નર્મદા નદીમાં ઘોડાપૂર: આ શહરેમાં પાણી ઘૂસતા રસ્તાઓ પર હોડીઓ ફરવા લાગી, લોકોમાં ભયનો માહોલ

રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદના પગલે રાજ્યના સરદાર સરોવર ડેમ સહિત અનેક ડેમ છલોછલ ભરાઈ ચુક્યા છે. ઉપરવાસના વરસાદના કારણે સૌથી વધુ પાણીની આવક સરદાર સરોવર ડેમમાં જોવા મળી હતી. જેના પગલે સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા.

image source

નર્મદા ડેમના દરવાજા ખોલી ડેમમાંથી 11 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. આ સાથે જ નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જો કે નર્મદાના ધમસમતા ભરુચ શહેરમાં ફરી વળ્યા હતા.

ડેમના દરવાજા ખોલ્યા બાદ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી ભયજનક નિશાનની ઉપર જોવા મળી હતી. જેને પગલે નર્મદા કિનારાના ગામડાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. સાથે જ ભરૂચના ફૂરજા, દાંડિયા બજાર જેવા નિચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ઘૂસી ગયા હતા. આ પાણી એટલું વધારે છે કે રસ્તાઓ પર હોડીઓ ફરવા લાગી હતી. જો કે બજારમાં પાણી ભરાઈ જવાથી દુકાનદારોને પણ ભારે નુકસાન થયાની શક્યતા છે સાથે જ શહેરીજનોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

image source

નર્મદા નદીનું જળસ્તર વધતાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવાની સ્થિતિ સર્જાઈ હતી. અહીં નર્મદા નદીના પાણીમાં ફસાયેલા 5 લોકોનું એનડીઆરએફની ટીમએ રેસ્ક્યુ કર્યું હતું. ઉપરવાસના વરસાદના પગલે નદીમાં પાણીની આવક વધી છે. જેના કારણે નર્મદા કિનારે આવેલા વડોદરાના 12, ભરૂચના 21 અને નર્મદા જિલ્લાના 19 મળી કુલ 52 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જો કે આવા નીચાણવાળા વિસ્તારમાંથી 2000થી વધુ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.

image source

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ અવિરત વરસી રહ્યો છે. આ સાથે જ રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદના પગલે ભરુચના ડુંગરીમાં આવેલી એક પાણીની ટાંકી ધડાકાભેર તુટી પડી હતી. જો કે આ ઘટના મોડી રાત્રે બનતા કોઈ જાનહાનિ થઈ નથી.

image source

સોમવાર સવાર સુધીના 24 કલાક દરમિયાન રાજ્યના 200થી તાલુકામાં સામાન્યથી અતિભારે એમ સાડા નવ ઈંચ વરસાદ થયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સોમવારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લા સહિત બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, સુરત, નવસારી, વલસાડ અને દમણમાં વરસાદની શકયતા છે. રાજ્યમાં મંગળવારથી વરસાદનું જોર ઘટશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત