સિગારેટ અંગત જીવનને આ રીતે કરી નાંખે છે ખરાબ, જાણો અને ચેતો તમે પણ, નહિં તો..

સિગરેટ, પાન, મસાલાનું વ્યસન કોઈપણ માટે હાનિકારક સાબિત થાય છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે ખાસ અભિયાન પણ ચલાવવામાં આવે છે. દર વર્ષે નો સ્મોકિંગ ડે પણ ઉજવવામાં આવે છે, આ ઉજવણીનો હેતુ હોય છે કે લોકો સ્મોકિંગ કરવાનું છોડે. આપણે સૌ જાણીએ છીએ કે સિગરેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

image source

કોઈપણ વ્યક્તિ સિગરેટ પીવે એટલે તેના શરીર પર તેની ગંભીર અસરો થાય છે. ઘણા લોકોને જ્યારે સિગરેટનું વ્યસન છોડવાનું કહેવામાં આવે છે તો તેઓ એવું કહે છે કે તેઓ દિવસની એક જ સિગરેટ પીવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે સિગરેટ એક પીવો કે અનેક તેની અસર તો ગંભીર રીતે થાય જ છે. તો ચાલો જાણી લો કે સિગરેટની આદત કેવી રીતે શરીરને અંદરથી ખરાબ અને ખાલી કરી નાંખે છે.

image source

નિકોટીન આપણી નર્વસ સિસ્ટમ પર સૌથી વધુ ખરાબ અસર કરે છે. તે શરીરમાં જાય ત્યારે થોડીવાર તો ખૂબ એક્ટિવ અનુભવ થાય છે. પરંતુ જ્યારે તેની અસર ખતમ થાય છે ત્યારે તમને થાક લાગે છે અને ફરીથી સિગરેટ પીવાની તલબ લાગે છે. આમ જ્યારે ટેવ પડી જાય છે ત્યારે સિગરેટ છૂટી શકતી નથી.

જ્યારે તમે સ્મોક કરો છો તો શરીરની અંદર જતો ધુમાડો ફેફસાને નુકસાન કરે છે. રોજ સિગરેટ પીવાથી સમયની સાથે શરીરનું નુકસાન વધી જાય છે. તેના કારણે અનેક સમસ્યા થવા લાગે છે. સિગરેટ પીવાવાળા લોકોને ઈમ્ફેસિમા, ક્રોનિક બ્રોંકાઈટિસ, ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ અને લંગ કેન્સરનું જોખમ વધી જાય છે.

image source

સ્મોકિંગ શરીરની હૃદય પ્રણાલીને પણ ખરાબ કરે છે. નિકોટીનના કારણે નસ ખૂબ કડક થઈ જાય છે જેના કારણે બ્લડ ફ્લોમાં સમસ્યા થાય છે. ધીરેધીરે તેના કારણે ધમનીના રોગ થવા લાગે છે. સ્મોકિંગના કારણે બ્લડ પ્રેશર વધી જાય છે.

image source

સિગરેટની આદતના કારણે વાળ, ત્વચા અને નખ પર પણ અસર થાય છે. તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે સ્મોકિંગ કરનારને ત્વચાનું કેન્સર થવાનું જોખમ ખૂબ વધી જાય છે. સાથે જ તેમના નખમાં ફંગલ ઈંફેકશન પણ થવા લાગે છે અને વાળ પણ ઝડપથી સફેદ થવા લાગે છે.

સ્મોકિંગ કરતાં લોકોને મોં, ગળા અને ગ્રાસનળીનું કેન્સર થવાની સંભાવના પણ વધી જાય છે. તેમના ઈંસુલિન પર પણ પ્રભાવ પડે છે જેના કારણે ટાઈપ-2 ડાયાબિટીસ પણ થઈ શકે છે.

નિકોટીનની અસર પુરુષ અને મહિલાઓના જેનિટલ ઓર્ગન પર પણ પડે છે. તેના કારણે પુરુષોમાં સેક્સુઅલ પરફોર્મસ ઘટી જાય છે. જ્યારે મહિલાઓમાં યૌન ઈચ્છા ઘટવા લાગે છે. નિકોટીન સેક્સ હોર્મોનના સ્તરને પણ ઘટાડે છે.

image source

સિગરેટ પીવાની આદત જીવનું જોખમ નોંતરી શકે છે. તેથી આ આદતને મન મજબૂત કરી ડોક્ટરની સલાહ અનુસાર છોડી દેવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!