માત્ર 42 વર્ષની ઉંમરે બોલીવૂડના જાણીતા મ્યુઝીક ડીરેક્ટરે દુનિયામાંથી લીધી વિદાઈ

મ્યુઝિક ડીરેક્ટર સાજીદ-વાજીદના વાજીદ ખાન કે જેણે તાજેતરમાં સલમાન ખાનના ગીતોને જેવા કે પ્યાર કરોના અને ભાઈ ભાઈ – તેમનું નીધન થયું છે. આ સમાચાર બોલીવૂડના જાણીતા મ્યુઝિક ડીરેક્ટર સલીમ મર્ચન્ટ દ્વારા સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવ્યા હતા.

image source

તેમણે આ સમાચારને કન્ફર્મ કરતાં લખ્યું હતું, ‘સાજીદ-વાજીદ ફેમ વાજીદના અવસાનના સમાચારથી હું સ્તબ્ધ થઈ ગયો છું. ભગવાન તેમના કુટુંબીજનોને આ દુખ સહન કરવાની શક્તિ આપે. વાજીદ ખાન તમે ખૂબ જલદી જતા રહ્યા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આ એક મોટી ખોટ પડી છે. હું આઘાતમાં છું.’

સોમવારની વહેલી સવારે મુંબઈની સીટી હોસ્પિટલમાં કીડની ઇન્ફેક્શનના કારણે મુશ્કેલીઓ સર્જાતા માત્ર 42 વર્ષની વયે વાજીદ ખાનનું મૃત્યુ થયું છે. તેમને કેટલાક શારીરિક ઇશ્યુઝ રહ્યા હતા. તેમને કીડનીની સમસ્યા હતી અને થોડા સમય પહેલાં ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. પણ તાજેતરમાં તેમને કીડની ઇન્ફેક્શન થતાં તેમને હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ચાર દિવસથી તેઓ વેન્ટિલેટર પર હતા અને ત્યાર બાદ સ્થિતિ ખરાબ થતી ગઈ.

image source

સમાચારની ખબર મળતાં પ્રિયંકા ચોપરા જોનાસે પણ ટ્વીટ કરીને તેમના માટે પ્રાર્થના કરતા લખ્યું છે, ‘ભયંકર સમાચાર. હું હંમેશા વાજીદ ખાનની એક વાત યાદ રાખતી અને તે હતું તેમનું હસવાનું. હંમેશા હસતા. ખૂબ જ વહેલા જતા રહ્યા. તેમના કુટુંબીજનો અને જે લોકોને પણ તેમના મૃત્યુનું દુઃખ છે તેમની સાથે મારી સંવેદના છે. તમે મારા વિચારો અને પ્રાર્થનામાં રહેશો વાજીદ ખાન’

તો વળી બોલીવૂડના અન્ય સેબ્રીટી જેમ કે વિશાલ ડડલાની, હર્ષદીપ કૌર, સ્વરા ભાસ્કર, સેલીના જેટલી અને અન્યોએ પણ સોશિયલ મિડિયા દ્વારા તેમના માટે લાગણી વ્યક્ત કરી છે.

પુલકિત સમ્રાટે શોક વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું છે ‘વાજીદ ભાઈ ! તમે હંમેશા યાદ રહેશો !!’ તો સંગીતકાર વિશાલ ડડલાનીએ ટ્વીટ કરીને કંઈક આ રીતે શોક વ્યક્ત કર્યો છે. ‘હૃદય ટુટી ગયું. સાજીદ ખાન અને વાજીદ ખાન બન્ને મારા નજીકના અને સાચા મીત્રો રહ્યા છે. તેઓ જે રીતે અરધી રાત્રે અમારા સ્ટુડિયોની લાઇટ ચાલુ જોઈને આવી જતાં અને ત્યાર બાદ અમે વાતચીત અને હસવાનુ શેર કરતા. જરા પણ વિશ્વાસ નથી આવતો કે હું અને વાજીદ હવે ક્યારેય વાત નહીં કરી શકીએ.’

ગાયિકા હર્ષદીપ કૌરે પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેણીએ લખ્યું છે. વાજીદ ખાનના કુટુંબમને મારી ઉંડી સંવેદના છે. હજુ સુધી વિશ્વાસ નથી થતો કે તેઓ નથી રહ્યા. તેઓ હંમેશા હસતા રહેતા અને પોતાની આસપાસ હંમેશા આનંદ ફેલાવતા રહેતા. તેમના જવાથી મ્યુઝિક ઇડસ્ટ્રીને એક મોટી ખોટ ઉભી થઈ છે.

તો વળી બોલીવૂડમાં કામ કરનારી અભિનેત્રી સેલીના જેટલીએ પણ પોતાનો શોક વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું છે. તેણીએ ટ્વીટમાં લખ્યું છે, ‘હે ભગવાન ! આઘાતજનક, ભગવાન વાજીદની આત્માને શાંતી આપે, અત્યંત કરુણ… ફિલ્મ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને એક મોટી ખોટ… ખુદા તેમને જન્નત બક્ષે.’

વાજીદે પોતાની કેરિયરનુ પ્રથમ ગીત સલમાન ખાન માટે બનાવ્યું હતું અને જીવનનું અંતિમ ગીત પણ સલમાન ખાન માટે જ બનાવ્યું. તેમણે સલમાન ખાનની ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાથી બોલીવૂડમાં સંગીત આપવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેમણે ગર્વ, તેરે નામ, તુમકો ના ભૂલ પાયેંગે, પરાર્ટનર અને દબંગ જેવી સુપરહીટ ફિલ્મોમાં પણ મ્યુઝીક આપ્યું છે.

Source: TimesofIndia

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત