ના હોય! કોરોનામાં આ માસ્ક? જલદી જાણી લો આ પૂરી વાત, નહિં તો સમય જતા કશું નહિ આવે હાથમાં….

કોરોના વાયરસના સંક્રમણને રોકશે આ ફેસ માસ્ક – અમેરિકન વૈજ્ઞાનિકોના સંશોધનમાં સામે આવી આ વાત !

કોરોના વાયરસના સંક્રમણથી આજે આખી દુનિયા ત્રસ્ત થઈ ગઈ છે. તેવામાં અમેરિકન સંશોધકો તરફથી એક ઓનલાઇન સ્ટડી કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાના પ્રસારને રોકવા માટે ફેસ માસ્ક પહેરવું એક અસરકારક રીત છે. આ રિસર્ચમાં વોશિંગ્ટન ડીસી સહિત અમેરિકાના 50 રાજ્યોના ત્રણ લાખ લોકોનો સમાવેષ કરવામાં આયો છે. તેમાં સ્પષ્ટ થયું છે કે ફેસ માસ્ક પહેરવાથી ઘણી હદે કોરોના સંક્રમણથી બચી શકાય છે.

image source

અમેરિકીન નિષ્ણાતોનો એક સ્ટડી રિપોર્ટ લેંસેટ ડિજિટલ હેલ્થ નામની પત્રિકામાં પણ પ્રકાશિત થયો છે. આ સ્ટડી 3 જૂનથી 27 જુલાઈ 2020 વચ્ચે કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું છે કે જો 10 ટકા લોકો માસ્ક પહેરે છે તો કોરોના સંક્રમણ ત્રણ ગણી ઝડપે રોકી શકાય છે, તેના કારણે કોઈ સંક્રમિત વ્યક્તિ 1 અથવા તેનાથી પણ ઓછા લોકોમાં સંક્રમણ ફેલાવી શકશે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે સંપૂર્ણ રીતે ઢંકાયેલા મોઢાથી સંક્રમણની ગતિને નિયંત્રિત કરી શકાય છે.

આ સ્ટડીમાં સમાવિષ્ટ બોસ્ટન ચિલ્ડ્રંસ હોસ્પિટલ અને બોસ્ટન વિશ્વવિદ્યાલયના પ્રોફેસર બેન રેડરે સ્પષ્ટ કર્યું છે કે જો આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન નથી રાખી શકતા તો માસ્ક પહેરવું જરૂરી છે. જો કે આપણે સામાજિક અંતર પણ જાળવવું જોઈએ. તમને જણાવી દઈએ કે સંશોધકોએ લોકોના આ ડેટાને વેબ ડેસ્ક સર્વિસ દ્વારા મેળવ્યો હતો.

image source

તેની સરખામણી ગૂગલ પર હાજર લોકોના ડેટા સાથે પણ કરવામાં આવી છે અને તેમની સહમતિ બાદ જ તેને શેર કરવામાં આવ્યો છે. લોકોએ આ સર્વેમાં કહ્યું છે કે જ્યારે તેઓ સુપરમાર્કેટ જાય છે ત્યારે માસ્ક પહેરવાનું નથી ભૂલતા. પણ પરિવાર અને મિત્રોને મળવા દરમિયાન તેઓ એવું નથી કરતા.

તમને જણાવી દઈએ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ કોરોના સંક્રમણને રોકવા માટે માસ્કને અનિવાર્ય માન્યું છે. ડબલ્યુએચઓએ પોતાની ગાઇડલાઈનમાં કહ્યું છે કે જ્યાં પણ કોરોના સંક્રમણના વધારે કેસ છે, ત્યાં લોકોએ શાળા, ઓફિસ વિગેરે જગ્યાઓ પર માસ્ક જરૂર પહેરવું જોઈએ. અને જો કોઈ બહારથી ઘરમાં આવતુ હોય તો ત્યારે પણ સંક્રમણ રોકવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. સાથે સાથે લોકોને કહેવામાં આવ્યું છે કે જો 1 મીટરનું સામાજિક અંતર શક્ય ન હોય તો તેમણે બહાર માસ્ક પહેરવું જરૂરી છે.

image source

હવે જ્યારે વિવિધ દેશોની લેબોરેટરી દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે રસી શોધવામાં આવી ચુકી છે ત્યારે લોકોમાં કોરોના પ્રત્યેના ભયમાં ઘણો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. યુ.એસ.એ, રશિયા, યુકે, યુરોપના કેટલાક દેશો, ભારત વિગેરેમાં રસીકરણના કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવ્યા છે.

image source

મોટા ભાગના દેશોમાં સૌ પ્રથમ પ્રાથમિકતા ફ્રન્ટલાઇન વર્કર્સને આપવામાં આવી રહી છે. અને ત્યાર બાદ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી પ્રાથમિકતા પ્રમાણે લોકોને રસી આપવામાં આવશે. પણ તેમ છતાં તેમાંથી કોઈ જ રસી 100 ટકા કોરોના વાયરસથી બચાવે તેવી કોઈ જ ગેરેન્ટી નથી માટે લોકોએ કોરોના વાયરસથી બચવા માટે દરેક પ્રકારની સાવધાનીઓ રાખવી જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત