Site icon News Gujarat

અમદાવાદથી વિદાય લેતા પહેલા કમિશ્નર વિજય નેહરા થયા ભાવુક, વ્યક્ત કરી દિલની વાતો

સંભારણું / અમદાવાદથી વિદાય લેતા પહેલા કમિશ્નર વિજય નેહરા થયા ભાવુક, વ્યક્ત કરી દિલની વાતો

image source

રાજ્યના અન્ય શહેરોની સરખામણીએ અમદાવાદ કોરોના સામે લડવામાં કોઈક સ્થાને ચૂક કરી ગયું હોય એવું લાગે છે. ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન-4નો હવે રાજ્યમાં અમલ શરૂ થઇ ગયો છે. ત્યારે અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે અંદાજીત 2 વર્ષ સુધી કાર્યભાર સંભાળનાર અધિકારી વિજય નેહરાની સરકાર દ્વારા રહસ્યમયી પ્રકારે બદલી કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયને લઈને પ્રજા પણ આશ્ચર્યમાં છે. ત્યારે અમદાવાદ છોડતા પહેલા અત્યાર સુધી AMC કમિશ્નર તરીકે ફરજ બજાવનાર વિજય નેહરાએ ટવિટ કરી શહેરની જનતાનો આભાર માન્યો હતો.

image source

વિજય નહેરાએ પોતાની ટ્વિટમાં સ્પષ્ટ લખ્યું હતું કે અમદાવાદનો આભાર, મ્યુનિસિપલ કમિશ્નર તરીકે મારા કાર્યકાળનો સમય યાદગાર બનાવા માટે ઘણો આભાર. અંદાજે 2 વર્ષ જેટલા સમયમાં આપણે ઘણી સફળાતાઓ પ્રાપ્ત કરી. જો કે નેહરાએ કહ્યું કે મે જે શહેરને આપ્યું છે, તેના કરતાં મને આ શહેર પાસેથી વધારે મળ્યું છે. તમારા દ્વારા અપાયેલા આ પ્રેમ બદલ આભાર.

અમદાવાદ છોડતા પહેલા કમિશનરે અમદાવાદ અને જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમ જ વિજય નેહરાએ ટ્વિટરના માધ્યમથી શહેરી જનોને સંબોધીને કહ્યું હતું કે અમદાવાદ શહેર મારા જીવનથી ક્યારેય અલગ ન થઇ સકે તેવા અસ્તિત્વ સાથે અભિન્ન અંગ બની ગયું છે. બાય-બાય અમદાવાદ……

આપને જણાવી દઈએ કે સરકાર દ્વારા વિજય નેહરાને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર પદ પરથી હટાવીને તેમની બદલી ગાંધીનગર ખાતેના રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં એમના સ્થાને મુકેશ કુમારની નિમણુંક અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. અત્યાર સુધી મુકેશ કુમાર ગાંધીનગર શહેરમાં ગુજરાત મરિનટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને ચિફ એક્ઝિક્યુટિવ અધિકારી હતા અને હવે તેમને AMCના મ્યુનિસિપલ કમિશ્નર બનાવાયાં છે.

લોકપ્રિય કમિશનર વિજય નહેર કોણ છે?

image source

વિજય નેહરાએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ બૉમ્બેમાંથી કૅમિસ્ટ્રીમાં એમ.એસ.સી. કર્યું છે. આ સિવાય તેમણે અમેરિકાના બર્કલી ખાતે ગૉલ્ડમૅન સ્કૂલ ઑફ પબ્લિક પોલિસીમાં માસ્ટર ઇન પબ્લિક ઍડિનિસ્ટ્રેશનનો અભ્યાસ પણ કર્યો છે, જે મૂળ રૂપે યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયા બર્કલી સાથે સંલગ્ન છે. ભણતર સાથે અનુભવમાં પણ નહેરા બહોળો અનુભવ ધરાવે છે. વિજય નેહરા લોકસેવામાં જોડાયા એ પહેલાં તેઓ બેંગ્લુરુ ખાતે મુખ્યાલય ધરાવતી આઈ.ટી. (ઇન્ફર્મેશન ટેકનૉલૉજી) કંપની ઇન્ફોસિસ સાથે જોડાયેલા હતા. વિજય નેહરા અમદાવાદ અને વડોદરા જેવાં મહા નગરોમાં જિલ્લા કલેક્ટર પદે પણ રહી ચુક્યા છે. તેમ જ રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. આ સિવાય તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાત સ્ટેટ ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશન (એસ.ટી.)માં મૅનેજિગ ડાયરેક્ટર પદે પણ રહી ચૂકેલા છે.

વિજય નહેરાની રહસ્યમય રીતે બદલી:

image source

ઘણા લોકો વિજય નહેરની બદલીને રાજનૈતિક રંગ આપી રહ્યા છે, તો સામે બદલીના કોઈ ચોક્કસ કારણો દેખાતા નથી. આ બદલી રહસ્યમયી રીતે થઇ હોવાની પણ લોકોમાં ચર્ચા છે. કોરોનાના અસરમાં આવવાના કારણે સેલ્ફ કોરાન્ટાઈન દ્વારા ૧૪ દિવસ સુધી એમને ફરજથી દુર રખાયા બાદ, અચાનક જ એમને બદલીનો પત્ર પકડાવી દેવાયો. જે ખરેખર શહેર અને પ્રજા બંને માટે આશ્ચર્ય પમાડનારું હતું. વિપક્ષે સરકારના આ પગલા અંગે વિરોધ પણ વ્યક્ત કર્યો હતો.

AMC કમિશનરની બદલી પર કોંગ્રેસની પ્રતિક્રિયા

image source

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની અચાનક થયેલ બદલી કરવાના ગુજરાત સરકારના નિર્ણયની ગુજરાત પ્રદેશ કૉંગ્રેસે ટીકા કરી છે. આ સમયે કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કટાક્ષ કરતા કહ્યું કે, ‘જે અધિકારી અમદાવાદમાં કોરોના સંક્રમણ માટે ટેસ્ટિંગની કામગીરી આક્રામક ધોરણે કરી રહ્યા હતા, જે અધિકારી અમદાવાદનું ભૂગોળ અને સામાજિક વ્યવસ્થા સારી રીતે જાણતા હતા, અને જીવના જોખમે કામ કરી રહ્યા હતા, તેનું ફળ એમને મળ્યું છે.’

જ્યારે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ કટાક્ષમાં કહ્યું કે, ‘વિજય નેહરાને વધુ ટેસ્ટ કરવાની સજા મળી છે.’ આ સાથે એમણે એમ પણ કહ્યું કે ‘વિજય નેહરાને રાજ્યના સાચા આંકડાઓ જાહેર કરવાની પણ સજા મળી છે.’ ઉલ્લેખનીય છે કે વિજય નેહરાને હાલમાં જ અમદાવાદ મનપા કમિશ્નર પદેથી હટાવીને એમની બદલી ગ્રામ્ય વિકાસ કમિશ્નર તરીકે ગાંધીનગર કરાઈ છે.

પ્રથમ વખત મનપા કમિશ્નરના સપોર્ટમાં કેમ્પેઈન

image source

અમદાવાદ શહેરના મનપા કમિશ્નર વિજય નહેરાની બદલીના સમાચાર બહાર આવ્યા છે, ત્યારથી જ એમના સમર્થનમાં કેમ્પેઈન શરુ થઇ ગયા છે. ટ્વીટર પર વિજય નેહરા ટ્રેન્ડ થવા લાગ્યા છે. અન્ય સોશિયલ મીડિયા પર તેમના સમર્થનમાં અઢળક લોકો એક થઇ રહ્યા છે, ત્યારે તેમના સમર્થનમાં ટ્વીટર પર હજારો ટ્વીટનો મારો ચલાવવામાં આવ્યો હતો. વિજય નહેરના સમર્થનમાં આવતી ટ્વીટના કારણે થોડા જ સમયમાં ટ્વીટર પર તેઓ ટ્રેન્ડ થવા લાગ્યા હતા. લોકોએ ટ્વીટ દ્વારા કહી રહ્યા છે કે વિજય નેહરાની બદલી ખોટી રીતે કરવામાં આવી છે અને આ સાથે #BringbackVijayNehra હેશટેગ પણ જોડવામાં આવી રહ્યું છે. આ સપોર્ટ અને આક્રોશ સ્પષ્ટ દર્શાવી રહ્યો છે કે અમદાવાદના લોકો વિજય નહેરાને ફરી કમિશ્નર પદ પર જોવા માંગે છે. મનપા કમિશ્નર તરીકે એમની લોકપ્રિયતા પ્રજામાં તેમના કામ પ્રત્યેની નિષ્ઠાને દર્શાવે છે.

કોરોનામાં આ 80 વર્ષના દાદીમાંએ PM કેર ફંડમાં કર્યુ 2 લાખ રૂપિયાનુ દાન, અધધધ…કિલોમીટર ચાલીને ગયા બેંકમાં

કોરોના વાયરસની મહામારી વચ્ચે આયુર્વેદ સાબીત થઈ રહ્યું છે ઉત્તમ, ક્વોરેન્ટાઈનમાં ઉકાળાઓ છે લાભપ્રદ

કોરોના વોર્ડમાં ડ્યુટી આવે ત્યારે સાડા ત્રણ વર્ષની દીકરીને નાના-નાનીને સોંપી દર્દીની સેવા કરતાં કોરોના વોરિયર

નવજાત બાળકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જ્યારે કાળજી સાથે ફિડિંગ કરાવતા બાળક કોઇ પણ દવા વગર થઇ ગયુ સંપૂર્ણ સ્વસ્થ!

ગુજરાતની આ હોટલનુ નામ 5 વર્ષ પહેલા રાખ્યુ હતુ ‘કોરોના’, જ્યાં જઇને લોકો આજે પાડે છે સેલ્ફી અને પછી મુકે છે સ્ટેટસમાં…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version