મિર્ઝાપુરના મુન્ના ભૈયા કરોડોમાં રમે છે … તેમની કુલ સંપત્તિ તમારા હોશ ઉડાવી દેશે, જાણો નેટ વર્થ, આવક, ફી, કાર

હિટ વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ માં મુન્ના ત્રિપાઠીની ભૂમિકા ભજવનાર અભિનેતા દિવ્યાંન્દુ શર્માને હવે કોઈ ઓળખની જરૂર નથી. દિવ્યેન્દુ શર્માનો જન્મ 19 જૂન 1983 માં થયો હતો. પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતનાર દિવ્યેન્દુ પ્યાર કા પંચનામા, ટોયલેટ એક પ્રેમ કથા, બત્તી ગુલ મીટર ચાલુ જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં દેખાય છે. દિલ્હીમાં જન્મેલા દિવ્યેન્દુ શર્મા રાજકીય વિજ્ઞાનમાં સ્નાતક છે. દિલ્હીમાં થિયેટરનો 3 વર્ષનો અનુભવ લીધા બાદ તેમણે FTII, પુણેથી અભિનયમાં બે વર્ષનો ડિપ્લોમા કર્યો.

image soucre

દિવ્યેન્દુએ મિર્ઝાપુર શ્રેણીમાં ‘મુન્ના ભૈયા’ ના પાત્રમાં ઘણો હંગામો મચાવ્યો હતો. તેને આ શ્રેણીમાંથી ઘણી ખ્યાતિ મળી. ‘કાલીન ભૈયા’ના વારસદાર’ મુન્ના ભૈયા પાસે આજે કરોડોની પ્રોપટી છે. અહેવાલ અનુસાર, દિવ્યેન્દુ શર્માની કુલ સંપત્તિ લગભગ 10 કરોડ રૂપિયા છે. દિવ્યેન્દુ એક મહિનામાં 10-15 લાખ રૂપિયા કમાય છે. તેમની શાહી જીવનશૈલીના ઘણા ચાહકો છે.

image soucre

અહેવાલો અનુસાર, દિવ્યેન્દુને મિર્ઝાપુરની એક સીઝન કરવા માટે 50 લાખ રૂપિયા મળ્યા હતા એટલે કે તેણે એક એપિસોડ માટે 5 લાખ રૂપિયા લીધા હતા. મુન્ના ભૈયા આ દિવસોમાં જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે મોટી રકમ લે છે. તે મોંઘા વાહનોના પણ શોખીન છે. દિવ્યેન્દુ પાસે BMW જેવા ઘણા વાહનો છે. તે એક વૈભવી ઘરમાં રહે છે.

image soucre

તમને જણાવી દઈએ કે દિવ્યેન્દુ શર્માએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત માધુરી દીક્ષિતની ફિલ્મથી કરી હતી જેમાં તેમને ખૂબ જ નેનો સાઈડ રોલ કર્યો હતો. ફિલ્મનું નામ આજા નચ લે હતું.

તે પછી, તેની પહેલી ફિલ્મ પ્યાર કા પંચનામા હતી, જેમાં દર્શકોએ તેનો અભિનય ખૂબ પસંદ કર્યો હતો. આ ફિલ્મમાં તેની ભૂમિકા માટે, તેણે મોસ્ટ પ્રોમિસિંગ ન્યૂકમર – મેલ સ્ક્રીન એવોર્ડ જીત્યો. તેમણે ડેવિડ ધવનની ચશ્મે બદ્દૂરની રિમેકમાં કવિ ઓમીની ભૂમિકા પણ ભજવી હતી.

image soucre

આ સિવાય જાણો તેમને ક્યાં વર્ષમાં કઈ ફિલ્મ કરી.

  • 2011 – પ્યાર કા પંચનામા નિશાંત “લિક્વિડ” અગ્રવાલ – સ્ક્રીન એવોર્ડ બેસ્ટ મેલ ડેબ્યુ માટે
  • 2013 – ચશ્મે બદ્દૂર – ઓમકાર “ઓમી” શર્મા
  • 2014 – ઈક્કીસ તોપો કી સલામી – સુભાષ જોશી
  • 2015 – દિલવાલી ઝાલીમ ગર્લફ્રેન્ડ – ધ્રુવ
  • 2016 – અસ્સી નબે પુરે સૌ – ટીંકુ
  • 2017 – ટોયલેટ: એક પ્રેમ કથા – નારાયણ શર્મા
  • 2016 – ધ એન્ડ – સની
  • 2018 – બત્તી ગુલ મીટર ચાલૂ – સુંદર મોહન ત્રિપાઠી
  • 2019 – બદનામ ગલી – રણદીપ સિંહ સોઢી
  • 2020 – બ્રહ્માસ્ત્ર – પોલોમીના પતિ
  • 2018 – મિર્ઝાપુર – મુન્ના ત્રિપાઠી
  • 2020 – બિચ્છુ કે ખેલ – અખિલ શ્રીવાસ્તવ