PM નરેન્દ્ર મોદીને ખાંડવીથી લઇને આ વાનગીઓ છે ખૂબ પ્રિય, જે નહિં જ ખબર હોય તમને

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ થયો હતો. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી ના સાંસદ પણ છે. આમ તો વડાપ્રધાન મોદીની પસંદ નાપસંદ વિશે દેશના જ નહીં વિદેશના લોકો પણ જાણે છે. પરંતુ આજે તમને જણાવીએ એવી 5 વાનગીઓ વિશે જેને પીએમ સૌથી વધુ પસંદ કરે છે.

Image Source

વડાપ્રધાન મોદીની આ 5 પ્રિય વાનગી વિશે ખુબ ઓછા લોકો જાણે છે. વડાપ્રધાન પોતાના સ્વાસ્થ્યનું ખુબ ધ્યાન રાખે છે પરંતુ તેઓ ખાવાપીવાના શોખીન પણ છે. આજે તમને પીએમ મોદીની પ્રિય ડીશ વિશે અહીં જાણકારી આપવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લો કે આપણા દેશના લોકપ્રિય એવા મોદીજીની પસંદની ટોપ 5 વાનગીઓ કઈ છે.

Image Source

ખાટા ઢોકળા

ગુજરાતની આ લોકપ્રિય વાનગી છે. આ વાનગીથી કોઈ અજાણ ન હોય. ગુજરાતી ખાટા ઢોકળા પીએમ મોદીને પણ પ્રિય છે. આ ઈડલી જેવી જ વાનગી હોય છે પરંતુ તેને ચણાની દાળને પીસીને તૈયાર કરવામાં આવે છે. તેમાં દહીં, લીંબુ ઉમેરી પછી રાઈથી વઘાર કરવામાં આવે છે. આ વાનગી ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ છે.

Image Source

દલિયા અથવા ખીચડી

ગુજરાતમાં દલિયાને ખીચડી પણ કહેવાય છે. વડાપ્રધાન મોદીને ખીચડી ખૂબ પ્રિય છે. ચોખા સાથે દાળ અને શાક ઉમેરી ખીચડી બનાવવામાં આવે છે. ખીચડી પણ સ્વાદિષ્ટ હોય છે. પીએમ મોદીની આ પ્રિય વાનગી તેમના સ્વાસ્થ્યનું એક સીક્રેટ પણ છે.

Image Source

ખાંડવી

વડાપ્રધાન મોદીને ચણાના લોટમાંથી બનતી ખાંડવી પણ પ્રિય છે. ખાંડવી પણ ચણાના લોટમાં છાશ અથવા દહીં ઉમેરીને બનાવવામાં આવે છે. આ વાનગી પણ વડાપ્રધાનને પ્રિય છે. આ વાનગી માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે. સ્વાસ્થ્યવર્ધક વાનગીઓમાં ખાંડવી પીએમ મોદીની પહેલી પસંદ છે.

Image Source

કેસર-બદામ શ્રીખંડ

વડાપ્રધાન મોદીને ફરસાણ સાથે મીઠાઈ પણ પ્રિય છે. તેમને શ્રીખંડ અને તે પણ કેસર અને બદામના ફ્લેવરનું પ્રિય છે.

Image Source

ઓકરા-કઢી

વડાપ્રધાન મોદીને આ વાનગી પણ ખૂબ ભાવે છે. ભીંડામાં ચણાના લોટનું મિશ્રણ ઉમેરી આ વાનગી બનાવવામાં આવે છે. આ વાનગીનો સ્વાદ પણ ખટ્ટમીઠો હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત