નડિયાદમાં અફેરનો અઘરો કિસ્સો, મિત્રએ જ મિત્રના પત્ની પર નજર બગાડીને સેટિંગ પાડ્યું, પછી….

પ્રેમસંબંધને લઈને અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે જેમાં ક્યારેક તેઓ ભગીને લગ્ન કરી લેતા હોય છે તો વળી ઘણી વખત તેમની કહાની અધુરી જ રહી જતી હોય છે. હાલમા એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જ્યા પ્રેમસંબંધનો કરુણ અંત આવ્યો છે. આ ઘટના સામે આવી છે આણંદથી. અહીના મોગરી ગામમાં રહેતા 30 વર્ષના એક પ્રેમીને પુત્રીની બર્થ ડે પાર્ટીમાં બોલાવામા આવ્યો હતો અને તેની હત્યા કરી દેવામાં આવી હતી. તે યુવકને મારીને બોરિયાવી પાસેથી આવેલી મોટી નહેરના જીવાપુરા બંધ પાસે ફેંકી દેવામાં આવ્યો હતો. આ બાદ આણંદ ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં બે શખસની ધરપકડ કરી લીધી હતી અને તેમની રિમાન્ડ લેતા કાર્યવાહી હાથ ધરી છે.

image source

રિમાન્ડ દરમિયાન સામે આવ્યુ હતુ કે મૃતક યુવકનુ આરોપી યુવકની પત્ની સાથે અફેર હતુ અને જ્યારે તેની જાણ થઈ ત્યારે આ હત્યા તે પતિ દ્વારા કરવામા આવી હતી. આ વિશે વિગતે વાત કરવામા આવે તો મોગરી પાસે આવેલા મફતપુરા રોડ પાસેની શુક્લની ખરી પાસે રાજેશભાઈ રાવળ રહે છે. તેઓ ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે. રવિવારે સાંજે તે ઘરેથી એક બર્થ ડે પાર્ટીમાં જાય છે તેવુ કહીને ઘરેથી નીકળ્યા હતા. આ પછી મોડી સાંજ સુધી ઘરે ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન જ તેમનું મોપેડ બોરિયાવી નહેર પાસે મળી આવ્યું હતું. આ જોતા જ તરત પોલીસને ત્યા બોલાવામા આવી હતી અને તપાસ હાથ ધરાઇ હતી.

image source

મળતી માહિતી મુજબ અમિત રાવળના મૂળ નડિયાદનો છે અને હાલમાં બોરિયાવી ખાતે રહેતો હતો. પંદર વર્ષ અગાઉ તેના લગ્ન ભાવિકા સાથે થયા હતા અને જે એક પ્રેમલગ્ન હતા. તેમને ત્રણ પુત્રી છે. હવે જે યુવક સાથે ભાવિકાનુ અફેર હોવાની વાત થઈ રહી છે તે યુવકના લગ્ન પણ 12 વર્ષ પહેલાં થયા હતા અને તેને પણ સંતાનમાં ત્રણ પુત્રી છે. પણ અનૈતિક સંબંધોને પગલે બે પરિવારોનો માળો વિખેરાયો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યુ હતુ કે તે યુવક રાત્રિના સમયે તેના મિત્ર અમિત રાવળ અને તેના ભાણા જય દિનેશ રાવળ સાથે હતો તેમણે પુત્રીની બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હોવાની વાત સામે આવતા પોલીસે બંનેની તેમના ઘરેથી જ ધરપકડ કરી લીધી હતી.

image source

આ બાદ પોલીસ પૂછપરછમા તેમણે જણાવ્યું હતું કે અમિતની પત્નીનુ રાજેશ રાવળ સાથે અફેર હતુ અને આ અફેર છેલ્લા પાંચેક મહિનાથી ચાલી રહ્યુ હતુ. આ પછી જ્યારે આ વિશે તેને જાણ અમિતને હમણા ત્રણેક દિવસ પહેલાં જ થઈ હતી. આ બાદ તેણે પુત્રી વૈષ્ણવીનો રવિવારે બર્થ ડેના મોકા પર સામેથી મૃતક યુવક રાજેશે પાર્ટીની વાત કરી હતી. આ જોતા અમિતે પણ રાજેશને તેની પત્ની સાથે આવવા નિમંત્રણ પાઠવ્યું હતું.

image source

આવુ કરવા પાછળનો આ બંને આરોપીનો પ્લાન એવો હતો કે જ્યારે રાજેશ તેની પત્ની સાથે આવે તો પત્નીની હાજરીમાં જ તેને માર મારી સમગ્ર બનાવનો ભાંડાફોડ કરવો. પરંતુ તેઓનો આ પ્લાન સફળ થયો નહી કારણ કે તે એકલો આવી રહ્યો હતો. જો કે આ વાતની જાણ અમિત અને જયને પહેલા જ થઈ ગઈ હતી કે રાજેશ એકલો જ આવી રહ્યો છે.

આ પછી તેઓએ પોતાના પ્લાનમા બદલાવ કરી નાખ્યો અને તેને માત્ર માર મારવાને બદલે હત્યા કરી નાખવનુ નક્કી કર્યુ હતુ. આ માટે તેને સીગડી હોટલ પાસે લઈ જવાને બદલે બોરિયાવી નહેર પાસે લઈ ગયા હતા અને ત્યા જ તેને ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ હત્યા વિશે વાત કરતા નિલેશભાઈ રામી જે આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે તેઓએ માહિતી આપી હતી કે મૃતકનો મૃતદેહ ઘટના સ્થળથી 500 ફૂટ દૂરથી મળી આવ્યો હતો. આ પછી મંગળવારે તેનું પેનલ પીએમ કરાવ્યું હતું જેમાં જાણવા મળ્યુ હતુ કે તેના માથામાં વાગવાથી તેનું મોત થયુ છે. આ સિવાય ઘટના સ્થળ પરથી એક ઘડિયાળ પણ મળી આવી છે. જાણવા મળ્યુ છે કે આરોપી અમિત વટવા જીઆઈડીસીમાં નોકરી કરે છે.

image source

જ્યારે પ્રેમસંબંધની જાણ યુવતીનાં પરિવારજનો અને યુવકનાં પરિવારજનોને થતાં તેમણે તેને સમજાવી હતી. તેમણે એ બાબતનુ પણ ધ્યાન રાખ્યુ હતુ કે આ ઘટના અમિત સુધી પહોંચે નહીં, પરંતુ ત્રણ દિવસ પહેલાં જ તેની જાણ થતાં તેણે પત્નીને માર માર્યો હતો. આ દરમિયાન તેણે ફરી આવું નહીં બને એમ કહી માફી પણ માગી હતી. પર્ન્તુ આ પછી આ હત્યા થઈ હતી.

એક એ વાત પણ સામે આવી છે કે મૃતક યુવક રાજેશે તેની પ્રેમિકાની નજીક આવવા માટે થઈને તેના પતિને જ પોતાનો મિત્ર બનાવી દીધો હતો. આ પછી થોડા સમય અગાઉ ભજનમંડળીમાં સાથે મળ્યા બાદ તેણે જ સામેથી મોબાઈલ લઈ ગુડ મોર્નિંગ અને હાય હેલ્લોના મેસેજ નાખીને મિત્રતાની શરૂઆત કરી હતી અને જે દોસ્તી એક હત્યાથી અંત પામી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!