ટ્રકમાં દારૂગોળો લઈને જતા હતા આતંકીઓ, સેનાને ખબર પડતા જ ઉડાવી દીધો આખો ટ્રક, 4 આતંકીઓ થયા ઠાર

જમ્મુ જિલ્લાના નગરોટા એન્કાઉન્ટર વિસ્તારમાં આતંકવાદ વિરુદ્ધની કાર્યવાહીમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ગુરુવારે વહેલી સવારે 4 આતંકવાદીઓ માર્યા ગયા છે. સર્ચ ઓપરેશનની કામગીરી હજુ ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓ એક ટ્રકમાં આવી રહ્યા હતા. આ એન્કાઉન્ટરમાં જમ્મુ-કાશ્મીરના બે એસઓજી પણ ઘાયલ થયા છે.

image source

આ આતંકીઓ ટ્રકમાં બેઠા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર ગુપ્તચર અહેવાલ મળતાં સુરક્ષા દળોએ બન ટોલ પ્લાઝા નજીક એક નાકુ બનાવ્યું હતુ. આતંકીઓ અંધારાનો ફાયદો લઈને નિકળવાની તૈયારીમાં હતા. સવારે પાંચ વાગ્યાની આસપાસ ચેકિંગ દરમિયયાન આતંકીઓના એક જૂથે સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ. ત્યાર બાદ એન્કાઉન્ટર શરૂ થયું. ટીવી રિપોર્ટ અનુસાર આ આતંકીઓ ટ્રકમાં બેઠા હતા અને ત્યાંથી જ તેઓ સુરક્ષા દળો પર ફાયરિંગ કરી રહ્યા હતો. જેના જવાબમાં સુરક્ષા દળોએ ટ્રકને જ ઉડાવી દીધી હતી. આ પછી, આતંકીઓ નજીકના જંગલ તરફ દોડવા લાગ્યા. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે.

image source

સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો

સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. તેમજ જમ્મુથી શ્રીનગર જતો હાઇવે પણ બંધ કરી દેવાયો છે. ઓપરેશન હજુ ચાલુ છે. અત્યાર સુધીમાં 4 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ એન્કાઉન્ટર બાદ ઉધમપુર જિલ્લામાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. માતા વૈષ્ણો દેવી મંદિરના કટરા બેઝ કેમ્પની સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહના જણાવ્યા પ્રમાણે, જૈશના ચાર આંતકીઓએ બુધવારે રાતે સાંબામાં આંતરરાષ્ટ્રીય સીમાથી ઘૂસણખોરી કરી હતી. તેઓ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક ટ્રકમાં જઈ રહ્યા હતા. પોલીસે નગરોટા પાસે એક ટોલ પ્લાઝા પર તેમને રોક્યા હતા. આંતકીઓએ પોલીસ પાર્ટી પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા છે. હાલ આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.

આ પહેલા જૈશના 2 આતંકીઓ પકડાયા હતા

image source

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સોમવારે રાતે બે આતંકીઓની ધરપકડ કરી હતી. બંને પાસેથી અમુક મહત્વના દસ્તાવેજ અને વિસ્ફોટકો મળ્યા છે. ધરપકડ કરાયેલા બંને આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા અને કુપવાડાના રહેવાસી છે. તેઓ વોટ્સએપ ગ્રૂપથી પાકિસ્તાન વાત પણ કરતાં હતા. આ ઉફપરાંત આ મહિનાની પહેલી તારીખે CRPF અને પોલીસે શ્રીનગરમાં હિજબુલના ટોપ કમાન્ડર સૈફુલ્લાને ઠાર કરી દીધા છે. તેના સાથીની ધરપકડ કરી દેવામાં આવી હતી. ઘટના સ્થળેથી એક એકે-47 રાઈફલ અને પિસ્ટલ મળી આવી છે. હાલના સમયે કાશ્મીરમાં એક્ટિવ આતંકવાદીઓમાં સૈફુલ્લા મોસ્ટ વોન્ટેડ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત