Site icon News Gujarat

અચાનક નાગ-નાગિનનું જોડું જતુ રહ્યું લાશ પર, અને પછી જે થયુ એ વાંચીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી

આ ઘટના રાજસ્થાનના ભરતપુરની છે. અહીં એક અત્યંત આશ્ચર્ય જનક ઘટના પ્રકાશમાં આવી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે એક મહિલાને તેના ઘરે એક નાગે ડંખ મારી લીધો હતો. અને મહિલાની ઉતાવળે ઉતાવળે સારવાર કરવા માટે તેણીને નજીકની હોસ્પિટલમા લઈ જવામાં આવી, અહીં ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી દીધી. ત્યાર બાદ મહિલાના અંતિમ સંસ્કાર માટે તેના કુટુંબીજનો તેનું શવ લઈને સ્મશાન ઘાટ પર પહોંચી ગયા. પણ ત્યાં જ અચાનકે મહિલાનો શ્વાસ ફરી ચાલુ થઈ ગયો અને તે ઉભી થઈ ગઈ.

image source

અહીં એક 20-21 વર્ષની યુવતિ સવારના સમયે પોતાના ઘરમાં કામ કરી રહી હતી અને તે જ સમયે તેના ઘરમાં આવેલા એક ઝેરીલા સાપે તેણીને ડંખ મારી લીધો. તેના પરિવારજનોને ખબર પડતાં જ તેણીને ઉતાવળે ઉતાવળે તેઓ નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. પણ ત્યાં પહોંચીને જ્યારે ડોક્ટરોએ તેની તપાસ કરી ત્યારે તેણીમાં જીવ નહોતો બચ્યો અને તેણીને મૃત જાહેર કરવામાં આવી. યુવતિના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારજનો દુઃખી દુઃખી થઈ ગયા તેમના પર તો જાણે આભ જ ફાટી પડ્યું હતું. છેવટે દુઃખી હૃદયે તેમણે યુવતિની અંતિમ વિધિની તૈયારીઓ શરૂ કરવા લાગી. અને તેણીની લાશને સ્મશાન ઘાટ લઈ જવામાં આવી.

image source

જેવી જ યુવતિની સ્મશાનઘાટમાં અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ થઈ ગઈ કે ત્યારે જ કુટુંબીજનોમાંથી કોઈ એક પર ઘરેથી ફોન આવ્યો કે ઘરની અંદર નાગ-નાગણનું એક જોડું નાચી રહ્યું છે. ત્યાર બાદ અચાનક યુવતિના શ્વાસ ફરી ચાલવા લાગ્યા અને તે તરત જ તેણી બેઠી થઈ ગઈ. તેણીને જોનારા અને તેણી પોતે આ સ્થિતિને કોઈ ચમત્કારથી ઓછી નથી માનતી.

image source

ધ્યાન આપવા જેવી બાબત એ છે કે આવી જ એક ઘટના ગયા વર્ષે પણ બન્યો હતો. જે યુપીના અલીગઢમાં બન્યો હતો. અહીં મરનારી વ્યક્તિ 5 કલાક બાદ અચાનક જીવતો થઈ ગયો હતો. યુપીના અલિગઢમાં આ વ્યક્તિ રહેતો હતો જે 53 વર્ષનો હતો તે મૃત્યુ પામ્યો હતો. તેના મૃત્યુથી આખો પરિવાર દુઃખી થઈ ગયો હતો.

image source

અને છેવટે તેની અંતિમ ક્રિયાની તૈયારીઓ શરૂ કરવામાં આવી. પણ તેની અંતિમ ક્રિયા થાય તે પહેલાં અને તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો તેના પાંચ કલાક બાદ તેના મૃત શરીરમાં હલનચલન જોવા મળ્યું. તે જોઈ ત્યાં હાજર લોકો ચકિત રહી ગયા અને મૃતક પોતાની ઠાઠડી પરથી અચાનક ઉભો થઈ ગયો. આ દ્રશ્ય જોઈને તો ત્યાં હાજર લોકો સુખદ આઘાતમાં સરી પડ્યા. રડતા લોકો હસતા થઈ ગયા. ખરી છે કૂદરતની કરામત !

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version