નદીમાં તરતી બેગને જયારે ખોલવામાં આવી ત્યારે જોતાની સાથે ચોંકી ગયા અનેક લોકો, કારણકે…

નદીમાં તરતી બેગને જયારે ખોલવામાં આવી તો એને જોનાર બધા જ ચોંકી ગયા, જાણો શું હતું એ બેગમાં

image source

મનુષ્ય જીવનમાં આપણે જાણતા અથવા અજાણતા પણ એવી ઘણી પ્રવૃતિઓ કરતા જ હોઈએ છીએ, જેના દ્વારા આપણે નિર્દોષ લોકોના રક્ષક બની જઈએ છીએ. કઈક આવો જ કિસ્સો હાલમાં અમારી સમક્ષ આવી રહ્યો છે. આ ઘટના એવી છે કે મેસેચ્યુસેટ્સના યુક્સબ્રીજમાં વહેતી બ્લેકસ્ટોન નદીમાં બે બોટ ડ્રાઈવરને અચાનક જ એક બેગ તરતા જોવા મળી, અને એમણે આ બેગને નદીમાંથી બહાર કાઢવાનું વિચાર્યું.

આ દરમિયાન અજાણતા જ કરવામાં આવેલ આ પ્રવૃત્તિ એ સહાય બની ગઈ. જો કે બોટ ચાલક દ્વારા અજાણપણે કરાયેલા આ કાર્યથી એને તો ખબર પણ ન હતી નિર્દોષના જીવ બચી જશે. આ સમયે તો લોકો તેમની આ સારી પ્રવૃત્તિ બાબતે સોશિયલ મીડિયામાં પ્રસંશા કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે આ બંને બોટ ચાલક નદીમાંથી પસાર થઇ રહ્યા હતા. અને અચાનક જ એમણે નદીમાં તરતી બેગ જોઈ હતી.

image source

લોકોના તો મોતિયા જ મરી ગયા

જો કે શરૂઆતમાં એમણે આ બેગથી દુર રહેવાનું જ યોગ્ય સમજ્યું હતું. પણ આ કોથળામાંથી કોઈ વિચિત્ર પ્રકારના આવાજ આવતા હોય એવા પ્રકારનો એમને અહેસાસ થયો. જો કે પાણીમાં આવા અવાજો સાંભળી પહેલા તો એ ડરી ગયા હતા. પણ, રહસ્ય જાણવાની ઈચ્છા એમને બેગ સુધી લઇ ગઈ હતી. જ્યારે આ બેગ એમણે ખોલી તો એમના અને એમની આસપાસ રહેલા લોકોના તો મોતિયા જ મરી ગયા. આખા સમાચાર જાણીને દંગ રહી જશો.

બેગમાંથી વિચિત્ર આવાજ આવતા હતા

image source

ઘણી વાર આપણે વિચરતા હોઈએ છીએ કે દરેક વસ્તુના બે પાસા તો જરૂર હોય છે. આ બોટ ચાલક સાથે પણ આવું જ બન્યું છે. શરૂઆતમાં તો બેગ જોઇને એમણે દુર રહેવાનું જ વિચાર્યું હતું. એમને લાગ્યું કે કોઈનો કઈક સમાન હશે અથવા વ્યર્થ વસ્તુઓ હશે જે નદીમાં નાખી દીધી હશે. જો કે જેમ જેમ નજીક આવતા ગયા એ બેગમાંથી ધીમો અવાજ આવતો રહ્યો. આ અવાજોના કરને હવે બંને બોટ ચાલક ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. એક સમયે તો તેઓ મુશ્કેલીમાં ન ફસાય જઈએ એમ વિચારી અવગણવાનું વિચારતા હતા પણ તેમાથી આવતા અવાજોના કારણે એમણે આ બેગ ચેક કરવાનું નક્કી કર્યું.

બેગમાં નવજાત ગલુડિયા હતા

image source

આ ઘટના ઘણી જ આઘાતજનક હતી. આપને જણાવી દઈએ કે જ્યારે બોટ ચાલકોએ આ બેગને ખોલીને જોઈ તો એમાં હોશ જ ઉડી ગયા. આ બેગમાં નવજાત ગલુડિયા હતા. એવા ગલુડિયા કે જેમની હજુ તો આંખો પણ બરાબર ખુલી ન હતી. આ તાજા જન્મેલા ગલુડિયા જોઇને એટલું તો સ્પષ્ટ હતું કે એમનો જન્મ હમણાં જ થયો હતો.

નવજાત જીવ મરતા મરતા બચી ગયા

image source

મળતી માહિતી મુજબ, આ ગલૂડિયાં લેબ્રાડોગ પ્રજાતિના છે. નવાઈની વાત છે કે આ ગલૂડિયાં દેખાવમાં એટલા સુંદર છે કે કોઈપણ તેમને પ્રેમ કરે, તો પછી આવી હરકત કોણે કરી હોઈ શકે. બની શકે કે કોઈ તોફાની તત્વોએ તોફાન કરવાના વિચારે આમ કર્યું હશે, અને ગલુડિયા બેગમાં ભરીને નદીમાં વહાવી દીધા હશે. પણ કહેવાય છે ને કે ”રામ રાખે તેને કોણ ચાખે“. આ ગલુડિયા સાથે પણ આવું જ બન્યું હતું, કદાચ બોટ ચાલકોની સહાયના પરિણામે આ નવજાત જીવ મરતા મરતા બચી ગયા હતા.

ત્રણ લાખ પચીસ હજાર રૂપિયાનો દંડ

image source

આ ઘટના અંગે બોટ ચાલકોએ પોલીસને પુરતી માહિતી આપી હતી. જો કે પોલીસે પણ તપાસ હાથ ધરી હતી અને નિર્દોષ પ્રાણી પત્યે દયા ન દાખવતા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો જેમણે નદીમાં નવજાતને આમ બેગમાં બાંધી મોતને ઘાટ ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે પ્રાણી કાયદા હેઠળ, એમણે એક શરમજનક કૃત્ય કર્યું છે, અને આ કાયદા હેઠળ એમને લગભગ ત્રણ લાખ પચીસ હજાર રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત