4000 વર્ષ જૂનું એક રહસ્યમયી ચક્ર, જેનો ભેદ આજની તારીખ પણ નથી ઉકેલી શક્યુ કોઇ

તમે વાંચ્યું હશે કે ખોદકામ દરમિયાન શોધકર્તાઓને ક્યારેક એવી ચીજ વસ્તુઓ પણ મળી આવતી હોય છે કે જે અર્થે ખોદકામ થઇ રહ્યું હોય તેના કરતા પણ વધુ મહત્વ તે દરમિયાન મળેલી ચીજ વસ્તુ ધરાવતી હોય છે.

image source

આજથી 112 વર્ષ પહેલા પણ આવી જ એક ઘટના બની હતી. એક પ્રાચીન મહેલના સંશોધન અર્થે કરવામાં આવતા ખોદકામ દરમિયાન તેમાંથી એક રહસ્યમયી ચક્ર મળી આવ્યું જે આજદિન સુધી એક રહસ્ય જ છે. કારણ કે એ ચક્રમાં ભેદી કહી શકાય ભાષામાં કશુંક લખવામાં આવેલું છે પરંતુ તેને ડિકોડ કરી શકવામાં હજુ કોઈ સફળ નથી થયું.

આ રહસ્યમયી ચક્રને ” ફૈસટોસ ડિસ્ક ” ના નામથી ઓળખવામાં આવે છે. કારણ કે આ ક્રીટ ટાપુના ફૈસટોસ નામના સ્થાનેથી મળી આવ્યું હતું. આ ચક્રની કાર્બન ડેટિંગ સિસ્ટમ દ્વારા તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ ચક્ર ઈસા પૂર્વેની બીજી સહસતાબ્દી (હજાર વર્ષ) થી પણ વધુ જૂનું છે. તેમજ આ ચક્ર ગરમ કરેલી માટી દ્વારા બનાવવામાં આવેલું છે.

image source

યુનાની સભ્યતામાં પારંગત એવા ઇટાલિયન પુરાતત્વ શાસ્ત્રી લુઇગી પર્નીએર દ્વારા વર્ષ 1908 માં આ ” ફૈસટોસ ડિસ્ક ” ની શોધ કરવામાં આવી હતી. અસલમાં તેઓ ત્યારે પોતાની ટીમ સાથે પ્રાચીનકાળના એક મહેલ કે જે ભૂકંપ અથવા જ્વાળામુખીના વિસ્ફોટના કારણે ધરાશાયી થઇ જમીનની અંદર ધસી ગયો હતો તેનું ખોદકામ કરી રહ્યા હતા. આ કાર્ય દરમિયાન જયારે મહેલના ભોંયરાની દીવાલ તોડવામાં આવી તો તેની અંદર એક વિશાળ ઓરડો દેખાયો જેમાં અનેક ચીજ-વસ્તુઓ વિખેરાયેલી પડી હતી.

image source

પર્નીએરએ ઓરડામાં જઈ તપાસ કરી તો તેની નજર એક ગોળ ડિસ્ક પર પડી. પર્નીએરે જયારે આ ડિસ્કને હાથમાં લીધી તો જોયું કે તેમાં ચિત્રલિપિ વડે કઈંક લખવામાં આવ્યું જે વાંચી શકાય તેમ ન હતું. હવે એ ડિસ્કમાં શું લખેલું છે તે એ સમયથી લઈને અત્યાર સુધી એક રહસ્ય જ બનેલું છે.

image source

નવાઈની વાત એ છે કે 15 સેન્ટિમીટર વ્યાસ ધરાવતી આ ” ફૈસટોસ ડિસ્ક ” ની બંને બાજુએ ખાંચા પાડવામાં આવેલા છે અને ન સમજી શકાય તેવી ચિત્રલિપિ પણ લખવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આ પ્રકારની લિપિ મિનોઅન કાળની અન્ય રચનાઓ સાથે સામ્યતા નથી ધરાવતી. અમુક સંશોધનકારોનું એમ પણ કહેવું છે કે ” ફૈસટોસ ડિસ્ક ” અસલમાં એક ષડયંત્ર છે જે લુઇગી પર્નીએરે જ રચ્યું છે. જો કે બધા સંશોધનકારોનો આ મત નથી અમુક સંશોધનકારોએ લુઇગી પર્નીએરની શોધને પ્રામાણિક પણ ગણાવી છે.