દેખાવમાં નાનકડું લીંબૂ તમારા જીવનની મોટામાં મોટી તકલીફોને પણ કરી દે છે દૂર, વાંચો આ ચમત્કારી ટોટકા

આપણા શાસ્ત્રોમાં ઘણા એવા ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને કરવાથી અશકય કાર્યને પણ શકય થઈ જાય છે. આવું જ્યારે થાય છે ત્યારે મન માનવા તૈયાર નથી થતું કે આ ચમત્કાર થયો કઈ રીતે. જીવનના મુશ્કેલમાં મુશ્કેલ સમયને પાર કરવામાં પણ આ ઉપાયો મદદ કરે છે. ઘણીવાર તો જીવન પર આવેલી આપદાને પણ આ ઉપાયો પળવારમાં દૂર કરી દે છે. તો ચાલો આજે તમને પણ આવા જ ચમત્કારી અને ગુઢ એવા ઉપાયો વિશે જણાવીએ. આ ઉપાયો ખરેખર તમારા માટે ચમત્કારી સાબિથ થશે.

image source

અનેક પ્રયત્ન કરવા છતાં વેપારમાં લાભ થતો ન હોય તો આ ઉપાય શનિવારના દિવસે કરવો. ઉપાય કરવા માટે એક લીંબૂ લેવું અને તેને દુકાનની બધી જ દીવાલો સાથે સ્પર્શ કરાવી તેને ઊભું રાખી તેના ચાર ટુકડા કરો.

image source

આ ટુકડાને ચાર દિશામાં અલગ અલગ ફેંકી દો. આ ઉપાય કર્યા પછી ધંધામાં પ્રગતિ થશે. લીબૂં જેટલું ચમત્કારી છે તેટલું જ અસરકારક તેનું ઝાડ હોય છે. જે ઘરમાં લીંબુનું ઝાડ હોય છે ત્યાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને આવા ઘરને ખરાબ નજર પણ લાગતી નથી.

image source

કોઈ વ્યક્તિની બીમારીઓ તેનો પીછો છોડતી જ ન હોય તો પણ લીંબૂ મદદ કરી શકે છે. તેના માટે રવિવારની સાંજે એક લીંબૂમાં સોઈ લગાવી અને રોગીના માથા પરથી સાત વખત ઉતારી અને તેને ચાર રસ્તા પર મુકી આવવું. ઘરમાં રોગ દૂર થઈ જશે. જો કોઈને ખરાબ નજર લાગી હોય અને નજરની સમસ્યા સતાવતી હોય તો લીંબૂ પર કાળા અક્ષરથી 307 લખી અને તેને તે વ્યક્તિ પરથી સાત વખત ઉલટી દિશામાં ઉતારી નિર્જન સ્થળે ફેંકી દો.

image source

કોઈ કામમાં તમારે સફળ થવું હોય તો તે કામે જતા પહેલા એક લીંબૂમાં 4 લવિંગ લગાવી અને હનુમાન મંદિરમાં જવું. ત્યાં મૂર્તિ સામે બેસી હનુમાન ચાલીસા વાંચવી. ત્યારબાદ લીંબુ સાથે રાખી કામ કરવા જવું. સફળતા ચોક્કસથી મળશે.

image source

જો કે આ ઉપાયો સાથે એક મહત્વની વાત એ પણ છે કે તમે કોઈપણ ઉપાય કરો ત્યારે ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ કરવો. મનમાં વિશ્વાસ સાથે કરેલું કામ નિષ્ફળ જશે નહીં. આ ઉપાયોમાં પણ એવું જ છે જો તમે મનમાં શંકા સાથે આ કામ કરો તો તેનો લાભ થતો જણાય નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત