Site icon News Gujarat

નડિયાદ નજીક નેશનલ હાઇવે નંબર 8 પર બે કાર વચ્ચે અકસ્માત, 5 લોકોના મોત, 5ને ઈજા

નડીયાદ- ડભાણ નજીક ગઈકાલ રવિવારના દિવસે મોડી સાંજના સમયે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક જ પરિવારની બે મહિલાઓ, બે બાળકોની સાથે કુલ પાંચ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે. જયારે અન્ય પાંચ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતમાં અમદાવાદના જમાલપુર વિસ્તારના નિવાસી અને સિંગચણાનો વેપાર કરી રહેલ યાકુબ શેખ, તેમના પત્ની કૌસરબીબી, યાકુબ શેખ અને કૌસરબીબીની પુત્રી સીમાબેન, સીમાંબેનની દીકરી ઝિયા અને અન્ય કોઈ સંબંધીની પુત્રી ઈનાયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.

image source

આસ શેખ પરિવાર કારમાં મુસાફરી કરી રહ્યો હતો. ત્યારે જ પાછળથી આવી રહેલ કારના ડ્રાઈવર દ્વારા ટક્કર મારી દેવામાં આવી હતી અને આ અકસ્માત સર્જાયો છે. શેખ પરિવાર વડોદરાથી અમદાવાદ પાછો ફરી રહ્યો હતો તે સમયે આ અકસ્માત સર્જાયો હતો.

કારની સ્પીડ ૧૦૦ કિમી/પ્રતિ કલાક હતી.

અકસ્માતનો ભોગ બનેલ ફોર્ચ્યુંનર કારને ચલાવનાર વ્યક્તિ સાણંદના પ્રમુખ પટેલ હતા. રવિવાર મોડી સાંજના સમયે જયારે આ અકસ્માત સર્જાયો ત્યારે કારની સ્પીડ લગભગ ૧૦૦ કિમી/પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવી રહી હોવાનો લોકો દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાણંદના પ્રમુખ પટેલને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાણંદના પ્રમુખ પટેલ ગાડી ચલાવતા સમયે દારૂના નશામાં ધુત હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

image source

વિડીયો કોલની મદદથી ઘાયલ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી છે.

આ અકસ્માતમાં સાણંદના પ્રમુખ ચંદુલાલ પટેલ, સમીરાબેન, યાકુબ શેખ, ઝિયા બનું, વસીમભાઈ શેખ, સહદ શેખ અને નિદાબાનુ ઈમરાન શેખને શરીર પર અને માથાના ભાગમાં કેટલીક ગંભીર ઈજાઓ પહોચી છે. આ અકસ્માતની જાણકારી મળતા જ નજીકના સંબંધિત નડીયાદ શહેરની સિવિલ હોસ્પીટલમાં ઘાયલ વ્યક્તિઓને ખસેડી દેવામાં આવ્યા છે. તેમ છતાં ઘાયલ વ્યક્તિઓની વિષે કોઈ માહિતી નહી મળતા તેમના સંબંધીઓને વિડીયો કોલના માધ્યમથી ઘાયલ વ્યક્તિઓ વિષે નામ અને સરનામાંની જાણકારી મેળવવામાં આવી રહી છે.

image source

અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના નામ :

image source

આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓના નામ :

આ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓ વિષે તેમના સંબંધીઓને વિડીયો કોલથી પુછપરછ કર્યા બાદ ઉપરોક્ત પાંચ વ્યક્તિઓના નામ અને સરનામાં મળી આવ્યા છે. જે અમે આપને ઉપર જણાવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version