જાણો સૌરમંડળના આ ગ્રહ વિશે, જેના પર આવેલો છે 25 કિલોમીટરની લંબાઈ ધરાવતો વિશાળકાય જ્વાળામુખી

સામાન્ય પણે મોટાભાગના લોકો એવી માન્યતા ધરાવે છે કે આપણે જે ધરતી પર રહીએ છીએ તેના પર વર્ષો પહેલા જ્વાળામુખીનો ગરમ લાવા રહ્યો હશે જેના કારણે જ તે આટલી સખત અને મજબૂત છે. જ્વાળામુખીના કારણે અનેક દ્વીપો પણ અસ્તિત્વમાં આવ્યા છે.

image source

અને હાલ પણ પૃથ્વી પર અનેક જ્વાળામુખીઓ આવેલા છે જે પૈકી અમુક સક્રિય છે જયારે અમુક નિષ્ક્રિય છે. પરંતુ શું તમે જાણો છો કે જ્વાળામુખી ફક્ત પૃથ્વી પર જ નહિ પરંતુ સૂર્યમંડળમાં આવેલા અન્ય ગ્રહો અને ઉપગ્રહો પર પણ છે. જો કે તેમાં ઘણા ખરા જ્વાળામુખીઓ નિષ્ક્રિય અવસ્થામાં છે અને તેમાં લખો વર્ષોથી વિસ્ફોટ પણ નથી થયા અને નજીકના ભવિષ્યમાં પણ તેમાં કોઈ સક્રિયતા થવાની બહુ પાતળી શક્યતા છે. ચાલો ત્યારે આવા જ અમુક ગ્રહો વિષે જાણીએ.

image source

સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ એવા બુધ ગ્રહની સપાટી ઉબડ-ખાબડ છે અને તેના પર અનેક શિલાઓ અને ખાડાઓ છે જેને લઈને એવું અનુમાન છે કે તેનું નિર્માણ જ્વાળામુખીને કારણે થયું હશે. વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ આ ગ્રહ પર એક સમયે અનેક જ્વાળામુખીઓ હતા પણ સમય જતા એ જ્વાળામુખીઓ નિષ્ક્રિય થઇ ગયા અને ફરીથી ક્યારેય સક્રિય પણ ન થયા.

શુક્ર ગ્રહ સૂર્યમંડળના સૌથી રહસ્યમયી ગ્રહો પૈકી એક માનવામાં આવે છે. રહસ્યમયી એટલા માટે કારણ કે તેની સપાટીને ઉપરની દિશાએથી જોઈ શકવું અસંભવ છે. અસલમાં શુક્ર ગ્રહનું આકાશ ઘટ્ટ વાદળોથી ઘેરાયલું છે અને એ વાદળાઓ ક્યારેય તૂટતાં જ નથી. એવું મનાય છે કે આ ગ્રહ પર પણ અનેક જ્વાળામુખીઓ છે જે પૈકી કેટલાક સક્રિય પણ છે. નોંધનીય છે કે શુક્ર ગ્રહ એક ગરમ ગ્રહ છે અને તેનું કારણ આ સક્રિય જ્વાળામુખીઓ જ છે.

image source

મંગળ ગ્રહ વિષે એવું માનવામાં આવે છે કે એક સમયે આ ગ્રહ પર પાણી હતું અને કદાચ જીવનનું પણ કોઈક સ્વરૂપ હશે. પરંતુ હજુ સુધી એ પુરવાર થઇ શકે તેવા કોઈ પુરાવા નથી મળ્યા. મંગળ પર પણ જ્વાળામુખીઓનું અસ્તિત્વ હતું અને એ વૈજ્ઞાનિકો દ્વારા સિદ્ધ થયેલી હકીકત છે.

image source

વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ મંગળ પર આવેલ ઓલમ્પસ મોન્સ સૂર્યમંડળમાં રહેલો સૌથી મોટો ઓળખાયેલો જ્વાળામુખી છે જેની ઊંચાઈ લગભગ 25 કિલોમીટર છે એટલે કે પૃથ્વી પરના માઉન્ટ એવરેસ્ટ કરતા પણ ત્રણ ગણો વધુ લંબાઈ ધરાવતો જ્વાળામુખી. જો કે આ જ્વાળામુખી લાખો વર્ષોથી નિષ્ક્રિય હાલતમાં છે. અને કદાચ આગળ પણ આ જ સ્થિતિમાં રહે તેવું લાગે છે.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે પૃથ્વીના એકમાત્ર પ્રાકૃતિક ઉપગ્રહ એટલે કે ચંદ્ર પર પણ એક સમયે જ્વાળામુખી હતા. જો કે હવે કોઈ જ્વાળામુખી નથી અને વૈજ્ઞાનિકોને તેના પુરાવા પણ મળ્યા છે. એવું પણ મનાય છે કે ચંદ્ર પર ઓગળેલા લાવાથી બનેલ એક વિશાળ મેદાન પણ છે જેને મારિયા નામે ઓળખવામાં આવે છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત