રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબનો લોકહિતમાં નિર્ણય, મુંબઈના કાંદીવલી સ્થિત પાવનધામને બનાવ્યું કોવિડ-19 કેર સેન્ટર

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે તેવામાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ હાલ દેશની આર્થિક રાજધાની મુંબઈની છે.

image source

મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાયેલા કુલ કેસમાંથી 60 ટકા કેસ માત્ર મુંબઈમાંથી નોંધાયા છે. તેવામાં કોરોના સંકટમાં ફસાયેલા લોકોની વહારે જૈન સમાજના મોટા ધર્મગુરુ એટલે કે રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબ આવ્યા છે. રાષ્ટ્રસંત નમ્રમુનિએ આ મહામારીના સમયમાં લોકોને મદદરુપ થવા માટે મુંબઈ સ્થિત જૈન ધર્મસ્થાન પાવનધામને કોરોનાના દર્દીઓ માટે કોરોન્ટાઈન સેન્ટર બનાવવા સોંપી દીધું છે.

મુંબઈમાં કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા છે તેવામાં નમ્રમુનિ મહારાજ સાહેબે આ જાહેરાત કરી છે. જૈનોનું આ ધર્મસ્થાન મુંબઈના કાંદીવલી (વેસ્ટ)માં આવેલું છે. અહીં હવે દર્દીઓ માટે કોરોન્ટાઈન સેન્ટર તૈયાર કરી દેવામાં આવ્યું છે. જો કે આ પહેલી ઘટના છે દેશમાં કે જેમાં કોઈ ધર્મસ્થાનને કોરોન્ટાઈન સેન્ટરમાં પરીવર્તિત કરવામાં આવ્યું છે.

image source

મુંબઈમાં દર્દીઓની હાલત અને કોરોનાગ્રસ્ત દર્દીઓની વ્યથાને ધ્યાનમાં લઈ રાષ્ટ્રસંત નમ્રમુનિએ આ નિર્ણય તુરંત લીધો અને સાથે જ તાત્કાલિત ધોરણે અહીં દર્દીઓ માટે વ્યવસ્થા ઊભી થાય તે માટે પાવનધામની જવાબદારી સ્થાનિક અધિકારીઓને સોંપી દેવામાં આવી. નમ્રમુનિના આદેશ બાદ ઘાટકોપરના ધારાસભ્ય પરાગ શાહે જહેમત ઉઠાવી અને સ્થાનિક એપેક્સ હોસ્પિટલના સહયોગથી પાવનધામને કોવિડ-19 સેન્ટર બનાવાયું. આ કામનો સર્વે એપેક્સ હોસ્પિટલના ડો. વ્રજેશભાઈ શાહ, પૂર્વ હેલ્થ મિનિસ્ટર દીપકભાઈ સાવંત સહિતના પદાધિકારીઓ કરી ચુક્યા હતા અને સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે પાવનધામમાં 60 બેડનું કોવિડ-19 કેસ સેન્ટર તૈયાર કરાયું છે. આ સેન્ટરનો ઉપયોગ પણ શરુ કરી દેવામાં આવ્યો છે.

image source

આ કોવિડ કેર સેન્ટર સામાન્ય લોકો માટે 24 કલાક ઉપલબ્ધ છે તેમ છતાં જો કોઈ જૈન સાધુ કે સાધ્વીજીને કોરોનાનો ચેપ થશે તો તેમને પણ અહીં લાવી સંપૂર્ણ સારવાર કરાવવામાં આવશે તેમ ટ્રસ્ટી અને પાવનધામ કમિટીના સભ્યોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગોંડલ સંપ્રદાયના રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ આદી 4 સંતો અને 36 મહાસતીજી વૃંદ હાલ જૂનાગઢ સ્થિત પ્રકૃતિધામ ખાતે ચાતુર્માસ કરશે. જો કે તેમણે ભાવિકોને ખાસ જણાવ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખી અને ભક્તોએ પ્રત્યક્ષ દર્શનનો આગ્રહ રાખવો નહીં અને તમામ નિયમોનું પાલન કરવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત