નગરોટા ટેરર એટેક બાદ કડક થયું ભારત, પાકિસ્તાની ઉચ્ચાયોગના અધિકારીઓને બોલાવી લેવામાં આવ્યા: PM મોદી

નગરોટા ટેરર એટેક બાદ કડક થયું ભારત – પાકિસ્તાની ઉચ્ચાયોગના અધિકારીઓને બોલાવી લેવામાં આવ્યા

નગરોટામાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓના મોટા ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ ભારતે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયના પાકિસ્તાનના ઉચ્ચાયોગના અધિકારીઓને બોલાવી લીધા છે. ભારતે આતંકવાદી હૂમલાના ષડયંત્રને લઈને પાકિસ્તાનની કડક નીંદા કરતા કહ્યું છે કે તે આતંકવાદીઓને પોતાની જમીન પર પાળવાનું બંધ કરે.

image source

ન્યૂઝ એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રો દ્વારા જણાવ્યું છે કે ભારત સરકાર રાષ્ટ્રની સુરક્ષા માટે જરૂરી બધા જ પગલા ઉઠાવી રહી છે. નગરોટા આતંકવાદી હૂમલામાં આતંકવાદીઓની પાસેથી પાકિસ્તાનમાં બનેલી વસ્તુઓ મળી આવી હતી. માર્યા ગયેલા ચારે આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા. પ્રધાનમંત્રી મોદીએ હૂમલા બાદ એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને પરિસ્થિતિ વિષેની જાણકારી મેળવી હતી. ત્યાર બાદ તેમણે સુરક્ષા બળોના વખાણ કરતાં જણાવ્યુ હતું કે બહાદૂર જવાનોની સતર્કતાના કારણે આતંકવાદીઓના બદઇરાદા નિષ્ફળ બન્યા હતા.

image source

મોટા હૂમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો – મોદી

આતંકવાદીઓનું ષડયંત્ર નિષ્ફળ થયા બાદ પીએમ મોદીએ ખાસ બેઠક યોજી હતી. ત્યાર બાદ તેમણે કહ્યું હતું, ‘પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 4 આતંકવાદીઓ માર્યા ગયા અને મોટા પ્રમાણમાં હથિયારો તેમજ વિસ્ફોટકોની હાજરી એ સંકેત આપે છે કે મોટી તબાહી મચાવવાના તેમના પ્રયાસને ફરી એકવાર નિષ્ફળ કરી દેવામા આવ્યો છે.’

પ્રધાનમંત્રી મોદીએ બીજા ટ્વીટમાં કહ્યું, ‘અમારા સુરક્ષા બળોએ એકવાર ફરી અત્યંત બહાદૂરી અને પ્રોફેશનલિઝમ પ્રદર્શિત કર્યું છે. તેમની સતર્કતાના કારણે જમ્મુ-કાશ્મીરમાં જમીન સ્તર પર લોકતાંત્રિક અભ્યાસોને નિશાનો બનાવવાના નાપાક પ્રયાસને હરાવ્યો છે. ’

પેલીસે જણાવી આખી વાત – કેવી રીતે માર્યા ગયા આતંકવાદીઓ

જમ્મુના આઈજી મુકેશ કુમારે જણાવ્યું, ‘આતંકવાદીઓની આ મૂવમેન્ટ વિષે અમને ખાસ ઇનપુટ મળ્યુ હતું. અમને ખબર પડી હતી કે તે આતંકવાદીઓ આવનારી જિલ્લા વિકાસ પરિષદની ચુંટણીમાં અડચણ ઉભી કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઇનપુટ મળ્યા બાદ રાજમાર્ગ પર સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી અને વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી હતી.’ તેમણે જણાવ્યું કે સવારે 5 વાગ્યાની આસપાસ આતંકવાદીઓને લઈ જઈ રહેલા ટ્રકને જ્યારે રોકવામાં આવી ત્યારે પુછપરછ કરવા પર ડ્રાઇવર ખચકાઈ ગયો અને કૂદીને ભાગવા લાગ્યો.

image source

પોલીસની ટીમ પર ટ્રકની અંદરથી ગોળી ચલાવવામા આવી અને તેના જવાબમાં પોલીસની ગોળીઓએ જૈશ-એ-મોહમ્મદના 4 આતંકવાદીઓ ઠાર થઈ ગયા. તેમની પાસેથી 11 એકે-47 રાઇફલ અ 3 પિસ્તોલ સહિત મોટા પ્રમાણમાં હથિયાર અને અન્ય વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ વર્ષે જમ્મૂ-શ્રીનગર રાષટ્રીય રાજમાર્ગ પર આ બીજી એવી ઘટના છે. આ પહેલાં જાન્યુઆરીમાં 3 આતંકવાદીઓને સુરક્ષા બળે મારી નાખ્યા હતા, જ્યારે તેઓ આ જ રીતે એક ટ્રકમાં છુપાઈને જઈ રહ્યા હતા.

Source: Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત