ફ્રિઝમાં ન રાખશો આ વસ્તુઓ, ઉપયોગ પહેલાં રાખી લો ખાસ સાવધાની

આજની ફાસ્ટ લાઈફમાં આપણે સૌ ફ્રિઝનો ઉપયોગ કરી રહ્યા છીએ. જેના કારણે અનેક વાર એવું બને છે કે આપણે કેટલીક ચીજોને એકસાથે લાવીએ છીએ અને પછી ફ્રિઝમાં સ્ટોર કરી લઈએ છીએ. આ સમયે એવું શક્ય છે કે આપણે જાણતા નથી કે કઈ ચીજોને ફ્રિઝમાં ન રાખવી જોઈએ, જે આપણને નુકસાન કરે છે. અનેક વાર એવું બને છે કે આપણે ફ્રિઝમાં વસ્તુ સારી રહે તે માટે રાખીએ છીએ પણ તે આપણને નુકસાન કરનારી બની જાય છે અને સાથે જ આપણા શરીરને પણ મોટી બીમારીઓ થઈ શકે છે.

image source

આપણને સૌને આદત છે કે જ્યારે આપણે બજારથી શાક કે અન્ય ચીજો લાવીએ છીએ ત્યારે તેને ફ્રિઝમાં રાખીએ છીએ. મહિલાઓ ઘરમાં ખાવા પીવાની ચીજોને ફ્રિઝમાં રાખવાનું પસંદ કરે છે. હવામાન અને સીઝનના આધારે આપણે અનેક ચીજોને ફ્રિઝમાં રાખીએ છીએ જેથી તેનો ઉપયોગ અનેક દિવસો સુધી કરી શકાય. પરંતુ અનેક વાર આ ખાન પાનની ચીજોને લાંબા સમય સુધી ફ્રિઝમાં રાખવું નુકસાન કરી શકે છે.

image source

તમારે એક વાત યાદ રાખવી કે જ્યારે પણ તમે શાકને ફ્રિઝમાં રાખો છો ત્યારે જો તે પાણી વાળા શાક હશે તો તે જલ્દી ખરાબ થાય છે. જેમકે ટામેટા, તેમાં પાણી વધારે હોય છે. તેને ફ્રિઝમાં ન રાખો, ફ્રિઝની ઠંડકના કારણે તે જલ્દી ઢીલા અને ખરાબ થઈ જાય છે. આ સાથે જો તે ફ્રિઝમાં 3 દિવસ રહે તો તેમાં કીડા પણ પડે છે, શાકમાંથી સ્મેલ આવે છે અને સાથે તેના કારણે ફ્રિઝની અન્ય ચીજો પણ ખરાબ થાય છે. આ સિવાય ક્યારે સોયા સોસ, કેચપને પણ ફ્રિઝમાં ન રાખો. તેને બહાર રાખીને જ વાપરવાનો આગ્રહ રાખો,

image source

જો તમે કોઈ ફ્રેશ ફ્રૂટ લાવો છો જેમ કે તરબૂચ, શક્કર ટેટી, દ્રાક્ષ, કાકડી વગેરે. તો તેને ફક્ત ખાતા પહેલાં ઠંડા કરવા માટે જ ફ્રિઝમાં રાખો. એ સિવાય તેને બહારના ટેમ્પ્રેચર પર રાખશો તો તે લાંબા સમય સુધી સારા રહેશે. આ સિવાય તમે જામ, પ્રોસેસ્ડ ચીજો, બટાકાને પણ ફ્રિઝમાં રાખવાને બદલે બહાર રાખો તે યોગ્ય છે.

image source

અનેક મહિલાઓ રસોઈમાં વપરાતું વનસ્પતિ ઓઈલ પણ ફ્રિઝમાં રાખતી હોય છે. જેના કારણે તે જામી જાય છે. આ તેલને ક્યારેય ફ્રિઝમાં ન રાખો. સિટ્રિક એસિડના ફળ જેવા કે લીંબું અને નારંગી ફ્રિઝની ઠંડક સહન કરી શકતા નથી. તેને પણ બહાર જ રાખો. જો તમે તેને ફ્રિઝમાં રાખો છો તો તેની છાલ પર 2 દિવસમાં જ ડાઘ જોવા મળે છે અને સ્વાદ પર પણ અસર થાય છે. ફ્રિઝમાં રાખવાથી આ ફળોનો રસ પણ સૂકાઈ જાય છે.

image source

તો હવેથી જ્યારે પણ તમે ફ્રિઝમાં કોઈ પણ ચીજો રાખો છો ત્યારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખી લો તે યોગ્ય છે. તેનાથી તમારી વસ્તુઓ પણ લાંબા સમય સુધી સારી રહે છે અને સાથે જ તમારી હેલ્થ પણ સારી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત