ધ્રુસકે-ધ્રુસકે રડતા નાના ભુલકાઓ બોલ્યાં ‘પપ્પા, મમ્મી દરવાજો નથી ખોલતી’, અને પતિએ રૂમ ખોલ્યો તો પત્નીની લટકતી લાશ મળી

‘પપ્પા, મમ્મી દરવાજો નથી ખોલતી’ કહેતા કહેતા તો બાળકો રડી પડ્યા, પતિએ બીજી ચાવી લઈને રૂમ ખોલ્યો તો સામે હતી પત્નીની લટકતી લાશ.

દિવસેને દિવસે રાજ્યમાં આપઘાતના કિસ્સાઓ વધતા જાય છે. રોજે રોજ છાપા અને ન્યૂઝ ચેનલો આપઘાતના સમાચારથી ભરેલા હોય છે. એવામાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા અને પોતાનું કારખાનું ધરાવતા એક યુવકની પત્નીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ આપઘાતના સમાચાર વહેતા થતા જ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.

image source

આપઘાત કરનાર યુવતીને બે બાળકો છે અને આ યુવતીએ પોતાના પાંચ અને ત્રણ વર્ષનાં નાનાં નાના બાળકોને બહાર રૂમમાં મૂકી પોતે અંદર જઈ ગળાફાંસો ખાઈ લીધો હતો. આ સમગ્ર ઘટનાથી અજાણ એ યુવતીના પતિ અને બે બાળકોના પિતા જ્યારે સાંજે ઘરે આવ્યા ત્યારે તમને જોયું કે તેમના બંને બાળકો રડી રહ્યા છે અને રડતા રડતા કહી રહ્યા છે કે મમ્મી દરવાજો નથી ખોલતી.

આ સમગ્ર કેસમાં ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી જાડેજાએ જણાવ્યું હતું કે ઘરકંકાસને કારણે આ યુવતી આપઘાતનું પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે અને સાથે સાથે એ પણ જ જણાવ્યું છે કે યુવતીની લાશ પાસેથી કે ગરમ અન્ય કોઈ જગ્યાએથી કોઈ સુસાઇડ નોટ નથી મળી, હાલ આ અંગે વધુ તપાસ ચાલુ છે.

image source

કારખાનેથી તેનાં માતા-પિતાને મળવા ગયો હતો પતિ.

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં સિલ્વર હેબીટેટ ફ્લેટમાં વિલ્સન ખેડિયા નામનો યુવક તેની પત્ની અને પાંચ તેમજ ત્રણ વર્ષનાં બે બાળક સાથે રહે છે. વિલ્સન ખેડીયા ઓઢવ વિસ્તારમાં જ વિજય એસ્ટેટમાં પોતાનું કારખાનું ધરાવે છે. વિલ્સન ખેડીયા અને તેની પત્નીએ વર્ષ 2013માં પ્રેમલગ્ન કર્યાં હતાં. વિલ્સન પોતાની પત્ની અને બાળકો સાથે રહે છે જ્યારે એના માતા-પિતા અને ભાઈ અલગ રહે છે.

image source

રવિવારે સવારે કારખાનેથી વિલ્સન ખેડીયા તેનાં માતા-પિતાને મળવા ગયો હતો. વિલ્સન જ્યારે સાંજે ઘરે પરત ફર્યો ત્યારે ઘરનો મેઈન ડોર બંધ હતો, એટલે વિલ્સને બીજી ચાવી વડે ડોર ખોલ્યો અને ડોર ખોલતા જ એમને જોયું કે બંને બાળકો રડી રહ્યા છે અને બાળકોએ રડતાં રડતાં જણાવ્યું હતું કે મમ્મી દરવાજો નથી ખોલતી. વિલ્સને બીજી ચાવીથી રૂમનો દરવાજો ખોલ્યો તો તેની પત્ની પૂજા છત પર ગળાફાંસો ખાધેલી હાલતમાં દેખાઈ હતી.

આ અંગે જ્યારે પોલીસને જાણ કરવામાં આવી તો પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ તો ઓઢવ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત