PM મોદીએ ‘મન કી બાત’માં પોતાની આ કમીનો કર્યો ઉલ્લેખ, જાણો કઇ વાતને ગણાવી સૌથી મોટી નબળાઇ

વડાપ્રધાન મોદીએ રવિવારે તેમના માસિક કાર્યક્રમ મન કી બાતના 72માં સંસ્કરણમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે પોતાની સૌથી મોટી ખામીનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે કઈ વાતનો તેમને આજ સુધી અફસોસ છે. આ વાત તેમણે કરી હતી વિશ્વની સૌથી પ્રાચીન ભાષા તમિલ વિશે.

image source

પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે વિશ્વની સૌથી પ્રાચીન ભાષા તમિલ ન શીખવાનો તેમને અફસોસ છે. આ તેમની સૌથી મોટી ખામી છે. તેમણે કહ્યું હતું કે, “ આ એક સુંદર ભાષા છે. જે દુનિયાભરમાં લોકપ્રિય છે. તેમણે કહ્યું કે ઘણા લોકોએ મને તમિલ સાહિત્યની ગુણવત્તા અને તેમાં લખેલી કવિતાઓ વિશે જણાવ્યું છે પરંતુ અફસોસ છે કે આજ સુધી આ ભાષા હું શીખી શક્યો નથી “

image source

આ વાત સાથે પીએમ મોદીએ હૈદરાબાદની અપર્ણાના એક પ્રશ્નોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે ક્યારેક કોઈ નાનકડો પ્રશ્ન પણ મનને હચમચાવી દેતો હોય છે. આવા પ્રશ્નો સામાન્ય હોય છે. પરંતુ તે તમને વિચાર કરવા પર મજબૂર કરી દે કે જવાબ શું આપવો. આવો જ એક પ્રશ્ન મને થોડા દિવસ પહેલા હૈદરાબાદની અપર્ણાએ પુછ્યો હતો. તેણે મને પુછ્યું હતું કે તમે આટલા વર્ષ પીએમ રહ્યા, ત્યાર પહેલા સીએમ હતા તો તમને લાગે છે કે આમ છતાં તમારા જીવનમાં કોઈ ખામી રહી હોય ?

image source

પીએમ મોદીએ આ પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે આ પ્રશ્ન જેટલો સહજ લાગે છે તેટલો સરળ નથી. આ પ્રશ્ન પર મે વિચાર કર્યો અને ત્યારબાદ મને લાગ્યું કે દુનિયાની સૌથી પ્રાચીન ભાષા તમિલ શીખવાનો વધારો પ્રયાસ ન કરી શકવો અને તમિલ ન શીખી શકવું તે ખામી રહી ગઈ છે અને આ વાતનો અફસોસ છે.

image source

આ કાર્યક્રમમાં પીએમ મોદીએ સંસ્કૃત ભાષાની બે ઓડિયો ક્લિપ પણ સંભળાવી હતી. જેમાં એક ટૂરિસ્ટ સંસ્કૃતમાં સ્ટેચ્યુ ઓફ યૂનિટી વિશે દર્શકોને જણાવે છે. જ્યારે બીજા ઓડિયોમાં એક વ્યક્તિ ક્રિકેટની કોમેન્ટ્રી સંસ્કૃત ભાષામાં કરે છે. તેમણે કહ્યું હતું કે આ રીતે અન્ય રમતોમાં પણ સંસ્કૃત ભાષામાં કોમેન્ટ્રી થવી જોઈએ. આ માટે તેમણે ખેલ મંત્રાલય અને ખાનગી ક્ષેત્રને ભાગીદારી કરવા અપીલ કરી હતી.

image source

પીએમ મોદીએ આવનારી પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓનું મનોબળ પણ મજબૂત કર્યું હતું તેમણે શિક્ષકોને વિદ્યાર્થીઓનો સંપર્ક કરવા અપીલ કરી હતી અને વિદ્યાર્થીઓને પરીક્ષાઓ માટે શુભેચ્છા આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!