જોઇ લો આ વિડીયોમાં ન્યુયોર્કના દરિયા કિનારે મળેલા આ અજીબ જીવની પૂંછડી પર દાંત

ન્યુયોર્કના દરિયા કિનારે મળ્યું એક અજીબ જીવ, જેને પૂંછડી પર હતા દાંત.

image source

અમેરિકાના ન્યુયોર્કના બ્રાઈટન બીચ પર થોડા દિવસ પહેલા એક અજીબ જીવ જોવા મળ્યો છે. સમુદ્રમાં રહેનારો આ જીવ આમ તો મરેલો હતો. પણ એ પહેલાં આવો જીવ ક્યારેય દરિયામાં કે દરિયા કાંઠે જોવા મળ્યો નથી. આ જીવ વહેતો વહેતો દરિયા કાંઠે આવી પહોંચ્યો હતો. અને પછી તો આ જીવને જોવા લોકોના ટોળે ટોળા ત્યાં એકત્ર થઈ ગયા હતા. આ મૃત જીવને વૈજ્ઞાનિકોને સોંપી દેવામાં આવ્યો છે અને વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આખરે આ જીવ કયો છે?

ડેઇલી સ્ટાર મુજબ, બ્રાઈટન બીચની નજીકમાં જ રહેતી લિયા ડેનિસન થોડા દિવસ પહેલા સવારે વોક માટે ન્યુયોર્કના બ્રાઈટન બીચ પર ગઈ હતી.ચાલતા ચાલતા અચાનક જ તેની નજર આ જીવ પર પડી.લિયા ડેનિસન પોતાના બોયફ્રેન્ડ સાથે આ જીવને જોઈ જ રહી. અને થોડા જ સમયમાં તો ત્યાં લોકોના ટોળે ટોળા આ અજીબોગરીબ જીવને જોવા ઉમટી પડ્યા.

image source

તમને જાણી ને આશ્ચર્ય થશે કે આ જીવની એક લાંબી પૂંછડી હતી અને આ પૂંછડી પર દાંત હતા. લિયા એ આ જીવ વિશે પૂછતાં કહ્યું કે અમે આવો જીવ આજ પહેલા ક્યારેય નથી જોયો. તેની પૂંછડી પર દાંત હતા. આ જીવને જોયા બાદ લિયાએ સિક્યુરિટીનેએ આ જીવ વિશે જાણ કરી.અને એ પછી લેબના વૈજ્ઞાનિકોની એક ટિમ આવીને આ જીવને લઈ ગઈ.

લિયા એ આગળ જણાવ્યું કે અમે આ જીવનો એક વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મુક્યો હતો પરંતુ સોશિયલ મીડિયા દ્વારા પણ હજી સુધી આ જીવ આખરે શુ છે એની કઈ જ ઓળખ થઈ નથી. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે આ જીવ સમુદ્રમાં જોવા મળતા એક જીવ થોનબેક રેની પ્રજાતિ સંબંધિત લાગી રહ્યું છે. જોકે આ જીવ સમુદ્રના પેટાળમાં રહેતું હશે કાં તો પછી સાવ લુપ્ત થઈ ગયું હશે. આમ તો એવા ઘણા પ્રાણીઓ છે જેની પ્રજાતિ હાલ સંપૂર્ણ પણે લુપ્ત થઈ ચૂકી છે. પણ ક્યારેક આમ અચાનક એવો કોઈ જીવ દેખાઈ જાય જે સામાન્યતઃ જોવા ન મળતો હોય ત્યારે એ લુપ્ત પ્રજાતિઓ પર એક ડોકિયું થઈ જ જાય છે.

image source

તમને જણાવી દઈએ કે બ્રાઈટન બીચ પ્રવાસીઓને ઘણો જ આકર્ષિત કરે છે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં બ્રાઈટન બીચની સફેદ સિલ્કી રેતી અને સમુદ્રનું કાચ જેવું ચોખ્ખું પાણીનો આનંદ મળવા સહેલાણીઓ ઉમટી પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત