ના હોય! બીજા કરતા આ અલગ રીતે થાય છે કિન્નરના લગ્ન, એ પણ એક જ રાત માટે, જાણો પછી ક્યારે થાય છે વિધવા અને કેવી રીતે થાય છે એમની જીંદગીની શરૂઆત

ધરતી પર મહિલા અને પુરુષથી અલગ પણ એક પ્રજાતિ હોય છે. જેને કિન્નર કહેવામાં આવે છે. આપ બધાએ કિન્નરને મોટાભાગે લગ્ન, વિવાહ, બાળકના જન્મ વગેરે અવસરો પર સામેલ થતા જોયા હશે. આપણા હિદુ ધાર્મિક ગ્રંથોમાં કિન્નરને સમ્માનિત સ્થાન આપવામાં આવ્યું છે. મહાભારતમાં ઉલ્લેખ મળી આવે છે કે, અર્જુન પણ એક શ્રાપના કારણે એક વર્ષ સુધી કિન્નરના રૂપમાં રહ્યા હતા. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, કિન્નર લગ્ન કરતા નથી. પરંતુ ઘણા ઓછા વ્યક્તિઓને ખબર હોય છે કે, કિન્નર પણ લગ્ન કરે છે અને એમના લગ્ન સામાન્ય લોકોના લગ્ન કરતા અલગ હોય છે. એમના લગ્ન જીવનભર માટે નહી પરંતુ ફક્ત એક રાત માટેના હોય છે. એક રાતમાં જ તેઓ સુહાગનથી વિધવા બની જાય છે.

image source

કિન્નર ફક્ત એક રાત માટે પોતાના ભગવાન સાથે વિવાહ કરે છે. એના આગલા દિવસે તેઓ પોતાને વિધવા કરી લે છે. કિન્નરોના ભગવાન અર્જુન અને નાગ કન્યા ઉલુપીની સંતાન ઈરાવન જેમને અરાવનના નામથી પણ જાણવામાં આવે છે. મંદિરના પુજારી એમને મંગળસૂત્ર પહેરાવે છે.

image source

કિન્નરોનો વિવાહ ઉત્સવ જોવા માટે આપને તમિલનાડુ જવાનું રહેશે. અહિયાં તામિલ નવા વર્ષની શરુઆતની પહેલી પુનમના દિવસે કિન્નરોનો વિવાહ ઉત્સવ શરુ થઈને ૧૮ દિવસ સુધી ચાલે છે. ૧૭મા દિવસે તેઓ પોતાના ભગવાન ઈરાવનની સાથે લગ્ન કરે છે અને આગલા દિવસે બધો શણગાર ઉતારીને વિધવાની જેમ વિલાપ કરે છે.

કિન્નરોના વિવાહ પછી જશ્ન મનાવવામાં આવે છે અને ત્યાર બાદ એમના ભગવાન ઈરાવનને આખા શહેરમાં ફેરવવામાં આવે છે. ત્યાર બાદ ભગવાનની મૂર્તિને તોડી દેવામાં આવે છે. આની સાથે જ કિન્નર પોતાના શણગારને ઉતારીને એક વિધવાની જેમ વિલાપ કરવા લાગે છે.

image source

મહાભારતના યુદ્ધમાં ભાગ લેતા પહેલા પાંડવોએ માતા કાલીની પૂજા ક્રિયા ને પૂજા કર્યા બાદ એમને એક રાજકુમારની બલી આપવાની હતી.

બલી માટે કોઈપણ રાજકુમાર તૈયાર થયા નહી. પરંતુ ઈરાવન તૈયાર થઈ ગયા, પરંતુ રાજકુમાર ઈરાવનની એક શર્ત હતી કે, તેઓ લગ્ન કર્યા વગર બલી પર નહી ચઢે.

image source

હવે પ્રશ્ન આ હતો કે, એવા રાજકુમાર સાથે કોણ લગ્ન કરે જેને બીજા દિવસે જ મરવાનું છે. ત્યારે ભગવાન કૃષ્ણએ આ સમસ્યાનું સમાધાન શોધ્યું. શ્રી કૃષ્ણ સ્વયં મોહિનીની રૂપ ધારણ કરીને આવી ગયા અને એમણે ઈરાવન સાથે લગ્ન કર્યા. બીજા દિવસ સવારે ઈરાવનની બલી આપવામાં આવી અને શ્રી કૃષ્ણએ વિધવા બનીને વિલાપ કર્યો. આ ઘટનાને યાદ કરીને જ કિન્નર એક દિવસ માટે વિવાહ કરે અને બીજા દિવસે વિધવા થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત