જબરો ખેલ થઈ ગયો, લોકો નાચવામાં વ્યસ્ત હતાં અને પાછળથી વરરાજો લૂંટાઈ ગયો, ચારેબાજુ ઘટનાની ચર્ચા

દિલ્હીમાં હવે ચોરો લગ્નમાં પણ ચોરી કરવાથી અચકાતા નથી. તાજેતરનો કિસ્સો રાજધાનીના જનકપુરી વિસ્તારનો છે. અહીં ચોરો દ્વારા વરરાજાને લૂંટવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે જાનમાં સામેલ લોકો ડાન્સ કરવામાં વ્યસ્ત હતા, ત્યારે ત્રણેય શખ્સો વરરાજાના ગળામાં પડેલી નોટો અને સોનાની ચેન લૂંટી લઇને ફરાર થઈ ગયા હતા.

image source

મીડિયા સાથે વાત કરતા પીડિતે જણાવ્યું કે આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. દરેક જણ ડાન્સ કરવામાં અને ગાવામાં વ્યસ્ત હતા. હું લોકોનો ડાન્સ પણ જોઈ રહ્યો હતો, જ્યારે 3 લોકો મારી પાસે આવ્યા. તેઓ થોડા સમય પહેલાં મૌન ઉભા રહ્યા હતા, મને જોઈને થોડું અજીબ લાગ્યું. પરંતુ થોડા સમય પછી તેમાંથી એકે અચાનક મારા ગળામાંથી પૈસાનો હાર ખેંચી લીધો. જ્યાં સુધી હું કંઇ સમજી શકુ ત્યાં સુધી મારા ગળામાંથી સોનાની ચેન ગાયબ થઈ ગઈ. આ ઘટના પછી મેં અવાજ ઉઠાવ્યો પણ ગીતને કારણે લોકો સાંભળી શક્યા નહીં. આ દરમિયાન ચોર પણ સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો.

image source

છેલ્લા 48 કલાકમાં રાજધાનીમાં આવો બીજો કેસ છે. અગાઉ અન્ય દુલ્હનની કિંમતી ચીજવસ્તુઓ ચોરી કરીને ચોર ફરાર થઈ ગયા હતા. પોલીસના કહેવા મુજબ, આ બંને કેસ એકસરખા છે. આ ઘટના ત્યારે બની જ્યારે લોકો ગાવા અને ડાન્સ કરવામાં વ્યસ્ત હતા. પોલીસ એફઆઈઆર નોંધીને ચોરની શોધ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે 4 દિવસ પહેલાં આ કેસથી થોડી વિપરીત ઘટના ઊંઝામાં જોવા મળી હતી. કર્મકાંડી બ્રાહ્મણ પરિવારના પુત્રની ઘરેથી જે દિવસે જાન નીકળી તે જ રાત્રે તસ્કરોએ તેમના બંધ મકાનનું તાળુ તોડી રોકડ રૂ. 1.26 લાખ અને ચાંદીના દાગીના મળી રૂ. 1.36 લાખની મત્તા ચોરી ગયા હતા. જે અંગે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

image source

મૂળ ડીસાના સમૌના અને હાલ ઊંઝામાં રાજગઢ રમણવાડી પાસે રહેતા કર્મકાંડી બ્રાહ્મણ મહેન્દ્રભાઇ ત્રિભોવનદાસ જોશીએ પુત્ર અને પુત્રીનાં લગ્ન હોઇ બેંકમાંથી કેટલીક રકમ ઉપાડી ઘરે લાવ્યા હતા. ગત ગુરુવારે તેમના પુત્રની સવારે જાન ઉપડતાં તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. મહેન્દ્રભાઇના કહેવા મુજબ, જાન જ્યારે નડિયાદ પહોંચી ત્યારે પડોશીએ ફોન કરીને તેમના મકાનના દરવાજાનું તાળું તૂટેલું હોવાની જાણ કરી હતી.

image source

ઘરે પહોંચીને તપાસ કરતાં તસ્કરોએ તિજોરીનું લોકર ખોલી તેમાંથી ચાંદીના 35 સિક્કા,નાનીડીસ, ગ્લાસ, ચમચી મળી આશરે 380 ગ્રામ ચાંદીના વાસણો તેમજ રોકડ રૂ.1.26 લાખ મળી રૂ.1.36 લાખની મત્તા ચોરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. આથી મહેન્દ્રભાઇ જોશીએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ઘટના સ્થળે પહોંચેલ પોલીસ ડોગ તેમના મકાનમાં ફરીને કેટલેક દૂર રસ્તા પર જઇ અટકી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, તસ્કરો લગ્ન માટે બેંકમાંથી ઉપાડેલી રકમ, ચાંદલો અને મોસાળાની આવેલી રકમ તફડાવી ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત