ના હોય! જેઠાલાલના કલરફુલ શર્ટ બનાવવા પાછળ આટલા કલાકની છે મહેનત, જાણો કોણ છે આ વ્યક્તિ જે છેલ્લા 13 વર્ષથી બનાવે છે આ શર્ટ

ટીવી પર છેલ્લા 13 વર્ષથી ચાલી રહેલા કોમેડી શો તારક મહેતા કા ઉલટા ચશ્માંનો દબદબો આજે પણ એવો ને એવો જ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 13 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. આ કોમેડી શોમાં જાત જાતના પાત્રો ,એમની બોલચાલ, એમની રહેણીકરણી બધાથી જ આપણે બરાબર વાકેફ છે પણ શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે આ શોમાં જેઠાલાલ રોજેરોજ જે અજીબોગરીબ શર્ટ પહેરે છે એ આખરે તૈયાર કોણ કરી રહ્યું છે? તો ચાલો ત્યારે આજે અમે તમને જણાવીશું કે આટલા વર્ષોથી કોણ જેઠાલાલના શર્ટ તૈયાર કરી રહ્યો છે.

image source

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો એમના દર્શકોમાં જેટલો ફેમસ છે એટલો જ પ્રેમ દર્શકોને એમના કલાકારોને પણ આપ્યો છે. પછી એ ભીડે હોય કે ડૉ. હાથી, બબીતાજી હોય કે રોશન સિંહ શોઢી કે પછી ટપુ સેના, દર્શકોએ દરેક પાત્રને ખૂબ જ પસંદ કરે છે. પણ એ બધામાં જેઠાલાલનું પાત્ર દર્શકોનું ફેવરેટ છે. જેઠાલાલ પોતાના કોમિક ટાઇમિંગથી દર્શકોનું દિલ ખુશ કરી દે છે. આ સિવાય જો બીજી કોઈ વસ્તુ ચર્ચામાં રહેતી હોય તો એ છે જેઠાલાલના અવનવા શર્ટની ડિઝાઇન.

image source

તમે જોયું જ હશે કે આ શોમાં જેઠાલાલ ઘણી યુનિક ડિઝાઇનના શર્ટ પહેરે છે. તેમના શર્ટ એમના ફેન્સમાં એટલા ફેમસ છે કે એક વખત તો શોમાં જેઠાલાલના શર્ટને લઈને જ આખો પ્લોટ ક્રિએટ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે જેઠાલાલના આ ડિઝાઈનર શર્ટ પાછળ કોનો હાથ છે. આવો જાણીએ જેઠાલાલના આ ડિઝાઈનર શર્ટ કોણ બનાવે છે.

જેઠાલાલના આ અવનવા શર્ટ છેલ્લા 13 વર્ષથી મુંબઈના જીતુ ભાઈ લાખાણી બનાવે છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે શોની શરૂઆતથી જ તેઓ જેઠાલાલના શર્ટ બનાવે છે. જયારે શોમાં કોઈ નવો સેગ્મેન્ટ હોય છે કે પછી કોઈ સ્પેશિયલ અરેન્જમેન્ટ કરવાના હોય છે ત્યારે જેઠાલાલ માટે ખાસ પ્રકારના શર્ટ બનાવવામાં આવે છે.

image source

એમના કહેવા અનુસાર, જેઠાલાલની શર્ટને ડિઝાઇન કરવામાં 3 કલાક અને બનાવવામાં 2 કલાક લાગે છે.

જેઠાલાલના શર્ટ વિશે જીતુ ભાઈએ આગળ એ પણ જણાવ્યું કે જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી અને અસિત મોદી દ્વારા એમને પ્રશંસા મળે છે તેનાથી તેઓ ઘણાં મોટીવેટ ફીલ કરે છે .

image source

શર્ટ બનાવવામાં જીતુ ભાઈ ડિઝાઇન જોવે છે. એમના નાના ભાઈ બ્રાન્ડ પ્રમોટનું કામ કરે છે. એ ઉપરાંત તેમણે જણાવ્યું કે લોકો તેમની પાસે જેઠાલાલ સ્ટાઇલની શર્ટ માંગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!