નાણામંત્રાલયે જાહેર કર્યા નવા આંકડા, મોદી સરકાર પરનું દેવું જોઈને પગ નીચેથી જમીન સરકી જશે

કોરોના કાળમાં મોદી સરકારે અનેક જાહેરાતો કરી હતી. તેમાં ફ્રીમાં રાશન આપવાની વાત હૉય કે પછી ખાતામાં રોકડ રૂપિયા આપવાની વાત હોય. એ સિવાય 20 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરીને વડાપ્રધાને બધાને ચોંકાવી દીધા હતા. ત્યારે હવે એક ખુલાસો થઈ રહ્યો છે કે જે સાંભળીને તમારી આંખો ખૂલી ને ખૂલી જ રહી જશે. સમાચાર મળી રહ્યાં છે કે, સરકારનું કુલ ઋણ જૂન 20202ના અંત સુધી વધીને 101.3 લાખ કરોડ સુધી પહોંચી ગયું. આ દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના માર્કેટ કેપથી છ ગણા કરતાં પણ વધારે બતાવવામાં આવી રહ્યું છે. આ સાંભળીને વિપક્ષ અને જનતાએ સરકાર પર પ્રહારો કરવાનું શરૂ કર્યું હતું.

image source

જૂન 2019ના અંતમાં સરકાર પર કુલ ઋણ 88.18 લાખ કરોડ રૂપિયા હતું

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સનું માર્કેટ કેપિટલાઇઝેશન હાલમાં 16 લાખ કરોડ રૂપિયા હતું. આ પહેલા માર્ચ 2020ના અંતમાં સરકારનું કુલ ઋણ 94.6 લાખ કરોડ રૂપિયા હતું. સાર્વજનિક ઋણ પર જાહેર કરાયેલા નવા રિપોર્ટમાં આ અંગેની જાણકારી સામે આવી છે. જાણકારી આપવામાં આવી હતી કે, વર્ષ પહેલા એટલે કે જૂન 2019ના અંતમાં સરકાર પર કુલ ઋણ 88.18 લાખ કરોડ રૂપિયા હતું. સાર્વજનિક ઋણ પ્રબંધનની શુક્રવારે જાહેર કરાયેલ ત્રિમાસિક રિપોર્ટ અનુસાર જૂન 2020ના અંતમાં સરકારના કુલ બાકીમાં સાર્વજનિક ઋણનો ભાગ 91.1 ટકા હતો. રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે બાકીની સિક્યોરિટીના લગભગ 28.6 ટકાની પરિપકતાનનો બાકી સમય પાંચ વર્ષ કરતા પણ ઓછો રહ્યો છે.

image source

ચાલુ નાણાંકીય વર્ષમાં 3,46,000 કરોડ રૂપિયાની સિક્યોરિટીઝ જાહેર કરી

આગળ વાત કરતાં ખુલાસો કરવામાં આવી રહ્યો હતો કે, રિપોર્ટિંગ સમય સુધીમાં તેમાં વેપારી બેંકોનો ભાગ 39 ટકા અને વીમા કંપનીઓની ભાગેદારી 26.2 ટકા હતી. કેન્દ્ર સરકારે ચાલુ નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિક દરમિયાન 3,46,000 કરોડ રૂપિયાની સિક્યોરિટીઝ જાહેર કરી, જ્યારે એક વર્ષ પહેલા આ સમયમાં 2,21,000 કરોડ રૂપિયા સિક્યોરિટીઝ જાહેર કરવામાં આવી હતી. જ્યારકે હવે સાર્વજનિક ઋણ મેનેજમેન્ટ સેલ (PDMC)ના આંકડા અનુસાર ગત નાણાંકીય વર્ષના ચોથા ત્રિમાસિકમાં નવા ઇશ્યુની ટકાવારી ભારે પરિપક્વતા 16.87 વર્ષ હતી, જે હવે ઘટીને 14.61 વર્ષ પર આવી ગઇ. સારી વાત એ છે કે કેન્દ્ર સરકારે એપ્રિલ-જૂન 2020ના દરમિયાન કેસ મેનેજમેન્ટ બિલ જાહેર કરી 80,000 કરોડ રૂપિયા એકઠા કરી લીધા હતા.

image source

સમગ્ર વિશ્વ પર દેવાનો બોઝ લગભગ 188 ટ્રિલિયન ડોલર

ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)ના નવેમ્બર 2019ના રિપોર્ટ અનુસાર, સમગ્ર વિશ્વ પર દેવાનો બોઝ લગભગ 188 ટ્રિલિયન ડોલર (188 લાખ કરોડ ડોલર)નો છે. રકમનો અંદાજો આનાથી જ લગાવી શકાય છે કે ભારતની અર્થવ્યવસ્થાનો આકાર માત્ર 2.7 લાખ કરોડ ડોલરનો છે જ્યારે, દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાનો આકાર આશરે 21.35 લાખ કરોડ ડોલરનો છે. કેન્દ્ર સરકાર દર વર્ષે ફક્ત દેવામાં વ્યાજ ચૂકવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ગયા બજેટમાં સરકારે દેવા પરના વ્યાજની ચુકવણી માટે રૂ 5.75 લાખ કરોડ ફાળવ્યા હતા. 2019-20ના બજેટની વાત કરીએ તો સરકારે 27.80 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત