નરેન્દ્ર મોદીએ પોતાના ક્યા પુસ્તકમાં તેમણે જાતે જેલવાસ વર્ણવ્યો છે,અહીં વાંચો સમગ્ર લેખ

પીએમ મોદી હાલમાં બાંગ્લેદેશના પ્રવાસ પર છે. જ્યાં તેમણે આપેલા એક નિવેદનથી ભારતમાં હડકંપ મચ્યો છે. હકિકતમાં પીએમ મોદીએ પીએમ મોદીએ બાંગ્લાદેશની આઝાદી જેલમાં ગયા હતા તેવુ નિવેદન તેમણે આપ્યું. ત્યાર બાદથી ભારતમાં તેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ટ્વિટર અનેક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. પીએમ મોદીએ બાંગ્લાદેશમાં આપેલા ભાષણમાં કહ્યું કે, બાંગ્લાદેશની આઝાદી માટે તેમણે અને તેમના સાથીઓએ સાથે મળીને એક આંદોલન કર્યું હતું અને તેના માટે તેઓ જેલમાં પણ ગયા હતાં. ત્યાર બાદ કોંગ્રેસે કટાક્ષ કરીને તેમને ઘેરી રહી છે.

તમને જણાવી દઈએ પીએમ મોદીના દાવા બાદ કોંગ્રેસના શશિ થરૂર, જયરામ રમેશ, પવન ખેડા સહિત અનેક કોંગ્રેસના નેતાઓ પીએમ મોદીના આ દાવાને હાસ્યાસ્પદ ગણાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીના આ દાવાને લઈ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે કહ્યું હ્તું કે, આપણા વડાપ્રધાન બાંગ્લાદેશને ભારતીય ફેક ન્યૂઝનો સ્વાદ ચખાડી રહ્યાં છે. કારણ કે બધા જાણે છે કે, બાંગ્લાદેશને આઝાદ કોણે કરાવ્યું. તો બીજી તરફ પવન ખેડાએ કહ્યું હતું કે, મિત્રો, આમાં વેક્સીનનો કોઈ દોષ નથી. આ ઉપરાંચ પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે પણ એક કાર્ટુન શેર કર્યું છે, 1971માં પાકિસ્તાની સેનાના ઐતિહાસિક સરેંડરને લઈને તેમણે કાર્ટુન શેર કર્યું છે. જેમાં ભારતીય સેનાના જનરલ શોમ માણેક શૉની જગ્યાએ પીએમ મોદીને બેઠેલા દેખાડવામાં આવ્યા છે.

તો બીજી તરફ કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના રાષ્ટ્રીય સંયોજક સરલ પટેલે વડાપ્રધાન મોદીના આ દાવાને લઈને PMO પાસેથી જાણકારી માંગી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે પણ કહ્યું કે, બાંગ્લાદેશની આઝાદીમાં ભારત સરકારે તો બાંગ્લાદેશનો સાથ આપ્યો હતો. યુદ્ધ તો પાકિસ્તાન સાથે થઈ રહ્યું હતું તો પછી વડાપ્રધાન મોદીને જેલમાં કોણે મોકલ્યા? ભારતે કે પાકિસ્તાને? હાલમાં સોશિયલ મીડિયા પર આ દાવાને લઈને ઘણા ચાલી રહ્યુ છે. વિપક્ષી નેતા એક બાદ એક ટ્વિટ કરીને વડા પ્રધાનના આ દાવા સામે સવાલો કરી રહ્યા છે અને સવાલ પુછી રહ્યા છે.

image source

નોંધનિય છે કે વડા પ્રધાન મોદી હાલમાં બે દિવસના બાંગ્લાદેશ પ્રવાસે છે. જ્યાં તેમણે બાંગ્લાદેશની 50મી આઝાદીના સુવર્ષ ઉજવણીના પ્રસંગે કહ્યું હતું કે, બાંગ્લાદેશની આઝાદી માટે તેમણે અને તેમના સહયોગીઓએ સાથે મળીને એક આંદોલન કર્યું હતું અને તેના માટે તેઓ જેલ પણ ગયા હતાં. આ આંદોલન દરમિયાન તેમની ઉંમર 20-22 વર્ષની હતી. બીજી તરફ કોંગ્રેસના સવાલનો જવાબ આપવા વડડપ્રધાન મોદી દ્વારા લખવામાં આવેલા એક પુસ્તકનું કવર પેજ હાલમાં શેર કરવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન મોદી દ્વારા લખવામાં આવેલા આ પુસ્તક નામ ‘સંઘર્ષ મા ગુજરાત’ છે. જેના એક પાછળના કવર પેઝને શેર કરવામાં આવી રહ્યું છે. સાથે જ જે તે સમયના અખબારના કટિંગ પણ શેર કરવામાં આવી આવ્યા છે.

તો બીજી તરફ રાજકિય વિશ્લેષક કંચન ગુપ્તાએ નરેન્દ્ર મોદીની 1978માં લખવામાં આવેલા પુસ્તક ‘સંઘર્ષમા ગુજરાત’નું કવર અને પાછળનું કવર પેજ શેર કર્યું છે. તેમાં લેખકના પરિચયમાં ગુજરાતીમાં એક લાઈન લખી છે કે ‘બાંગ્લાદેશના સત્યાગ્રહ સમયે તિહાડ જેલ જઈને આવ્યા’. તમને જણાવી દઈએ કે, નરેન્દ્ર મોદીની વેબસાઈટ પર આ પુસ્તકના રીપ્રિંટેડ વર્ઝનના પાછળના કવર પર આ વાત નથી.

image source

આ ઉપરાંત કંચન ગુપ્તાએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં બાંગ્લાદેશની આઝાદીના સમર્થનમાં 25 મે 1971એ જનસંઘની એક રેલીનો એક વીડિયો શેર કર્યો છે. નોંધનિય છે કે, તે સમયે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી જનસંઘના અધ્યક્ષ હતાં. આ ઉપરાંત ગુપ્તાએ બાંગ્લાદેશ સરકારનો એક પ્રશસ્તિ પત્ર પણ શેર કર્યો છે જેમાં જનસંઘના અધ્યક્ષ તરીકે વાજપેયીના બાંગ્લાદેશના સ્વાધીનતા સંગ્રામમાં યોગદાન બદલ પ્રશંસા કરવામાં આવી છે.

જાણો પુસ્તકમાં શું લખ્યુ છે.

કલ્પના કરતાં સત્ય વધુ રોમાંચક હોય છે, એ વાતની પ્રતીતિ કરાવતી આ સંઘર્ષકથાના લેખકે પોતે સંઘર્ષકાળના કુશળ સંગઠક અને નિરીક્ષક એમ બેવડી ભૂમિકા ભજવી હતી. એ રીતે આ પુસ્તક જાત અનુભવથી રંગાયેલું છતાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે તેવું છે. શ્રી નરેન્દ્ર મોદી વડનગરમાં જન્મ 17-9-1950, દિલ્હી યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રમાં બી.એ. થયા છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે છેલ્લાં કેટલાક વર્ષોંથી પ્રવૃત છે.

પ્રાંતના સહવ્યવસ્થા પ્રમુખ અને વડોદરા વિભાગ પ્રચારકની બેવડી જવાબદારી તો છે જ! કટોકટી દરમિયાન ભૂગર્ભ પ્રવૃતિને વેગ આપવા સંઘે પ્રાંતના સંગઠક તરીકેની જવાબદારી પણ સોપી હતી. કટોકટીના વીસે મહિના, સરકારી તંત્રની નાકામિયાબી પુરવાર કરતો ભૂગર્ભવાસ સેવ્યો અને સંઘર્ષપ્રવૃતિ ચલાવ્યે રાખી. અગાઉ બંગલા દેશ સત્યાગ્રહ સમયે તિહાડ જેલમાં જઇ આવેલા છે.

હસમુખો સ્વભાવ, ઉત્સાહ અને સ્ફૂર્તિ સહિતનું ઉમંગી-વ્યક્તિત્વ, કાવ્યો વગેરે રચનાઓનો પણ શોખ અને વક્તૃત્વશૈલીથી સંપન્ન શ્રી મોદીનું આ પુસ્તક સંઘર્ષના ઇતિહાસમાં ગુજરાતને દસ્તાવેજનું અને કથાનું બંનેનું મૂલ્ય પ્રદાન કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!