શું તમે જાણો છો ભારતના આ ગામ વિશે, જ્યાં સ્થાનિકો બોલે છે એવી ભાષા કે નથી સમજી શકતુ કોઇ?

ભારતનું ગ્રામ્ય જીવન ખરેખર વિવિધતાઓથી ભરેલું છે. અહીંના અનેક ગામડાઓ એવા છે જેના પોતપોતાના રિવાજો અને પરંપરાઓ આપણને નવાઈ પમાડે છે. આવું જ એક ગામ ભારતના હિમાચલ પ્રદેશમાં આવેલું છે જે એક રહસ્યોથી ભરપૂર ગામ પણ કહેવાય છે. કારણ કે આ ગામના લોકો એવી ભાષામાં વાત કરે છે જે અહીંના સ્થાનિક લોકો સિવાય કોઈ નથી જાણતું.

image source

આ ગામનું નામ છે મલાણા. હિમાલયના ઊંચા અને કુદરતી સૌંદર્ય ધરાવતા પહાડી વિસ્તાર વચ્ચે સમાયેલું આ સુંદર ગામ પર્યટકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. ગામની વસ્તી લગભગ 1700 લોકોની છે. પરંતુ મલાણા ગામ સુધી પહોંચવું એટલું સરળ પણ નથી. તેનું કારણ એ છે કે આ ગામમાં કોઈ એવા પાક રસ્તાઓ જ નથી જેથી લોકો તરત અહીં આવ – જા કરી શકે. પહાડી વિસ્તારની કેદીઓ પર ચાલીને જ આ ગામ સુધી પહોંચી શકાય છે. પાર્વતી ખાડીની તળેટીમાં આવેલા ઝરી ગામથી અહીં આવવા માટે કપરા ચઢાણ વાળો રસ્તો છે. ઝરીથી મલાણા સુધી પહોંચવામાં લગભગ ચાર કલાક જેટલો સમય લાગે છે.

image source

મલાણા ગામ સાથે અનેક ઐતિહાસિક કિસ્સાઓ પણ જોડાયેલા છે. એક કિસ્સા મુજબ અહીંના સ્થાનિક લોકો પોતાને યુનાનના પ્રખ્યાત રાજા સિકંદરના વંશજો માને છે. એવું કહેવાય છે કે જયારે સિકંદરે ભારત પર આક્રમણ કર્યું હતું ત્યારે તેના અમુક સૈનિકો મલાણા ગામમાં રોકાઈ ગયા અને બાદમાં ત્યાં જ સ્થાયી થઇ ગયા. આ આધારે અહીંના લોકો પોતાને સિકંદરના તે સૈનિકોના વંશજો કહે છે. જો કે આ વાત સંપૂર્ણ સાબિત થઇ શકી નથી. છતાં અહીં સિકંદરના સમયના અનેક અવશેષો આ ગામમાં મળી આવેલ. એવું પણ કહેવાય છે કે સિકંદરના જમાનાની એક તલવારને અહીંના એક મંદિરમાં સાચવીને રાખવામાં આવી છે.

image source

મલાણા ના સ્થાનિક લોકો કનાશી નામની ભાષા બોલે છે વિશ્વમાં બીજે ક્યાંય બોલવામાં નથી આવતી. આ એક રહસ્યમયી ભાષા છે. તેમના મતે આ ભાષા પવિત્ર ભાષા છે અને તેને બહારના લોકોને શીખવાડવામાં નથી આવતી.

image source

મલાણા ગામના લોકો જમલૂ દેવતાની પૂજા કરે છે અને તેના આદેશોને શિરોમાન્ય રાખે છે. તેમના જમલૂ દેવતાને હિન્દૂ ધર્મના પુરાણોમાં જમદગ્નિ ઋષિ તરીકે ઉલ્લેખિત કરાયા હોવાનું પણ મનાય છે. અહીં આવેલા જમલૂ દેવતાના એક મંદિરમાં હાડકાઓ, ખોપડી અને બલી ચઢાવાયેલા અન્ય જાનવરોના અવશેષો પણ લટકાવવામાં આવ્યા છે. સાથે જ મંદરીની દીવાલમાં એક ચેતવણી પણ લખવામાં આવી છે જે અનુસાર જો કોઈ બહારનો વ્યક્તિ આ મંદિરને સ્પર્શ કરે તો તેને 3500 રૂપિયાનો દંડ ભરવો પડી શકે.

image source

મલાણાના સ્થાનિક લોકો બહારના લોકો સાથે હાથ મિલાવવા અને સ્પર્શ કરવાથી પણ દૂર રહે છે. જો તમે અહીં જો કોઈ બહારનો વ્યક્તિ ખરીદી કરે તો દુકાનદાર પૈસા હાથમાં લેવાને બદલે કાઉન્ટર પર મૂકી દેવા કહે છે અને પરત આપવાના પૈસા પણ વેપારીઓ આ રીતે કાઉન્ટર પર મૂકીને જ આપે છે. જો કે હાલની નવી પેઢી આ રિવાજોને હવે છોડવા લાગી છે અને તે બહારના લોકો સાથે સામાન્ય રીતે જ હળેમળે છે.

image source

વધુ એક નવાઈની વાત એ છે કે મલાણાના લોકો પોતાના સંતાનોના લગ્નો પણ ગામલોકો સાથે જ કરાવે છે જો કોઈ વ્યક્તિ ગામ બહારના વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેને સમાજ દ્વારા બહિષ્કૃત કરી દેવામાં આવે છે જો કે આવ મામલાઓ અહીં જવલ્લે જ જોવા મળે છે.

image source

અહીં હશીશની ખેતી પણ કરવામાં આવે છે જે એક પ્રકારનો માદક પદાર્થ છે અને તેને ચરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકો તેને પોતાના હાથો વડે પેક કરી અહીં આવતા બહારના લોકોને વેંચે છે પણ હવે આ માદક પદાર્થોનું વેંચાણ કરવાનો શોખ તેમને ભારે પડી રહ્યો છે કે કારણ કે તેમના પોતાના સંતાનો પણ હવે આ માદક પદાર્થના બંધાણી થવા લાગ્યા છે.

image source

એ સિવાય મલાણામાં કોઈપણ બહારના વ્યક્તિને રાત્રી દરમિયાન રોકવાની છૂટ નથી કારણ કે અહીંના તમામ ગેસ્ટહાઉસ રાત્રે બંધ કરી દેવામાં આવે છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત