નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિન લગાગીને નર્સ સાથે કરી મજાક, પણ નર્સ સમજી ન શકી, પછી PMએ ચોખવટ કરી કે…

આજે સવારમાં જ લોકો સુતા હતા અને નરેન્દ્ર મોદીએ કોરોનાની રસી લગાવી દીધી, દરેક ન્યૂઝમાં આ માહિતી ફરતી થઈ ગઈ અને લોકો ચોંકી ગયા. કહેવાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવાર સવારે દિલ્હી સ્થિત ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ પહોંચીને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લગાવ્યો.

image source

આ સાથે જ મળતી માહિતી પ્રમાણે પોંડિેચેરીની નર્સ પી. નિવેદાએ પીએમ મોદીને વેક્સિનનો પહેલો ડોઝ આપ્યો હતો. જ્યારે પીએમ નરેન્દ્ર મોદી સવારે-સવારે એમ્સ પહોંચ્યા તો મેડિકલ સ્ટાફ થોડા નર્વસ દેખાતા હતા, કારણ કે કોઈએ વિચાર્યું નહીં હોય કે આ રીતે દેશના વડાપ્રધાન પહોંચશે. તેથી માહોલને હળવો કરવા માટે પીએમ મોદીએ નર્સને પહેલાં પૂછ્યું કે તમારું નામ શું છે અને તમે ક્યાંના છો?

પણ આ સાથે જ એક વાત ભારે ચર્ચામાં આવી છે કે વેક્સિન લગાવવાના સમયે પીએમ મોદીએ નર્સને કહ્યું હતું કે, નેતા મોટી ચામડીના હોય છે, મોટી સોય લગાવજો. વિગતે વાત કરીએ તો પીએમ મોદીએ હસી-મજાક કરતા કહ્યું કે, શું તેઓ પશુ માટે ઉપયોગ કરવામાં આવનારી સોયનો ઉપયોગ કરશે? પીએમ મોદીની મજાકને નર્સ સમજી ના શકી.

ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રાજનેતાઓની ચામડી ઘણી જાડી હોય છે, આ કારણે તેમના માટે કોઈ ખાસ મોટી સોયનો ઉપયોગ નથી કરવાના? પછી વાતાવરણ એકદમ હળવું થઈ ગયું અને નર્સ પણ હસવા લાગી. પીએમ મોદીને જ્યારે રસી લાગી ગઈ તો તેમણે નર્સને કહ્યું કે, રસી લાગી ગઈ, પરંતુ મને ખબર પણ ના પડી.

સવારથી જ પીએમ મોદીના વીડિયો અને ફોટો વાયરલ થતાં રહ્યા છે અને હાલમાં પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે. વેક્સિનેશન દરમિયાન પીએમ મોદી હસતા રહ્યા હતા એનો વીડિયો અને ફોટો પણ વાયરલ થયા છે. પોંડિચેરીની નર્સ પી. નિવેદાથી પીએમ મોદીએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો એવી માહિતી મળી રહી છે. આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે તેમની સાથે કેરળની નર્સ રોસ્સમા અનિલ પણ હતી.

image source

વેક્સિન લીધા બાદ પીએમ મોદીએ પ્રોટોકોલનું પાલન પણ કર્યું. અડધો કલાક રાહ જોઇ હતી અને કંઈ થતું તો નથી ને એ પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન એમ્સના ડાયરેક્ટર ગુલેરિયા તેમને પોસ્ટ વેક્સિન વિશે જણાવતા રહ્યા. પ્રધાનમંત્રીને વેક્સિનનો આગામી ડોઝ 28 દિવસ બાદ લાગશે. વેક્સિન લગાવી હોવાની જાણકારી પ્રધાનમંત્રીએ ખુદ ટ્વીટ કરીને આપી. સૌથી ખાસ વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 100 ટકા દેશી વેક્સિન કોવેક્સિન લીધી છે.

જ્યારથી જ સમાચાર વહેતા થયા છે ત્યારથી જ રાજનેતાઓ પણ અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે. જેમ કે શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પીએમ મોદીએ વેક્સીન મૂકાવતા કહ્યું કે ખુશી થઇ કે પીએમ મોદીએ આજે વેક્સીન મૂકાવી. પીએમે વેક્સીન મૂકાવતા મનમાંથી ડર દૂર થશે. આજથી સામાન્ય લોકો માટે રસી મૂકાવાનો મહત્વપૂર્ણ તબક્કો શરૂ થવા જઇ રહ્યો છે.

એવામાં દેશના લોકો સુરક્ષિત રહે તેવી પ્રાર્થના કરું છું. આ સાથે જ કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમે ટ્વીટ કરી કહ્યું કે પીએમ મોદીએ કોરોનાની રસી મૂકાવતા સામાન્ય પ્રજામાં વિશ્વાસ વધશે. જો કે તેમણે પ્રશ્ન એમ પણ કર્યો કે પીએમ મોદી જો એ બતાવે કે તેમણે કંઇ બ્રાન્ડની વેક્સીન લીધી છે તો તેનાથી બધી વાતે સામે આવી જાત.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!