પરીવારના સભ્યો સાથે બોલિવૂડ સ્ટાર્સ પણ આઘાતમાં સરી પડ્યા છે, રાજનેતાઓએ પણ સોશિયલ મીડિયા પર આપી શ્રદ્ધાંજલિ

બોલિવૂડ માટે આજે એક સૌથી વધુ ખરાબ સમાચાર સામે આવ્યા હતા. આજે બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે. ટીવી સીરીયલ્સથી પોતાની કારર્કિદી શરુ કરનાર અને ટીવીમાં પવિત્ર રિશ્તા જેવી સુપરહીટ સીરીયલ બાદ ફિલ્મ કાઈ પો છેથી પોતાના અભિનયની શરુઆત કરનાર અભિનેતાએ આજે અગમ્ય કારણોસર જીવન ટુંકાવી લીધું છે.

image source

એમએસ ધોની, રાબ્તા, કેદારનાથ, છીછોરે, સોન ચીરૈયા જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દિલ પર છાપ છોડનાર સુશાંતે 34 વર્ષની વયે આત્મહત્યા કર્યાની વાત સામે આવતાં બોલિવૂડ સ્ટાર્સ પણ આઘાતમાં સરી પડ્યા છે. કોઈને સ્વપ્નમાં પણ વિચાર ન આવ્યો હોય તેમ અચાનક આ સમાચાર સામે આવતાં તેના પરીવારના સભ્યો પણ ભાંગી પડ્યા હતા.

સુશાંત સિંહ રાજપૂતના મોતના સમાચાર સામે આવ્યા બાદ અક્ષય કુમાર, અનુપમ ખેર સહિતના સ્ટાર્સે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેવામાં આ યુવા કલાકારના મોત અંગે વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરી શોકની લાગણી વ્યક્ત કરી છે.

વડાપ્રધાન મોદીએ લખ્યું છે કે, ” સુશાંત સિંહ રાજપૂત તેજસ્વી અને યુવા કલાકાર હતા તેઓ ખૂબ જલદી દુનિયાને અલવિદા કહી જતા રહ્યા. તેણે ટીવી અને ફિલ્મોમાં નામ કમાયું છે. મનોરંજનની દુનિયામાં તે જે રીતે આગળ આવ્યા તેનાથી ઘણા લોકોને પ્રેરણા મળી છે. તેમણે ઘણી યાદગાર ફિલ્મો આપી છે. તેના મૃત્યુની આઘાતમાં છું. તેના પરિવાર અને ચાહકોની સાથે મારી સહાનુભૂતિ. ઓમ શાંતિ. ”

image source

જણાવી દઈએ કે સુશાંત સિંહે પોતાના ઘરે રુમમાં પંખા સાથે લટકી અને આત્મહત્યા કરી છે. આ મામલે પોલીસે તપાસ શરુ કરી છે. જો કે તેમને ઘરમાંથી કે રુમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

image source

પોલીસ પોસ્ટમોર્ટમ માટે સુશાંતના પાર્થિવ દેહને હોસ્પિટલ મોકલી ચુકી છે. હાલ પોલીસ ઘરમાં હાજર હતા તે લોકોની પુછપરછ કરી રહી છે. 34 વર્ષીય સુશાંતે સૌથી પહેલા ટીવીમાં કિસ દેશ મેં હૈ મેરા દિલ સીરીયલમાં કામ કરી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ સુશાંત એકતા કપૂરની ટીવી સીરીયલ પવિત્રા રિશ્તાથી ફેમસ થયો હતો. ત્યારબાદ સુશાંતને ફિલ્મની ઓફર મળી અને તેણે બોલિવૂડમાં ફિલ્મ કાઈ પો છેથી એન્ટ્રી કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત