નરાધમને ટેવ હતી અશ્લીલ વીડિયો જોવાની, પછી મિત્રની જ 60 વર્ષની વિધવા માતા પર કર્યો રેપ

બળાત્કાર અને ગેંગરેપ સહિતના ગંભીર ગુનાઓ માટે માત્ર રાજસ્થાન જ નહીં પરંતુ દેશમાં બદનામ એવા અલવરની પણ બીજા નંબરે ખરાબ પ્રતિષ્ઠા છે. અહીં 21 વર્ષિય વ્યક્તિએ તેના મિત્રની વૃદ્ધ વિધવા માતા પર બળાત્કાર ગુજાર્યો હતો અને પછી ફરાર થઈ ગયો હતો. મામલો સામે આવતાની સાથે જ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. આરોપીને અશ્લીલ વીડિયો જોવાની ટેવ હોવાનું કહેવાય છે. પોર્ન વીડિયો જોવાની ખરાબ માનસિકતાને કારણે તેણે આ ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે

image source

શાહજહાંપુર પોલીસ અધિકારી સુનિલ જાંગીડે જણાવ્યું હતું કે આ ઘટના રવિવારે રાત્રે બની હતી. આ વિસ્તારના એક ગામમાં વિકાસ જાટ ઉર્ફે મંગુઝે તેના મિત્રની 60 વર્ષની વિધવા માતા સાથે દુષ્કર્મની ઘટના ઘટી છે. બળાત્કાર બાદ આરોપી વિકાસે આ મામલો દબાવવા માટે મહિલાની હત્યા કરવાનો પ્રયાસ કરતો હતો. આ કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. બાદમાં આરોપીએ મહિલાને રૂમમાં બંધ કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તે પછી, પીડિતાની બુમો સંભળાવતા પરિવારજનો અને ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ પીડિતાને શાહજહાંપુર લઈ જવાઈ હતી અને હોસ્પિટલમાં દાખલ કરી હતી.

image source

બાદમાં પીડિતાએ પોલીસમાં કેસ નોંધ્યો હતો. પીડિતાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. આરોપી વિકાસ જાટની ધરપકડ કરવામાં આવી છે. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે વિકાસ પોર્ન કન્ટેન્ટ જોવાનો ટેવાયલ છે. આ કેસમાં પીડિતાને મોં, હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં અલવરમાં ત્રણ વર્ષની માસૂમ બાળકી સાથે બળાત્કારની કોશિશનો મામલો પણ સામે આવ્યો છે. આ ઘટના અલવરના ભીવાડી વિસ્તારમાં બની હતી. તે સમયની વાત હતી કે યુવતીની માતા ઘટના સ્થળે પહોંચી હતી, જેના કારણે આરોપી ગુનો કરી શક્યો ન હતો. પરંતુ તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

image source

એક મહિના પહેલાની વાત કરીએ તો રાજસ્થાનના અલવરમાં છેલ્લા ૨૪ કલાકમાં ત્રણ ગેંગરેપના કિસ્સા સપાટી ઉપર આવ્યા હતા. જેના કારણે ખળભળાટ મચી ગયો છે. આ સંદર્ભમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક ઘટનામાં ગ્રામીણોએ ત્રણ આરોપીને પકડી પોલીસને સોંપી દીધા છે. આમાથી બે આરોપી ૨૦ વર્ષના છે અને અન્ય એક આરોપી સગીર હોવાનું જાણવા મળ્યું છે.

image source

અન્ય એક મામલામાં અલવરના ધાબલામાં ચાર આરોપીઓએ ૧૬ વર્ષની યુવતીનું અપહરણ કરી લીધું હતું અને તેના પર ગેંગરેપ ગુજાર્યો હતો. ત્રણ કેસના કારણે ખળભળાટ મચી ગયો છે. શનિવારે રાત્રે ૧૫ વર્ષની સગીરાને ત્રણ આરોપીઓએ બાનમાં પકડી લીધી હતી અને વન્ય વિસ્તારમાં લઇ ગયા હતા. પીડીતાનું કહેવું છે કે, તે આરોપીઓના સકંજામાંથી ભાગી છુટવાના પ્રયાસમાં હતી પરંતુ એક નાનકડા કુવામાં પડી ગઈ હતી. મોડેથી ગ્રામીણ લોકોએ બહાર કાઢી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત