PM મોદીની મોટી જાહેરાત: 80 કરોડ ગરીબોને દિવાળી સુધી મફત અનાજ, ખાસ જાણો વેક્સિનને લઇને શું કહી મોટી વાત

પ્રધાનમંત્રીએ ભારતમાં 18થી ઉપરના તમામને મફતમાં રસી આપવાની જાહેરાત, અન્ન યોજના દિવાળી સુધી લાગુ રહેશે

આજે સાંજે 5 વાગેપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું. અગાઉ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી કે, પ્રધાનમંત્રી સાંજે પાંચ વાગ્યે દેશને સંબોધન કરશે. એ પછી બધા લોકોની નજર પીએમ મોદીના સંબોધન પર હતી. ચાલો તમને જણાવી દઈએ કે પીએમ મોદીને એમના સંબોધનમાં શુ શુ કહ્યું.

કોરોનાની બીજી લહેર અને ભારતવાસીઓ વચ્ચે હજી લડત ચાલુ છે. દુનિયાના બીજા દેશોની જેમ ભારત પણ આ લડત દરમિયાન ઘણી પીડામાંથી પસાર થયું છે. આપણા દેશમાં અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. આવા તમામ પરિવારોની સાથે મારી પૂરી સંવેદનાઓ છે. છેલ્લા 100 વર્ષોમાં આવેલી આ સૌથી મોટી મહામારી છે. આ પ્રકારની મહામારી આધુનિક વિશ્વએ ન જોઈ હતી કે ન ક્યારેય અનુભવી હતી.

કોરોના સામેની આ લડતમાં છેલ્લા સવા વર્ષમાં દેશમાં એક નવું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ટર તૈયાર કરવામાં આવ્યું છે. બીજી લહેરમાં એપ્રિલ અને મેમાં મેડિકલ ઓક્સિજન ડિમાન્ડ ક્યારેય વિચાર્યું પણ ન હોય એ હદે વધી ગઈ હતી. ભારતના ઈતિહાસમાં ક્યારેય પણ આટલા મોટા પ્રમાણમાં મેડિકલ ઓક્સિજનની જરૂર ક્યારેય પણ અનુભવાઈ નથી. અને યુદ્ધ સ્તરે કામ કરીને આ જરૂરને પૂરી પાડવામાં આવી, ઓક્સિજન રેલ ચલાવાઈ, એરફોર્સના વિમાનો, નેવીને ચલાવવામાં આવી. લિક્વિડ મેડિકલ ઓક્સિજનને 10 ગણું વધારવામાં આવ્યું. દુનિયાના કોઈપણ ખુણેથી જે પણ ઉપલબ્ધ થઈ શકતું હતું તે લાવવામાં આવ્યું. અને જરૂરી દવાઓના પ્રોડ્કશનને વધારવામાં આવી.

અમે 100 ટકા રસીકરણ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે કોરોનાએ આપણને ફરી એકવાર ઝકડી લીધા. દુનિયાને ચિંતા હતી કે ભારત કોરોનાથી બચી શકશે કે નહીં. પણ જ્યારે નીતિ સ્પષ્ટ હોય અને અથાક પ્રયત્ન થતાં હોય તો પરિણામ ચોક્કસ મળે છે. દરેક કુશંકાને ફગાવીને 1 વર્ષની અંદર જ 2 મેડ ઈન ઈન્ડિયા વેક્સિન લોન્ચ કરી. દેશના વૈજ્ઞાનિકોએ દુનિયાને બતાવી દીધું કે ભારત મોટા દેશોથી પાછળ નથી.

તેમને આગળ જણાવ્યું કે દેશમાં 23 કરોડથી વધારે રસીના ડોઝ આપી દેવાયા છે. આપણા પ્રયાસમાં આપણને સફળતા ત્યારે મળે છે જ્યારે આપણને પોતાનામાં વિશ્વાસ હોય છે. આપણને આપણા વૈજ્ઞાનિકોમાં વિશ્વાસ હતો. જ્યારે આપણા વૈજ્ઞાનિકો દેશ માટે રસી બનાવતા હતા ત્યારે જ આપણે લોજિસ્ટીક તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અને કોરોનાના થોડા જ કેસો હતા ત્યારે વેક્સિન ટાસ્ક ફોર્સની રચના કરી દેવામાં આવી હતી.

રસી બનાવતી કંપનીઓને સરકારે પણ બધી જ મદદ કરી. રિસર્ચ માટે જરૂરી ફંડ સહિતના દરેક લેવલ તેમને મદદ કરી. આત્મનિર્ભર ભારત હેઠળ, મિશન કોવિડ સુરક્ષા માધ્યમથી હજારો કરોડ રૂપિયા આપવામાં આવ્યા. દેશ સતત પ્રયત્ન કરી રહ્યો છે અને એટલે જ આવનાર દિવસોમાં વેક્સિનની સપ્લાય હજુ વધશે. આજે દેશમાં 7 કંપનીઓ વિભિન્ન પ્રકારની વેક્સિન બનાવે છે. 3 વધુ રસીનું ટ્રાયલ એડવાન્સ સ્ટેજમાં ચાલી રહ્યું છે. વિદેશમાંથી રસી ખરીદવાની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી છે. અને હાલમાં અમુક એક્સપર્ટ દ્વારા બાળકોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અને તેમાં બે વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. અને એક નેઝલ વેક્સિનનું કામ ચાલું છે.

ઘણા જ ઓછા સમયમાં રસી બનાવવી એ સમગ્ર માનવતા માટે મોટી ઉપલબ્ધિ છે. અને તેની પોતાની સીમાઓ છે. વેક્સિન બન્યા પછી પણ દુનિયાના બહુ ઓછા દેશોમાં રસીકરણની શરૂઆત થઈ, ફક્ત સમૃદ્ધ દેશોમાં તેની શરૂઆત થઈ. whoએ ગાઈડલાઈન આપી, વૈજ્ઞાનિકોએ રૂપરેખા આપી અને ભારતે પણ WHOના માનક પર તબક્કાવાર રસીકરણ શરૂ કર્યું. કેન્દ્ર સરકારે મુખ્યમંત્રીઓ સાથે થયેલી બેઠકોમાં થયેલી સલાહ, અને સંસદની બેઠકોમાં સલાહ બાદ તે નક્કી થયું કે, જેમને કોરોનાથી વધારે ખતરો છે તેમને પહેલા રસી આપવામાં આવે. તેથી ફ્રન્ટલાઈન વર્ક્સ, હેલ્થ વર્ક્સ, 60 વર્ષથી વધુ સહિતનાં લોકોને પહેલા રસી આપવામાં આવી


જો કોરોનાની બીજી લહેર પહેલાં હેલ્થ વર્ક્સને રસી ન અપાઇ હોત તો શું થતું એ વિશે વિચારો. વધારેમાં વધારે હેલ્થ વર્ક્સના રસીકરણને કારણે લાખો ભારતીયોના જીવ બચાવવામાં આવ્યા. દેશમાં ઘટતા જતા કોરોનાના કેસોને કારણે અલગ અલગ સલાહો આવવા લાગી છે. બધું કેન્દ્ર સરકાર જ કેમ કરી રહી છે. રાજ્ય સરકારોને કેમ છૂટ આપવામાં આવી નથી. રાજ્યોને લોકડાઉનની છૂટ કેમ નથી અપાતી. દલીલ એ હતી કે સંવિધાનમાં આરોગ્ય રાજ્યનો વિષય છે. અને સારું છે કે બધું રાજ્ય જ કરે. અને એ દિશામાં શરૂઆત કરવામાં આવી. અને ભારત સરકારે ગાઈડલાઈન બનાવીને રાજ્યોને આપી. જેથી રાજ્ય સરકાર પોતાની રીતે કામ કરી શકે.

કેન્દ્ર સરકારે રાજ્યોની માગોને પૂરી કરી. 16 જાન્યુથી લઈને એપ્રિલના અંત સુધીમાં દેશ કેન્દ્રની દેખરેખમાં ચાલ્યો. બધાને મફત રસી મળી રહે એ દિશામાં દેશ આગળ વધી રહ્યો હતો. દેશના નાગરિક પણ રસી લેતા હતા. આ વચ્ચે અનેક રાજ્ય સરકારોએ કહ્યું કે વેક્સિનનું કામ રાજ્યોને સોંપી દેવામાં આવે. વેક્સિનેશન માટે કેમ ઉંમરની સીમા રાખવામાં આવી જેવાં સવાલો ઉઠવામાં આવ્યા.

રાજ્યોની માંગણીને જોતાં, તેમના આગ્રહને જોતાં 16 જાન્યુઆરીથી જે વ્યવસ્થા ચાલતી હતી તેમાં ફેરફાર કરવામાં આવ્યો. . 1 મેથી રાજ્યોને 25 ટકા કામ સોંપવામાં આવ્યું. તેને પૂરું કરવા માટે તેમણે પોતાની રીતે બનતા પ્રયત્નો પણ કર્યાં. આટલા મોટા કામમાં કેવી રીતની મુશ્કેલીઓ આવે છે એ અંગે પણ તેમને ખ્યાલ આવે. સમગ્ર દુનિયામાં વેક્સિનની શું સ્થિતિ છે તેની હકીકતથી રાજ્યો વાકેફ થયા.

એકબાજુ મેમાં કોરોનાની બીજી લહેર અને બીજી તરફ વેક્સિન માટે લોકો, અને રાજ્ય સરકારોની મજબૂરી. બે અઠવાડિયામાં જ રાજ્ય સરકારો કહેવા લાગી કે પહેલાની વ્યવસ્થા જ બરાબર હતી. જે વકાલત કરતા હતા રાજ્યોને રસીકરણ સોંપવામાં આવે. હવે રાજ્યોના વિચાર બદલાયા અને દેશવાસીઓને તકલીફ ન થાય અને 1 મેથી પહેલાવાળી જૂની વ્યવસ્થાને ફરીથી લાગુ કરવામાં આવી.

તમને જણાવી દઈએ કે આજે નિર્ણય લેવાયો છે કે રાજ્યોની પાસે 25 ટકાની જે જવાબદારી હતી તે હવેથી કેન્દ્ર સરકાર ઉઠાવશે અને બે અઠવાડિયામાં આ વ્યવસ્થા લાગુ કરશે. અને કેન્દ્ર રાજ્ય સરકાર સાથે મળીને વ્યવસ્થા ગોઠવશે. 2 અઠવાડિયા પછી એટલે કે 21 જૂને વિશ્વ યોગ દિવસ છે. અને ત્યાં સુધીમાં 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટે ભારત સરકાર રાજ્યોને મફતમાં વેક્સિન ઉપલબ્ધ કરાવશે.

આ ઉપરાંત 75 ટકા ભાગનો કેન્દ્ર સરકાર જ ખર્ચ ઉઠાવશે. અને રાજ્ય સરકારને મફતમાં વેક્સિન અપાશે. અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને મફતમાં રસી મળશે.25 ટકા પ્રાઈવેટ સેક્ટરના હોસ્પિટલને આપવામાં આવશે અને આ વ્યવસ્થા ચાલુ રહેશે. વેક્સિનની નક્કી કરેલ કિંમત કરતાં એક ડોઝ પર 150 રૂપિયા જ સર્વિસ ચાર્જ લઈ શકશે. અને તેની દેખરેખ રાજ્ય સરકાર જ કરશે.

રાજ્યોને અગાઉથી જ જણાવી દેવામાં આવશે કે તેમને કેટલા ડોઝ આપવામાં આવશે.

બીજો પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા વર્ષે કોરોનાને કારણે લોકડાઉન કરવામાં આવ્યું ત્યારે અન્ન યોજના હેઠળ 8 મહિના સુધી 80 કરોડથી વધારે લોકો માટે મફત રાશનની વ્યવસ્થા કરી હતી. આ વર્ષે પણ બીજી લહેરના કારણે મે અને જૂન માટે પણ આ વ્યવસ્થા હેઠળ વિતરણ કરવામાં આવ્યું હતું. અને આજથી આ અન્ન યોજનાને દિવાળી સુધી આગળ વધારવામાં આવશે.એટલે કે નવેમ્બર સુધી 80 કરોડથી વધારે દેશવાસીઓને મફતમાં અનાજ ઉપલબ્ધ કરાશે. .

જ્યારથી ભારતમાં રસીકરણની શરૂઆત કરવામાં આવી ત્યારે અમુક લોકો દ્વારા એવી અફવા ફેલાવવામાં આવી કે જેના કારણે લોકોમાં ડરનો માહોલ બન્યો. અને જ્યારે ભારતની રસી આવી ત્યારે આ શંકાઓમાં વધારો થવા લાગ્યો. અનેક પ્રકારના તર્ક આપવામાં આવ્યા. તેમને પણ દેશ જોઈ રહ્યો છે. જે લોકો રસીને લઈને આશંકા ઉભી કરી રહ્યા છે અફવાઓ ફેલાવે છે તે લોકોના જીવનની સાથે ખિલવાડ કરી રહ્યા છે. આવી અફવાઓથી સતર્ક રહો. હું તમામને, પ્રબુદ્ધ લોકોને યુવાઓને અનુરોધ કરું છું કે વેક્સિનને લઈ જાગરૂકતા વધારવા સહયોગ કરે.

હાલ અનેક જગ્યાઓએ લોકડાઉનમાં ઢીલ અપાઈ છે. પણ કોરોના ગયો નથી. તેથી કોરોનાના નિયમોનું પાલન કરે. ભારત કોરોના સામે જીતશે.
કોરોનાના આ કપરા કાળમાં પીએમ મોદી સતત થોડા થોડા દિવસે રાષ્ટ્રને સંબોધિત કરતા આવ્યા છે, પછી ભલે એ શરૂઆતમાં લોકડાઉનની જાહેરાત હોય, વચ્ચે કોરોના વોરિયર્સને સલામ કરવાની વાત કહી હતી, આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત હોય કે પછી વેક્સિનેશનની શરૂઆત હોય. પીએમ મોદી તરફથી સમય-સમય પર દેશને સંબોધિત કરવામાં આવ્યો છે.

હાલમાં જ પીએમ મોદીએ અનેક સેક્ટર્સ સાથે બેઠક કરી હતી અને આવનારા સમયમાં શું નીતિ હોવી જોઇએ તેના પર મંથન કર્યું. આ દરમિયાન વેક્સિનેશનને લઇને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, તેના પર પણ પીએમ મોદી તરફથી બોલવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની વેક્સિન નીતિ પર સુપ્રીમ કોર્ટથી લઇને રાજ્ય સરકારો અને વિપક્ષે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *