ખૂબ જ કરુણ રીતે કરમાઇ ગયુ આ નાનકડુ ફુલ, પરિવારજનોં પર તૂટી પડ્યુ આભ, પૂરી ઘટના વાંચીને તમારી આંખોના ખૂણા પણ થઇ જશે ભીના

દિલ્લીના નવજાત બાળકને યોગ્ય ટ્રીટમેન્ટ ન મળતાં થયું મૃત્યુ – પરિવારે નર્સને બનાવી બંધક

આ ઘટના દિલ્લીના માલવીયા નગરની સરકારી હોસ્પિટલમાં બની હતી. અહીં એક નવજાત બાળકને સમયસર વેન્ટિલેટર ન મળતાં જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ દુઃખદ ઘટના ઘટતા દિલ્લી સરકારની હેલ્થ સિસ્ટમ પર એક નવો પ્રશ્ન ખડો થઈ ગયો છે.

દીલ્લીની પંડિત મદન મોહન માલવીયા હોસ્પિટલમાં ગુરુવારની સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ એક બાળકનો જન્મ થયો હતો અને તેને તરત જ વેન્ટિલેટર પર મુકવાની જરૂર પડતાં યોગ્ય સમયે વેન્ટિલેટર નહીં મળવાના કારણે તેને સફદરજંગ ખાતેની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યું હતું જ્યાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. બાળકના મૃત્યુ બાદ દુઃખી થયેલા તેના પિરવારજનોએ સ્ત્રી નર્સને પોતાની બંધક બનાવી લીધી હતી.

image source

ઘટનાની હકીકત કંઈક આમ હતી

સરકારી હોસ્પિટલ પંડિત મદન મોહન માલવિયાના સીએમઓ એમ.એસ માધવે જણાવ્યુ હતું કે ગુરુવારની સાંજે હોસ્પિટેલમાં બાળકનો જન્મ થયો હતો જેનું વજન માત્ર 1 કિલો હતું અને તેને તાત્કાલિક વેન્ટિલેટરની જરૂર પડી હતી. અને તે વખતે વેન્ટિલેટર ન હોવાથી બાળકને તરત જ સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યું હતું. પણ તે દરમિયાન બાળકનું મૃત્યુ થઈ ગયુ હતું.

image source

જ્યારે અહીંથી ડોક્ટર તેમજ નર્સ પરિવાર પાસે પહોંચ્યા ત્યારે પરિવારના સભ્યોએ ડોક્ટરને માર માર્યો હતો, અને ડોક્ટર ત્યાંથી ભાગી ગયા હતા તો મહિલા નર્સ હાથમાં આવતા પરિવારે નર્સને બંધક બનાવી લીધી હતી.

સફદરજંગ હોસ્પિટલ પાસે પુરતા વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ નથી

image source

બીજી બાજુ સફદરજંગ હોસ્પિટલે એવો દાવો કર્યો હતો કે તેમની હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ નથી. સફદરજંગ હોસ્પિટલે એવું પણ જણાવ્યુ હતુ કે તેમણે બાળકના પરિવાર સાથે વાત કરી હતી કે જો તેમના બાળકને સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી રહ્યું છે અને જો બાળકને કંઈ થાય તો તેના માટે તેમનો પરિવાર જવાબદાર હશે. પણ તે વાતે તેનો પરિવાર સહમત નહોતો થતો અને તે દરમિયાન જ નવજાત બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.

મૃત બાળકના પરિવારે ડોક્ટરને ધમકી આપી નર્સને બંધક બનાવી

image source

સીએમઓએ આગળ જાણકારી આપતા કહ્યું હતું કે મૃતક બાળકના સંબંધીઓ તેમની સાથે હોસ્પિટલ જઈ રહેલા ડોક્ટર સાથે ઝઘડ્યા હતા. ડોક્ટરને પરિવાર દ્વારા ધમકી આપવામાં આવી હતી અને ત્યાર બાદ ડોક્ટર ત્યાંથી ભાગી ગયા હતા. અને ત્યાર બાદ પરિવારજનોએ નર્સને બંધક બનાવી લીધી હતી. તેમણે એવી શરત મુકી હતી કે જ્યાં સુધી નવજાત બાળકને અહીં લાવનાર ડોક્ટર તેમની સામે નહીં આવે ત્યાં સુધી તેઓ નર્સને છોડશે નહીં. ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્રણ કલાક બાદ નર્સને છોડાવી શકાઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત