ્તાઓ પર ફંગોળાઈ રહ્યા છે. તો વળી તોતીંગ ઝાડ પણ હવામાં ફંગોળાતા જોવામાં આવ્યા હતા અને મૂળિયા સમેત ઉખડી પણ ગયા હતા, કેટલાએ વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આમ જોવા જઈએ તો સાર્વત્રિક મહારાષ્ટ્ર રાજ્યમાં બારેમેઘ ખાંગા થયા છે જેના કારણે સામાન્ય જનજીવન ખોરંભાયું છે.

પણ જે વરસાદ બુધવારની રાત્રીથી શરૂ થઈને ગુરુવાર સવાર સુધી ચાલ્યો તેમાં દક્ષિણ મુંબઈને અત્યંત નુકસાન થયું છે, અહીંના ચોપાટી, નાનાચોક, મરીન લાઇન્સ, બાબુલનાથ, પરેલ તેમજ બ્રીચકેન્ડી સહિત કેટલાએ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અને હજુ પણ મુંબઈ માટે આવનારા 24 કલાક અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી હોવાથી જોખમી છે.

મુંબઈની જે.જે હોસ્પિટમાં પણ પાણી ભરાયા છે. દક્ષિણ મુંબઈમાં આવેલી જાણીતી જસલોક હોસ્પિટના બિલ્ડિંગ પરથી હોર્ડિંગ તૂટી પડ્યું હતું જેનાથી નીચેના વાહનોને નુકસાન પહોંચ્યું હતું. તેમજ હોસ્પિટલની આસપાસના વિસ્તારોમાં પણ કેટલીક જગ્યાએ ઝાડ તૂટી પડ્યા હતા. તો વળી અહીંની બીએસઈ બિલ્ડિંગનું સાઇનબોર્ડ પણ હવામાં ફંગોળાઈ ગયું હતું.

ગુજરાત તેમજ મહારાષ્ટ્ર રેડએલર્ટ પર

હવામાન વિભાગ દ્વારા કરવામા આવેલી આગાહી પ્રમણે આવનારા 24 કલાકમાં ગુજરાત તેમજ મુંબઈ અને થાણે તેમજ ઉત્તર કોંકણમાં ભારે વરસાદ પડી શકે છે. અને આ વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ પણ જાહેર કરવામા આવ્યું છે. તો કર્ણાટક રાજ્યમાં હાલ પુરતું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે.

મુંબઈ નજીકના પુણે, થાણે, પાલઘર તેમજ કોંકણ માટે પણ રેડએલર્ટની જાહેરાત કરાઈ છે. ગત છેલ્લા ચોવીસ કલાકમાં સાંતાક્રુઝમાં 84.2 મીમી અને 53.2 મીમી વરસાદ નોંધાયો છે.

મહારાષ્ટ્ર સરકાર તરફથી પણ લોકોને આવા કટોકટીના સમયે ઘરમાં રહેવાની અપીલ કરવામા આવી છે. આદિત્ય ઠાકરેએ પોતાના ટ્વીટર અકાઉટ દ્વારા આ અપીલ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત