25 જુલાઈના દિવસે છે નાગપાંચમ, ભય દૂર કરવાથી લઇને મનોકામના પૂર્ણ કરવા સુધી જાણો શું કરશો આ દિવસે ખાસ

૨૫ જુલાઈના દિવસે છે નાગપાંચમ, મહિલાઓ પરિવારની રક્ષા માટે નાગની પૂજા એક ભાઈ તરીકે કરે છે

આપણે દરેક જીવને ઈશ્વરના અવતાર તરીકે પૂજવામાં આવે છે. આવા સમયે હવે જ્યારે ૨૫ જુલાઈના દિવસે નાગપાંચમ છે, આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસ પાછળ એવી માન્યતા છે કે સ્ત્રીઓ નાગને પોતાના ભાઈ ગણીને, પરિવારની સુરક્ષા માટે નાગની પૂજા કરે છે. આ અંગે ભવિષ્ય પુરાણમાં જણાવ્યા પ્રમાણે આ દિવસે નાગની પૂજા કરવાથી, ઘરમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.

image source

નાગ પૂજા દ્વારા પરિવારની રક્ષાના આશીર્વાદ મેળવે છે

શ્રાવણ મહિનામાં સુદ પક્ષની પાંચમની તિથિના દિવસે નાગ પાંચમનો પર્વ ઉજવવામાં આવે છે. નાગપંચમીના દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે શનિવાર, 25 જુલાઈ ૨૦૨૦ના દિવસે નાગપાંચમ છે. શાસ્ત્રો પ્રમાણે આજના દિવસે નાગ દેવતાની પૂજા કરવાની પરંપરા છે. આ પૂજનનું મહત્વ ભવિષ્ય પુરાણ સહીત અન્ય પુરાણોમાં પણ ઉલ્લેખવામાં આવેલું છે. નાગ સાથે જોડાયેલી એક કથા પ્રમાણે એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે સ્ત્રીઓ સાપને પોતાના ભાઈ તરીકે માનવામાં આવે છે અને એની પૂજા કરવામાં આવે છે. આમ નાગને પોતાના ભાઈ માનીને સ્ત્રીઓ ભાઈ પાસે પોતાના પરિવારની રક્ષાના આશીર્વાદ મેળવે છે.

image source

આ દિવસે કાલસર્પ દોષની પૂજા કરવામાં આવે છે

આ વિધિમાં જ્યોતિષ શાસ્ત્રના વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે, નાગ પંચમીના દિવસે નાગ દેવની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે નાગપંચમીની આ પૂજા કરવાથી વ્યક્તિની કુંડળીમાં રાહું અને કેતુ સાથે સબંધિત દોષ દુર થઇ શકે છે. આ જ દિવસે કાલસર્પ દોષની પૂજા પણ કરવામાં આવે છે. આ પૂજા દ્વારા વ્યક્તિના જીવનમાં આ દોષના કારણે કામકાજમાં આવનારી મુશ્કેલીઓ દુર થાય છે.

image source

નાગદેવની પૂજા કરવાથી આ ભય દૂર થઇ જાય છે

કહેવાય છે કે નાગપંચમીના દિવસે નાગદેવનું પૂજન અનેક લાભ માટે થાય છે. જેમકે વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ હોય, તો એ દોષથી બચવા માટે નાગ પાંચમનું વ્રત કરવામાં આવે છે. કહેવાય છે કે જેને અવારનવાર સાપ જોવા મળે છે અથવા સાપથી ડર લાગતો હોય છે, એમણે વિધિ-વિધાન પૂર્વક નાગની પૂજા કરવી જોઇએ. ખાસ કરીને નાગ પાંચમના દિવસે નાગદેવની પૂજા કરવાથી આ ભય દૂર થઇ જાય છે.

image source

કાચા દુધથી નાગદેવનો અભિષેક કરવામાં આવે છે

ભવિષ્ય પુરાણ મુજબ નાગ પાંચમના દિવસે નવ નાગની પૂજાનું વિધાન દર્શાવવામાં આવ્યું છે. જેમાં અનંત, વાસુકી, શેષનાગ, પદ્મનાભ, કંબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, કાળિયા અને તક્ષક નાગનો સમાવેશ થાય છે. આ દિવસે નાગની પૂજા કરવા માટે નાગદેવતાની મૂર્તિ લાકડાના બાજોટ પર રાખીને હળદર, રોલી, ચોખા અને ફૂલ ચઢાવવામાં આવે છે. તેમજ કાચા દુધથી નાગદેવનો અભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ નૈવેધ કરીને છેલ્લે આરતી ઉતારવામાં આવે છે.

image source

નાગને પણ દેવી-દેવતાઓના લોકમાં ખાસ જગ્યા

સનાતન ધર્મમાં દરેક જીવને દેવી દેવતાઓના વાહન સ્વરૂપે પૂજવામાં આવે છે. આમ દરેક પશુ અને પક્ષીઓનું અનેરું મહત્વ છે તેમજ એમનું મહત્વ પણ ઉલ્લેખવામાં આવે છે. આ સિવાય પુરાણોમાં પણ નાગલોકનો ઉલ્લેખ જોવા મળે છે. કારણ કે શાસ્ત્રોમાં યક્ષ, ગંધર્વ અને કિન્નરો સાથે નાગને પણ દેવી-દેવતાઓના લોકમાં ખાસ જગ્યા આપવામાં આવી છે. પરિણામે દેવ દેવીઓ સાથે એમની પણ પૂજા કરવામાં આવે છે.

image source

નાગ દેવતાની આરાધનાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે

સામાન્ય રીતે નાગને ધનના રક્ષક તરીકે જોવામાં આવે છે, આ સિવાય નાગને ગુપ્ત, સંતાડેલાં અને દાટેલાં ધનની રક્ષા કરનાર તરીકે પણ માનવામાં આવે છે. આપને જણાવી દઈએ કે નાગ એ માતા લક્ષ્મીની રક્ષા કરે છે. જે હમેશા ધનની રક્ષામાં તત્પર રહે છે. એટલે જ શાસ્ત્રો મુજબ આપણા ધન-સંપત્તિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે તેમજ રક્ષણ માટે નાગ પાંચમ ઉજવવામાં આવે છે. આ દિવસે નાગ દેવતાની આરાધનાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત