હજારો વર્ષ પહેલા સમુદ્રમાં બનેલી છે આ ” ગ્રેટ બ્લુ હોલ ” ગુફા, વિશ્વની અદભુત જગ્યાઓમાં થાય છે સમાવેશ

વિશ્વમાં અનેક એવી જગ્યાઓ છે જે આજના આધુનિક સમયમાં પણ રહસ્યમયી સ્થાનો જ છે. આવી જ એક અદભુત જગ્યા અમેરિકન દેશ બેલીઝમાં આવેલી છે.

image source

આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને ” ગ્રેટ બ્લુ હોલ ” ના નામથી ઓળખાતી આ જગ્યા વિશે રોચક માહિતી આપવાના છીએ જે તમારા માટે જ્ઞાનસભર બની રહેશે.

અસલમાં આ એક વિશાળ ગોળાકાર ગુફા છે. આ ગુફાનો વ્યાસ 318 મીટર અને ઉંડાઇ 125 મીટર જેટલી છે. વળી આ ગુફાને સ્ફુબા ડાઇવિંગ માટેના વિશ્વના સૌથી બેસ્ટ પ્લેસ પૈકી એક ગણવામાં આવે છે. અને આ કારણે જ અહીં વર્ષે દુનિયાભરના પર્યટકો ઉમટી પડતા હોય છે.

image source

આ ગુફા વિશે એવું માનવામાં આવે છે કે તેનું નિર્માણ આજથી લગભગ 15 હજાર વર્ષ પહેલાં વારાફરતી ચાર ચરણોમાં થયું હતું. એ સમયે અહીં સમુદ્ર સપાટીનું સ્તર ઘણું ઓછું હતું જેના કારણે ગુફા સમુદ્રની ઉપર દેખાતી હતી પરંતુ બાદમાં સમુદ્ર સપાટીનું સ્તર વધતા ગુફા સમુદ્રના પાણીમાં ગરક થઈ ગઈ.

ગુફાની અંદર કેટલાય પ્રકારની માછલીઓ અને સમુદ્રીજીવોની પ્રજાતિઓ મળી આવે છે. એ સિવાય વિશ્વભરમાંથી મરજીવાઓ અહીં પાણીની નીચે સ્થિત રેતીના ટેકરાઓ અને સ્ટૈલેક્ટાઇટ ફોર્મેશન જોવા માટે આવે છે અને તેનું અધ્યયન કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ” ગ્રેટ બ્લુ હોલ ” માં ફક્ત એક જ નહીં પણ અનેક ગુફાઓ આવેલી છે.

image source

” ગ્રેટ બ્લુ હોલ ” એરિયાને દુનીયાભરમાં પ્રસિદ્ધ કરવાનો શ્રેય ફ્રાન્સના વૈજ્ઞાનિક જેક્સ કોસ્ટયુને ફાળે જાય છે. તેણે આ ” ગ્રેટ બ્લુ હોલ ” ના રહસ્યો વિશે અધ્યયન કરી તેને વિશ્વના પાંચ સૌથી સારા સ્ફુબા ડાઇવિંગ પ્લેસ પૈકી એક જાહેર કરી હતી. વર્ષ 1971 માં તે પોતાનું સમુદ્રી જહાજ લઈ આ વિસ્તારની ઉંડાઇ માપવા ગયેલ.

image source

વર્ષ 2012 માં ડિસ્કવરી ચેનલ દ્વારા પ્રસિદ્ધ વિશ્વના 10 સૌથી અદભુત સ્થાનોના લિસ્ટમાં પણ આ ” ગ્રેટ બ્લુ હોલ ” સ્થાનને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં શામેલ બેલીઝ બેરીયર રીફ સિસ્ટમના એક ભાગ તરીકે પણ આ સ્થાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત