Site icon News Gujarat

નાની ઉંમરમાં હાથ-પગ ગુમાવનાર આ બાળકની કળા જોઈને ફિલ્મ સ્ટાર્સ પણ મોંમા આંગળા નાખતા રહી ગયા, જુઓ તો ખરા કેવી રીતે મોંથી બનાવે છે પેઇન્ટિંગ

ઘણા અકસ્માતો વ્યક્તિને ખરાબ રીતે હચમચાવી નાખે છે. આ જ કારણ છે કે લોકોના જીવનની રીત સંપૂર્ણપણે બદલાય છે. જ્યારે કેટલાક લોકો હતાશ થઈ જાય છે તો કેટલાક આવેલી આ સમસ્યાઓનો સામનો કરવામાં અચકાતા નથી. નવ વર્ષના બાળકે પણ આવું જ એક ઉદાહરણ રજૂ કર્યું છે. એક દુર્ઘટનામાં બંનેના હાથ અને પગ ગુમાવનાર મધુ કુમાર તેના જુસ્સાથી દરેક માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.

મધુ તેલંગણાના મેડક જિલ્લાનો રહેવાસી

મધુ તેલંગણાના મેડક જિલ્લાનો રહેવાસી છે. હવે તેની કહાની લોકોના હૃદયને સ્પર્શી રહી છે. હાથ-પગ ગુમાવ્યા પછી પણ તેણે હાર માની નહીં પણ તેના બદલે કંઈક નવુ કર્યું. જેની લોકોએ નોંધ લીધી. મધુ તેના મોંથી પેઇન્ટ બ્રશનો ઉપયોગ કરીને અદભૂત પેઇન્ટિંગ બનાવે છે. મધુએ કહ્યું, હું છઠ્ઠા ધોરણમાં છું અને મને ખુશી છે કે ગયા વર્ષે થયેલા અકસ્માત બાદ હવે હું પેઇન્ટિંગ કરવાનું શીખી ગયો છું. મેં આશા ગુમાવી દીધી હતી પરંતુ ઘણા લોકોએ આમાં મારી મદદ કરી હતી. હવે હું ઘણા લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયો છું.

મોટા ફિલ્મ સ્ટાર્સનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે

હવે મધુ પણ તેની કળા દ્વારા ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. તાજેતરમાં જ તેણે સોનુ સૂદનું સ્કેચ બનાવ્યું, જેનો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો. સોનુએ મધૂનો વીડિયો પણ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. બોલિવૂડથી આ કોરોના કાળમાં લોકો માટે ફરિશ્તા બનીને સામે આવ્યો રિયલ હીરો એક્ટર સોનૂ સૂદ સોશિયલ મીડિયાપર ઘણો એક્ટિવ રહે છે. તે લોકોની મદદ માટે જેમ આગળ રહે છે તેમજ લોકો પણ તેનાં વખાણ કરતાં થાકતા નથી અને પોતાનાં અંદાજમાં ભાવનાઓ વ્યક્ત કરે છે.

સોશિયલ મીડિયા પર સોનૂ સૂદે એક વીડિયો શેર કર્યો છે. જેને જોયા બાદ તે ભાવૂક થઇ ગયો. આ વીડિયોમાં હતો મધુ નો. જેને જોયા બાદ સોનૂ સૂદે કહ્યું અધબૂત, બાળકોની ધગશ જોયા બાદ તે તેની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યો છે. વીડિયો શેર કરતાં તેણે લખ્યું છે કે, ‘હૃદય સ્પર્શી, આપની સાથે જલદી જ મુલાકાત થશે પ્રેમાળ બાળક.

મધુએ તેના અંગો ગુમાવ્યા

ગયા વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ મધુનો અકસ્માત ત્યારે થયો હતો જ્યારે તે ઘરની છત પર રમી રહ્યો હતો. એક લોખંડનો રોડ વીજ લાઇનના સંપર્કમાં આવ્યો અને તે મધુની સાથે ટકરાયો, જેના કારણે મધુએ તેના અંગો ગુમાવ્યા. આ દુખદાયક અકસ્માત પછી સમુદ્રલા હર્ષા નામના એક કલાકારે મધુને મોંનો ઉપયોગ કરીને પેઈન્ટિંગ બનાવવાનું શીખવ્યું. આટલી નાની ઉંમરે તેના શરીરના અંગો ગુમાવ્યા પછી પણ મધુએ બતાવી દીધુ કે ભલે તેની સામે ગમે તેટલી મુશ્કેલીઓ આવે પરંતુ તે દરેક મુશ્કેલીમાંથી રસ્તો ગોતી લેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version